________________
શ્રુતસ્કંધ-૧, અધ્યયન-૮ વિદેહની ઉત્તમ રાજકુમારી મલ્લીનું, તેનું અનુરુપ ચિત્ર બનાવેલ જોયું જોઈને તેને આ પ્રમાણે વિચાર ઉત્પન્ન થયો; - “અરે આ તો વિદેહની શ્રેષ્ઠ રાજકુમારી મલ્લી છો' તે વિચાર આવતાં જ તે લજ્જિત થયો, પ્રીડિત થઈ ગયો. અને વ્યર્દિત થઈ ગયો. તેથી તે ધીરે ધીરે ત્યાંથી હટી ગયો. ત્યાર પછી હટતા થકા મલ્લદિનને જોઇને ધાય માતાએ કહ્યું - હે પુત્ર ! તમે લજ્જિત, દ્રીપડિત અને વ્યર્દિત થઇને ધીમે ધીમે કેમ હટ્યા? ત્યારે મલ્લદિને ધાય માતાને આ પ્રમાણે કહ્યું- “માતા ! મારી ગુરુ અને દેવતા સમાન મોટી હેનની કે જેનાથી મારે લજ્જિત થવું જોઇએ, સામે, ચિત્રકારોએ બનાવેલ આ સભામાં પ્રવેશ કરવો શું યોગ્ય છે?” ત્યારે ધાય માતાએ મલ્લદિન કુમારને આ પ્રમાણે કહ્યું - હે પુત્ર! નિશ્ચયથી તે સાક્ષાત્ મલ્લી નથી, પરંતુ તે વિદેહની ઉત્તમ કુમારી મલ્લી ચિત્રકારે તેના અનુરુપ ચિત્રિત કરી છે. ત્યારે મલ્લદિન કુમાર ધાય માતાના તે અર્થને સાંભ ળીને અને હૃદયમાં ધારણ કરીને એકદમ ક્રોધિત થયો અને બોલ્યો - "કોણ છે તે ચિત્રકાર કે જે મોતની ઈચ્છા કરે છે, યાવતુ લજ્જા બુદ્ધિ આદિથી રહિત છે, જેણે ગુરુ અને દેવતાની સમાન મારી જ્યેષ્ઠ બહેનનું કાવતુ ચિત્રક બનાવેલ છે ? આ પ્રમાણે કહીને તેણે ચિત્રકારને વધની આજ્ઞા આપી દીધી.
ત્યાર પછી ચિત્રકારોની તે શ્રેણી આ વૃત્તાન્ત ને સાંભળી અને સમજીને જ્યાં મલ્લદિન કુમાર હતો, ત્યાં આવી. આવીને બંને હાથ જોડીને વાવતું મસ્તક પર અંજલિ કરીને કુમારને વધાવ્યો. વધાવીને આ પ્રમાણે કહ્યું- સ્વામિનું! નિશ્ચયથી તે ચિત્રકારને આ પ્રકારની ચિત્રકારલબ્ધિ લબ્ધ થઈ, પ્રાપ્ત થઈ અને અભ્યાસમાં આવી છે તેથી હે સ્વામિ ! આપ તે ચિત્રકારને વધની આજ્ઞા ન આપો. હે સ્વામિનું! આપ તે ચિત્રકારને બીજો કોઈ દંડ આપ્યો. ત્યાર પછી મલ્લદિન કુમારે તે ચિત્રકારને સંડાસકનો છેદ કરાવી દીધો અને તેને દેશનિકાલની આજ્ઞા આપી. ત્યાર પછી મલ્લદિન દ્વારા દેશનિ કાલની આજ્ઞા પામેલ તે ચિત્રકાર પોતાના ભાંડ, પાત્ર અને ઉપકરણ આદિ લઈને મિથિ લા નગરીથી નીકળ્યો. વિદેહની શ્રેષ્ઠ રાજકુમારી મલ્લીના પગના અંગૂઠાના અનુસાર તેનું સમગ્ર રૂપ ચિત્રિત કર્યું. ચિત્રિત કરીને તે ચિત્રફલક પોતાની કાંખમાં દબાવી લીધું. પછી મહાન અર્થવાળો યાવતું ઉપહાર ગ્રહણ કર્યો. ગ્રહણ કરીને હસ્તિનાપુર નગરની મધ્યમાં થઈને અદીનશત્રુ રાજાની પાસે આવ્યો. આવીને તેને બંને હાથ જોડીને વધાવ્યા. વધાવીને ઉપહાર તેની સામે મૂક્યો. પછી ચિત્રકારે કહ્યું- “સ્વામિનું! મિથિલા રાજધાની માં કુંભ રાજાના પુત્ર અને પ્રભાવતી દેવીના આત્મજ મલ્લદિન કુમારે મને દેશકાલની આજ્ઞા આપી છે. તે કારણે હું અહીં આવ્યો છું. હે સ્વામિનું આપની બાહુઓની છાયાને પરિગૃહીત કરીને યાવત્ હું અહીં રહેવા ઈચ્છું છું.’
ત્યાર પછી અદીનશત્રુ રાજાએ ચિત્રકાર પુત્રને કહ્યું - હે દેવાનુપ્રિય! મલ્લદિન કુમારે ક્યા કારણે તમને દેશ નિકાલની આજ્ઞા આપી છે ?' ત્યાર પછી ચિત્રકાર પુત્રે અદીનશત્રુ રાજાને સર્વવાત કહી. ત્યાર પછી અદીનશત્રુ રાજાએ તે ચિત્રકારને આ પ્રમાણે કહ્યું- દેવાનુપ્રિય ! તમે મલ્લી કુમારીનું અનુરુપ ચિત્ર કેવું બનાવ્યું હતું?” ત્યારે ચિત્રકારે પોતાની કાંખમાંથી ચિત્રફલક કાર્યું. કાઢીને અદીનશત્રુ રાજાની પાસે રાખ્યું રાખીને કહ્યું- હે સ્વામિનું ! વિદેહરાજાની શ્રેષ્ઠ કન્યા મલ્લીનું અનુરૂપ આ ચિત્ર મેં કંઈક આકાર, ભાવ અને પ્રતિ બિમ્બના રૂપમાં ચિત્રિત કરેલ છે. વિદેહરાજની શ્રેષ્ઠ કુમારી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org