SearchBrowseAboutContactDonate
Page Preview
Page 35
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૨ નાયાધમ હાઓ- ૧/-/૧/૩૨ ત્યાર પછી માતા પિતાએ મેઘકુમારને આ પ્રમાણે કહ્યું - હે પુત્ર ! આ પત્નીઓ સમાન શરીરવાળી, સમાનત્વચાવાળી સમાન લાવણ્ય, રૂપ, યૌવન અને ગુણોથી યુક્ત તથા સમાન રાજકુલોમાંથી લાવેલ છે. તેથી હે પુત્ર ! તેમની સાથે વિપુલ મનુષ્ય સંબંધી કામભોગોને ભોગવ. ત્યાર પછી મુક્ત ભોગી થઈને શ્રમણ ભગવાન મહાવીરની પાસે યાવતુ દીક્ષા લઇ લેજે. ત્યાર પછી મેઘકુમારે કહ્યું - હે માતા પિતા ! આપ મને આ જે કહો છો તે ઠીક છે. પરંતુ હે માતા પિતા મનુષ્યના આ કામભોગો અશુચિ, છે અશાશ્વત છે, વમનને, પિત્ત, કફને, શુક્રને, તથા શોણિતને કાઢનાર, ખરાબ ઉશ્વાસ-નિઃશ્વાસ વાળાં છે. ખરાબ મૂત્ર, મળ અને પરુથી અત્યંત પરિપૂર્ણ છે. મલ, મૂત્ર, કફ, નાસિકામલ, વમન, પિત્ત, શુક્ર અને શોણિતથી ઉત્પન થનાર છે. તે ધ્રુવ નથી, નિયત નથી, શાશ્વત નથી, સડવા, પડવા અને નાશ થવાના સ્વભાવવાળાં છે, અને આગળ યા પાછળ અવશ્ય ત્યાગ કરવા યોગ્ય છે. હે માતા-પિતા ! કોણ જાણે છે કે પહેલા કોણ જશે અને પાછળ કોણ જશે? તેથી હે માતા-પિતા? હું યાવતુ અત્યારે દીક્ષા ગ્રહણ કરવા ઈચ્છું છું.” ત્યાર પછી માતા પિતાએ મેઘ કુમારને આ પ્રમાણે કહ્યું - હે પુત્ર ! તમારા પિતામહ, તમારા પિતાના દાદા અને તેના દાદાથી આવેલ આ ઘણું હિરણ્ય, સુવર્ણ, કાંસુ, દૂષ્ય વસ્ત્ર, મણિ, મોતી, શંખ, શિલા, પ્રવાલ, લાલ રત્ન આદિ સારભૂત દ્રવ્ય વિદ્યમાન છે, તે એટલું છે કે સાત પેઢીઓ સુધી સમાપ્ત ન થાય, તેનું તમે ખુબ દાન કરો. ભોગ કરો અને વિભાગ કરો, હે પુત્ર ! આ જેટલો મનુષ્ય સંબંધી ઋદ્ધિ-સત્કારનો સમુદાય છે, તે બધો તમે ભોગવો, ત્યાર પછી અનુભૂત કલ્યાણ થઈને તું શ્રમણ ભગવાન મહાવીર પાસે દિક્ષા લઈ લે છે. ત્યાર પછી મેઘકુમારે કહ્યું - “હે માતા-પિતા! તમે જે કહો છો તે ઠીક છે. પરંતુ હે માતા-પિતા ! આ હિરણ્ય, સુવર્ણ, યાવતુ સ્વાપતેય દ્રવ્ય) બધુ અગ્નિ સાધ્ય છેતેને અગ્નિ ભસ્મ કરી શકે છે, ચોર ચોરી શકે છે, રાજા અપહરણ કરી શકે છે, ભાગીદાર ભાગ કરાવી શકે છે અને મૃત્યુ આવવા પર તે આપણું રહેતું નથી આ પ્રમાણે આ દ્રવ્ય અગ્નિને માટે સમાન છે. તેવી જ રીતે ચોર, રાજા, ભાગીદાર અને મૃત્યુને માટે સમાન છે. તે સડવા, પડવા, અને નાશ થવાના સ્વભાવવાળું છે. પછી કે પહેલા અવશ્ય ત્યાગ કરવા યોગ્ય છે, હે માતા-પિતા ! કોને ખબર છે કે પહેલા કોણ જશે અને પછી કોણ જશે. તેથી હું યાવતું દીક્ષા અંગીકાર કરવા ઈચ્છું છું.” [૩૩] ત્યાર પછી મેઘકુમારના માતા પિતા વિષયોના અનુકુળ આખ્યાપનાથી પ્રજ્ઞાપનાથી સંજ્ઞાપનાથી વિજ્ઞાપનાથી સમજાવી, બૂઝાવી ન શક્યા. સંબોધન અને અનુનય કરીને સમજાવવામાં સમર્થ ન થયા ત્યારે વિષયોના પ્રતિકૂલ અને સંયમ પ્રત્યે ભય અને ઉદ્દેગ ઉત્પન્ન કરાવનાર પ્રજ્ઞાપનાથી આ પ્રમાણે કહેવા લાગ્યા. “હે પુત્ર! આ નિગ્રંથ પ્રવચન સત્ય છે. અનુત્તર છે. કેવળી સર્વજ્ઞ કથિત અથવા અદ્વિતીય છે, પ્રતિપૂર્ણ છે, ન્યાયયુક્ત છે. સંશુદ્ધ શલ્યોનો નાશ કરનાર છે. સિદ્ધિનો માર્ગ છે. મુક્તિનો માર્ગ છે. નિયણિનો માર્ગ છે. નિવણિનો માર્ગ છે. અને સમસ્ત દુઃખો ને દૂર કરવાનો માર્ગ છે. જેમ સર્પ પોતાના ભક્ષ્ય ગ્રહણ કરવામાં નિશ્ચલ દ્રષ્ટિ રાખે છે. એવી રીતે આ પ્રવચનમાં દ્રષ્ટિ નિશ્ચલ રાખવી પડે છે. તે છરાની સમાન એક ધારાવાળી છે. આ પ્રવચન અનુસાર ચાલવું તે લોખંડના ચણા ચાવવા સમાન છે. તે રેતીના કવલની સમાન સ્વાદ રહીત છે. વિષય સુખથી રહિત છે. તેનું પાલન કરવું તે ગંગા નામની * Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005056
Book TitleAgam Deep Agam 06 to 13 Gujarati Anuvaad Part 3
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy