________________
નાયાધમ કહાઓ - ૧-૮૯૦ વિજય શબ્દોથી વધાવ્યા. વધાવીને તે ઉપહાર રાજાની સામે રાખીને શંખ રાજાને આ પ્રમાણે નિવેદન કર્યું.- હે સ્વામિન્ ! રાજા કુંભના દ્વારા મિથિલા નગરીથી નિકાસિતું કરેલ અમો અહીં આવ્યા છીએ. હે સ્વામિનું! અમે આપની ભૂજાઓની છાયાને ગ્રહણ કરીને સુખપૂર્વક નિવાસ કરવા ઇચ્છીએ છીએ.” ત્યારે કાશીરાજ શંખે તે સુવર્ણકારોને કહ્યું- દેવાનુપ્રિયો ! કુંભ રાજાએ તમને દેશનિકાલની આજ્ઞા કેમ આપી ?' ત્યારે સુવર્ણ કારોએ શંખ રાજાને સર્વવાન કહી ત્યાર પછી શંખ રાજાએ સુવર્ણકારોને કહ્યું : દેવાનુપ્રિયો! કુંભ રાજાની પુત્રી અને પ્રભાવતીની આત્મજા મલ્લી વિદેહરાજાની શ્રેષ્ઠ કન્યા કેવી છે ?” ત્યારે સુવર્ણકારોએ શંખ રાજાને કહ્યું- “સ્વામિનું! જેવી વિદેહરાજની શ્રેષ્ઠ કન્યા મલ્લી છે તેવી દેવ કન્યા કે ગંધર્વ કન્યા પણ ન હોય.” ત્યાર પછી શંખ રાજાએ દૂતને બોલાવ્યો ઇત્યાદિ બધો વૃત્તાન્ત પહેલાની જેમ જાણવો.
[૧] તે કાળ અને તે સમયમાં કુરુ નામક જનપદ હતું. તેમાં હસ્તીનાપુર નામક નગર હતું, અદનશત્રુ રાજા હતો, યાવતું તે સુખ પૂર્વક વિચારતો હતો. તે મિથિલા નગરીમાં કુંભ રાજાનો પુત્ર અને પ્રભાવતી દેવીનો આત્મજ અને મલ્લી કુમારીનો અનુજ મલ્લદિન કુમાર યાવતું યુવરાજ હતો. તે સમયે એકવાર મલ્લદિન કુમારે કૌટુમ્બિક પુરુષોને બોલાવ્યા. બોલાવીને આ પ્રમાણે કહ્યું- 'તમે જાઓ અને મારા પ્રમાદ વન માં એક મોટી ચિત્ર સભાનું નિમણિ કરો, જે અનેક સ્તંભોથી યુક્ત હોય ઈત્યાદિ ત્યાર પછી મલ્લદિન કુમારે ચિત્રકારોની શ્રેણીને બોલાવી. બોલાવીને આ પ્રમાણે કહ્યું - દેવાનું પ્રિયો! તમે લોકો ચિત્ર સભાને હાવ, ભાવ, વિલાસ અને વિમ્બીક યુક્ત ચિત્રોથી ચિત્રિત કરો. ઘરે જઈને તેઓએ પીંછી અને રંગ લીધો. લઈને જ્યાં ચિત્રસભા હતી, ત્યાં આવ્યા. આવીને ચિત્રસભામાં પ્રવેશ કર્યો. પ્રવેશ કરીને ભૂમિના વિભાગોનું વિભાજન કર્યું. વિભાજન કરીને પોત પોતાની ભૂમિને સજ્જિત કરી. ચિત્રને યોગ્ય બનાવી. સજ્જિત કરીને ચિત્ર સભામાં હાવ-ભાવ આદિથી યુક્ત ચિત્ર અંકિત કરવામાં લાગી ગયા.
તે ચિત્રકારોમાંથી એક ચિત્રકારને એવી ચિત્રકળાલબ્ધિ પ્રાપ્ત થઈ હતી અને વારંવાર ઉપયોગમાં આવી હતી કે જે કોઈ દ્વિપદ, ચતુષ્પદ અથવા અપદનું એક અવયવ પણ જોઈ લે તો તે અવયવના આધારે તેનું આખું ચિત્ર બનાવી શકે. તે સમયે એકવાર એક ચિત્રકાર દારકે યવનિકાની ઓટમાં રહેલ મલ્લી કુમારીના પગનો અંગુઠો જાળી માંથી જોયો. ત્યાર પછી તે ચિત્રકારદારકને એવો વિચાર આવ્યો. યાવતુ તેનું આબેહૂબ યાવતું ગુણયુક્ત સુંદર ચિત્ર બનાવવું ઉચિત છે. તેણે તેવો વિચાર કર્યો વિચાર કરીને ભૂમિના પગના અંગુઠાનું અનુસરણ કરીને યાવત્ ચિત્ર બનાવ્યું. ત્યાર પછી ચિત્રકા રોની તે મંડલીએ ચિત્રભાસાને યાવતુ હાવ-ભાવ આદિથી ચિત્રિત કરી. ચિત્રિત કરીને
જ્યાં મલ્લદિન કુમાર હતો, ત્યાં ગઈ. ત્યાર પછી મલ્લદિન કુમારે ચિત્રકારોની મંડલી નો સત્કાર સન્માન કર્યું.સત્કાર સન્માન કરીને જીવિકાનેયોગ્ય વિપુલ પ્રીતિદાન આપ્યું. આપીને વિદાય કર્યો. ત્યાર પછી સમયે મલ્લદિન કુમાર સ્નાન કરીને વસ્ત્રાભૂષણ ધારણ કરીને, અંતપુર તેમજ પરિવાર સહિત, ધાયમાતાને સાથે લઈને, જ્યાં ચિત્રસભા, હતી. ત્યાં આવ્યા. આવીને ચિત્રસભાની અંદર પ્રવેશ કર્યો પ્રવેશ કરીને હાવ, ભાવ, વિલાસ અને વિબ્લોક યુક્ત ચિત્રો જોતાં-જોતાં જ્યાં વિદેહની શ્રેષ્ઠ રાજકન્યા મલ્લીનું તેના અનુરુપ ચિત્ર હતું, ત્યાં આવવાને માટે તૈયાર થયા. ત્યારે મલ્લદિન કુમારે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org