________________
અધ્યયન-૫
૧૯૭ શતક ! યાવતું શીલવ્રતાદિને ભાંગીશ નહિ તો આજે તારા મોટા પુત્રને તારા પોતાના ઘરેથી લઈ જઈશ. ઈત્યાદિ જેમ ચુલનીપિતાને કહ્યું હતું તેમ અહીં પણ બધું કહેવું. પરંતુ વિશેષતા એટલી કે એકના સાત સાત માંસના ટુકડા કરીશ, એમ કહેવા પર પણ ચુલ્લશતક શ્રમણોપાસક નીડર રહે છે. ત્યાર બાદ દેવે ચુલશતક શ્રમણોપાસકને ચોથી વાર પણ આ પ્રમાણે કહ્યું, હે ચુલ્લશતક શ્રમણોપાસક! યાવતુ તું શીલવ્રતાદિને ભાંગીશ નહિ તો આજે જે તારું છ હિરણ્યકોટિ દ્રવ્ય નિધાનમાં મૂકેલું છે, છ હિરણ્યકોટિ વ્યાજે મૂકેલું છે, અને છ કોટિ ધન-ધાન્યાદિના વિસ્તારમાં છે, તેને તારા પોતાના ઘરેથી લઈ જઈશ અને લઈને આલબિકા નગરીના શૃંગાટક- આદિ યાવતું રાજમાર્ગમાં ચારે તરફ સર્વત્ર જ્યાં-ત્યાં ફેંકી દઈશ. જેથી તે આર્તધ્યાનની અત્યંત પરવશતાથી પીડિત થઈને અકાળે જ પ્રાણરહિત થઈ જઈશ. ત્યાર પછી તે ચુલશતક શ્રમણોપાસક તે દેવતા દ્વારા એમ કહેવા છતાં પણ નિર્ભય રહ્યો. ત્યાર પછી તે દેવે યાવતુ બીજીવાર ત્રીજીવાર પણ એમ જ કહ્યું, યાવતુ તું મૃત્યુ પામીશ. એટલે ચુલ્લશતક શ્રમણોપાસકને આવા પ્રકારનો વિચાર ઉત્પન્ન થયો. અહો, આ પુરુષ અનાર્ય છે, ઈત્યાદિ તે ચલની પિતાની જેમ ચિંતવે છે. વાવતુ જે છ હિરણ્યકોટિ નિધાનમાં મૂકેલી, છ વ્યાજ મૂકેલી અને છ ધનધાન્યાદિના વિસ્તારમાં રોકેલી છે તેને પણ મારા ઘરેથી લાવી આલબિકા નગરીના શૃંગાટક વગેરે માર્ગોમાં ચારે તરફ જ્યાં-ત્યાં ફેંકી દેવાને ઈચ્છે છે. માટે મારે એ પુરુષને પકડવો યોગ્ય છે. એમ વિચારી તે તેને પકડવાને દોડ્યો-ઈત્યાદિ યાવતુ સુરાદેવની જેમ તેની ભાય આવે છે અને પૂછે છે અને તે તેમ જ ઉત્તર આપે છે.
[૩]શેષ સમસ્ત વૃત્તાન્ત ચુલ ની પિતાની જેમ જાણવું. યાવતું તે સૌધર્મ દેવલો કમાં અરુણ શિષ્ટ વિમાનમાં ઉત્પન્ન થયો. તેની ચાર પલ્યોપમની સ્થિતિ કહી છે. શેષ તેમ જ(પૂર્વવત) કહેવું. યાવતુ તે મહાવિદેહ ક્ષેત્રમાં જન્મીને સિદ્ધિપદને પામશે.
અધ્યયન-૫ની મુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ |
(અધ્યયન-ક-કંડકોલિક) [૩૭]હે જંબૂતે કાળે અને તે સમયે કાંપિલ્યપુર નગર હતું. સહસ્ત્રામભ્રવન હતું. ત્યાં જિતશત્રુ રાજા હતો. કુંડકોલિક ગૃહપતિ હતો. તેની પૂષા નામક પત્ની હતી. તેણે છ હિરણ્યકોટિ નિધાનમાં મૂકેલી. છ વ્યાજે અને છ ધન-ધાન્યાદિના વિસ્તારમાં રોકેલી ૧૦૦૦૦ ગાયોના એક વ્રજના છવ્રજો હતા. મહાવીર સ્વામી સમોસય. કામદેવની જેમ એણે શ્રાવકધર્મ પૂર્વવત્ સ્વીકાર કર્યો. ઈત્યાદિ બધી વક્તવ્યતા પૂર્વવત્ કહેવી
[૩૮]અન્યદા કદાચિત તે કુંડકોલિકશ્રમણોપાસક મધ્યાહ્ન સમયે, જ્યાં અશોકવનિકા હતી અને જ્યાં પૃથ્વીશિલાપટ્ટ હતો ત્યાં આવ્યો. ત્યાં આવીને પોતાના નામથી અંકિત મુદ્રિકા અને ઉત્તરીય વસ્ત્રને પૃથ્વીશિલાપટ્ટ ઉપર મૂકે છે. મૂકીને શ્રમણ ભગવંત મહાવીરની પાસેથી સ્વીકારેલ ધમપ્રજ્ઞપ્તિ અંગીકાર કરીને વિચારે છે. પછી તે કંડકોલિક શ્રમણોપાસકની પાસે એક દેવ પ્રકટ થયો. તે દેવ કુંડકોલિક શ્રમણોપાસકની નામવાળી મુદ્રા અને ઉત્તરીય વસ્ત્રને પૃથ્વીશિલાપટ્ટ ઉપરથી ગ્રહણ કરે છે. ગ્રહણ કરીને ઘૂઘરી
ઓ સહિત શ્રેષ્ઠ વસ્ત્રો જેણે પહેરેલાંછે એવા તે દેવે આકાશમાં રહીને કંડકોલિક શ્રમણો પાસકને આ પ્રમાણે કહ્યુંઃ દેવાનુપ્રિય! મખલીપુત્ર ગોશાલકની ધર્મપ્રજ્ઞપ્તિ સુંદર છે કે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org