________________
અધ્યયન-૭
૧૫ કરીશ તો આજે યાવત્ જીવનથી મુક્ત થઈશ. તે પુરુષે એ પ્રમાણે કહ્યું તો પણ હું નિર્ભય રહ્યો. ઈત્યાદિ પૂર્વવત્ કહેવું. કરવો. ત્યારે તે પુરુષે મને નિર્ભય રહેલો જોઈને મને ચોથી વાર એ પ્રમાણે કહ્યું. મરણની કામના કરનાર હે ચુલનીપિતાયાવતું તું વ્રતાદિનો ભંગ નહિ કરે તો આજે તારી આ માતા જે દેવ ગુરુ અને જનનીરૂપ છે. તેને જીવનથી મુક્ત થઈશ. તે પુરુષે એમ કહ્યું ત્યારે હુંનિર્ભય રહ્યો.
તે પુરુષે જ્યારે બીજી વાર ને ત્રીજી વાર પણ મને આ પ્રમાણે કહ્યું ત્યારે મારા મનમાં આવા પ્રકારનો સંકલ્પ થયો.“અહો આ પુરષ અનાર્ય છે યાવતુ અનાર્ય પાપકર્મ કરનાર છે, જે મારા જ્યેષ્ઠ પુત્રને મારા પોતાના ઘરથી લઈ ગયો, તેમજ મધ્યમ યાવતું સૌથી નાના પુત્રને લઈ ગયો અને યાવતુ તેના માંસ અને લોહી વડે મારા શરીરને છાંટ્યો અને તમને પણ મારા ઘરથી લઈને મારા આગળ ઘાત કરવા ઈચ્છે છે. માટે તે પુરુષને મારે પકડવો યોગ્ય છે.” એમ વિચારીને હું દોડ્યો, પણ તે પુરુષ આકાશમાં ઊડી ગયો. મેં પણ તંભ પકડયો અને ઘણાં મોટા શબ્દ વડે કોલાહલ કર્યો. ત્યાર પછી તે ભદ્રા સાર્થવાહીએ ચુલની પિતા શ્રમણોપાસકને આ પ્રમાણે કહ્યું, ખરેખર કોઈ પુરુષ યાવતું તારા નાના પુત્રને તારા ઘરથી લઈ ગયો નથી. લઈને તારી સામે ઘાત કર્યો નથી. આ કોઈ પુરુષે તને ઉપસર્ગ કર્યો છે. આ બિહામણું દ્રશ્ય જોયું છે માટે તું અત્યારે ભગ્ન વ્રતવાળો, ભગ્ન નિયમવાળો અને ભગ્ન પોષધવાળો થઈ ગયો છે. તેથી હે પુત્ર ! તું એ
સ્થાનની આલોચના કર, યાવતુ તપ કર્મરૂપ પ્રાયશ્ચિત સ્વીકાર કર. ત્યાર પછી ચૂલનીપિતા શ્રમણોપાસક ભદ્રા સાથે વાહી માતા એ અર્થને તહત્તિ કહી વિનયપૂર્વક સ્વીકારે છે. સ્વીકારીને તે સ્થાનની આલોચના કરે છે યાવતું પ્રાયશ્ચિત સ્વીકારે છે.
[૩૧]ત્યાર પછી ચુલની પિતા શ્રમણોપાસક પ્રથમ ઉપાસક પ્રતિમાને સ્વીકારી વિહરે છે. પ્રથમ ઉપાસક પ્રતિમાને સૂત્ર પ્રમાણે આનંદ શ્રાવકની જેમ આરાધે છે યાવતુ અગિયારે પ્રતિમાઓનું આરાધન કરે છે. ત્યાર બાદ ચુલનીપિતા શ્રમણોપાસક તે ઉદાર તપ વડે કૃશ થઈ ગયો. અને કામદેવની જેમ યાવતુ સૌધર્મ દેવલોકમાં ઉત્તર પૂર્વ દિશામાં અરુણપ્રભ વિમાનમાં દેવરુપે ઉત્પન્ન થયો. ત્યાં ચાર પલ્યોપમની સ્થિતિ કહી છે. યાવતુ તે મહાવિદેહ ક્ષેત્રમાં જન્મ ગ્રહણ કરીને સિદ્ધથશે.
અધ્યયન-૩નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ
(અધ્યયન-૪ સુરાદેવ) [૩રહે જંબૂ! તે કાળે અને તે સમયે વારાણસી નામે નગરી હતી. કોષ્ટક ચૈત્ય હતું. જિતશત્રુ રાજા હતો. ત્યાં સુરાદેવ ગૃહપતિ નિવાસ કરતો હતો. તે ધનિક હતો. તેને છ હિરણ્યકોટિ નિધાનમાં, છ વ્યાજે અને છ ધન-ધાન્યદિના વિસ્તારમાં રોકી હતી. દસ હજાર ગાયોના એક વ્રજના હિસાબે છ વજો હતાં. ધન્યા ભાર્યા હતી. મહાવીરસ્વામી વારાણસી નગરીમાં સમોસય. આનંદની જેમ તેણે ગૃહસ્થધર્મ સ્વીકાર કર્યો. અને કામદેવની પેઠે યાવતુ શ્રમણ ભગવંત મહાવીરની ધર્મપ્રજ્ઞપ્તિનો સ્વીકાર કરીને વિચ રવા લાગ્યો. તે સુરાદેવ શ્રમણોપાસકની પાસે રાત્રિના મધ્ય સમયે એક દેવ પ્રકટ થયો. તે દેવે એક મોટી નીલકમળ જેવી તલવાર લઈને સુરાદેવ શ્રમણોપાસકને આ પ્રમાણે કહ્યું, હે મરણની પ્રાર્થના કરનાર જો તું શીલ વગેરેને ભાંગીશ નહિ તો તારા જ્યેષ્ઠ પુત્રને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org