________________
૮
શ્રતઅંધ-૧, અધ્યયન-૮ થયો. ચતુ રંગી સેના, મોટા મોટા યોદ્ધાઓ અને અંતપુરના પરિવારથી પરિવત થઇને. સુબાહુ કુમારીને આગળ કરીને, જ્યાં રાજમાર્ગ હતો, જ્યાં પુષ્પમંડપ હતો ત્યાં આવ્યા. આવીને હાથીના સ્કંધ ઉપરથી નીચે ઉતરીને પુષ્પમંડપમાં પ્રવેશ કર્યો. પૂર્વ દિશા તરફ મુખ કરીને ઉત્તમ સિંહાસન ઉપર આસીન થયા.
ત્યાર પછી અંતઃપુરની સ્ત્રીઓએ સુબાહુ કુમારીને તે પાટ પર બેસાડીને સોના ચાંદીના કળશોથી તેને સ્નાન કરાવ્યું. સ્નાન કરાવીને બધા અલંકારોથી વિભૂષિત કરી. પછી પિતાના ચરણોમાં પ્રણામ કરવાને માટે લઈ ગયા. તે સમયે સુબાહુ કુમારી રુકિમ રાજાની પાસે આવી. આવીને તેને પિતાના ચરણોનો સ્પર્શ કર્યો. રુકિમ રાજાએ સુબાહુ કુમારીને પોતાની ગોદમાં બેસાડી લીધી. બેસાડીને સુબાહુ કુમારીના રૂપ યૌવન અને લાવણ્ય જોઇને તે વિસ્મય પામ્યો, વિસ્મિત થઇને તેણે વર્ષધરને બોલાવ્યો બોલાવીને આ પ્રમાણે કહ્યું- હે દેવાનુપ્રિય ! તમે મારા દૌત્યકાથી ઘણા ગ્રામો, આકરો, નગરો અને ગૃહોમાં પ્રવેશ કરો છો, તો તમે ક્યાંય પણ કોઈ રાજા યા ઇશ્વરને ત્યાં પહેલાં આવો સ્નાન મહોત્સવ જોયો છે. ત્યાર પછી વર્ષધરે રુકિમ રાજાને હાથ જોડીને આ પ્રમાણે કહ્યું - હે સ્વામિન્ ! એકવાર હું આપના દૂતના રૂપમાં મિથિલા ગયો હતો. મેં ત્યાં કુંભ રાજાની પુત્રી અને પ્રભાવતી દેવીની આત્મા વિદેહરાજની ઉત્તમ કન્યા મલ્લીનો સ્નાનમ હોત્સવ જોયો હતો. સુબાહુ કુમારીનો આ મહોત્સવ તે સ્નાન મહોત્સવના લાખમાં અંશોના પણ નથી આવી શકતો. વર્ષધર પાસેથી તે આ વાત સાંભળીને અને હૃદયમાં ધારણ કરીને રુકિમ રાજાએ દૂતને બોલાવ્યો. શેષ સર્વ વૃત્તાન્ત પહેલાની જેમ સમજવું.
[] તે કાળ અને તે સમયમાં કાશી નામક જનપદ હતું. જનપદમાં વાણારસી નામની નગરી હતી. તેમાં કાશીરાજ શંખ નામક રાજા હતા. કોઈ સમયે વિદેહરાજની ઉત્તમ કન્યા મલ્લીનાં તે દિવ્ય કુંડલયુગની જોડ ખુલી ગઈ. ત્યારે કુંભરાજાએ સુવર્ણ કારોની શ્રેણીને બોલાવી અને કહ્યું - ‘દેવાનુપ્રિયો ! આ દિવ્ય કુંડલ યુગલની જોડને સાંધી આપો. ત્યાર પછી સુવર્ણકારોની શ્રેણીઓ તથાઠીક છે' ઘણા ઉપાયોથી તે કંડલ યુગલને પરિણત કરતા થકા તેની જોડ સાંધવા પ્રયત્નો કર્યો પરંતુ તેને સાંધવામાં સમર્થ ન થયા. ત્યાર પછી તે સુવર્ણકારશ્રેણી, કુંભ રાજાની પાસે આવી. આવીને બંને હાથ જોડીને અને જય-વિજય શબ્દથી વધાવીને આ પ્રમાણે કહ્યું- “સ્વામિન્ ! ઘણા ઉપાયો કર્યો, પરંતુ તે સંધિને જોડવા માટે શક્તિમાન ન થયા. તેથી હે સ્વામિનુ ! અમે તે દિવ્ય કુંડલ યુગલ સમાન બીજા કુંડલ યુગલ બનાવી દઈએ.” સુવર્ણકારોનું કથન સાંભળીને અને યમાં ધારણ કરીને કુમ્ભરાજા કુદ્ધ થયો. લલાટમાં ત્રણ સલવટ નાખીને આ પ્રમાણે બોલ્યા - “તમે કેવા સોની છો કે આ કુંડલ યુગલની જોડ પણ સાંધી ન શક્યા? આમ કહીને તેમને દેશ નિવાર્સનની આજ્ઞા આપી.
ત્યાર પછી કુંભ રાજા દ્વારા દેશ નિકાલની આજ્ઞા પામેલા તે સુવર્ણકારો પોતાના ઘરે આવ્યા. આવીને પોતાના ભાંડ, પાત્ર અને ઉપકરણ આદિ લઈને મિથિલા નગરીની વચ્ચોવચ થઈને નીકળ્યા. નીકળીને વિદેહ જનપદની મધ્યમાં થઈને જ્યાં કાશી જનપદ અને જ્યાં વાણારસી નગરી હતી, ત્યાં આવ્યા. ત્યાં આવીને અગ્ર ઉદ્યાનમાં ગાડી-ગાડી છોડ્યા. છોડીને મહાનું અર્થવાળી યાવતુ ઉપહાર લઈને, વાણારસી નગરીની વચ્ચોવચ થઈને જ્યાં કાશીરાજ શંખ હતા, ત્યાં આવ્યા. આવીને બંને હાથ જોડીને યાવતું જય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org