________________
૨૩૦
અંતગડ દસાઓ - દા૩/ર૭ વચનોથી યાવત્ વિશિષ્ટ વચનોથી સમજાવવામાં સમર્થ થયા નહીં ત્યારે બોલ્યા હે દેવાનુપ્રિય ! જેમ તમને સુખ ઊપજે તેમ કરો. ત્યાર પછી સુદર્શન શેઠે માતા પિતાની આજ્ઞા મેળવીને સ્નાન કર્યું. શુદ્ધ વસ્ત્રોને ધારણ કર્યા. યાવતુ અનેક પ્રકારના આભૂષણોથી શરીરને અલંકૃત કરીને પોતાના ઘરેથી નીકળ્યા. ઘેરથી નીકળીને પગપાળા મુદગરપાણિ યક્ષના મંદિરની પાસે, જ્યાં ગુણશિલક ઉદ્યાન હતું. જ્યાં શ્રમણ ભગવાન મહાવીર સ્વામી હતા, ત્યાં જવા માટે પ્રસ્થાન ક્યું.
ત્યાર પછી તે મુદગરપાણિ યક્ષ શ્રમણોપાસક સુદર્શનને, અતિ દૂરથી પણ નહિ અને અતિ નજીકથી પણ નહીં એ પ્રમાણે, આવી રહ્યો જોઈને અતિશય ક્રોધાયમાન થયો, રોષવાળો થયો, અતિશય કોપથી ભીષણ બન્યો. ક્રોધની જ્વાલાઓથી જલતા અથવા દાંત કચકચાવતાં તેણે હજાર પલનો બનેલ લોઢાનાં મુદ્દગરને ઉછાળ્યો. ઉછાળીને જ્યાં શ્રમણોપાસક સુદર્શન શેઠ હતા ત્યાં જવાનો નિશ્ચય કર્યો. સુદર્શન શેઠ મુદગરપાણિ યક્ષને પોતાની તરફ આવતો જુએ છે. તેને જોઈને તે જરાય ભયભીત થયા નહી. તે ભયરહિત, ત્રાસરહિત, ઉદ્વિગ્નતા રહિત, ક્ષોભરહિત, સ્થિર, અસંભ્રાન્ત રહ્યા ને વસ્ત્રના અગ્રભાગથી ભૂમિને શુદ્ધ કરે છે અને બંને હાથ જોડી આ પ્રમાણે બોલે છે. અરિહંત યાવતું મોક્ષને પ્રાપ્ત થયેલા ભગવાનને તેમજ મોક્ષને પ્રાપ્ત કરવાની ઈચ્છા રાખનાર શ્રમણ ભગવાન મહાવીર સ્વામીને નમસ્કાર હો. મેં પહેલાં શ્રમણ ભગવાન મહાવીર સ્વામી પાસે જીવનપર્યન્તને માટે સ્થૂલ પ્રાણાતિપાત, યાવત્ અપરિગ્રહ અણુવ્રત ગ્રહણ કરેલ છે તેથી આજે પણ તેમની જ સાક્ષીથી સવવિધ પ્રાણાતિપાત, યાવતુ પરિગ્રહનો જીવનપર્યન્ત ત્યાગ કરું છું. તેમજ યાવતજીવન સર્વ પ્રકારના ક્રોધનો યાવતું મિથ્યાદર્શન શલ્યનો ત્યાગ કરું છું. તેમજ જીવપર્યન્ત ચારે પ્રકારના આહારનો પણ ત્યાગ કરું છું. જો હું આ ઉપસર્ગથી મુક્ત થઈશ તો પારણું કરીશ અને જો આ ઉપસર્ગથી મુક્ત ન થાઉં તો જીવનપર્યન્ત મારી પ્રતિજ્ઞા રહેશે. આ પ્રમાણે કહીને સુદર્શન શેઠ સાગાર પ્રતિજ્ઞા ગ્રહણ કરે છે.
ત્યાર પછી તે મુદ્દગરપાણિ યક્ષ હજાર પલનું બનેલ લોહમય મુદ્દગરને ઉછાળતો ઉછાળતો જ્યાં શ્રમણોપાસક સુદર્શન શેઠ હતા ત્યાં આવે છે પરંતુ શ્રમણોપાસક સુદર્શન શેઠના તેજના કારણે તે આક્રમણ કરવામાં સમર્થ થઈ શક્યો નહી. ત્યારે શ્રમણો પાસક સુદર્શન શેઠની ચારેય બાજુએ ફરવા લાગ્યો.આક્રમણ કરી શક્યો નહિ. ત્યાર પછી તે શ્રમણોપાસક સુદર્શને અનિમેષ દ્રષ્ટિએ ઘણી વાર સુધી જીવે છે. જોઈને અર્જુન માળીના શરીરને છોડી દેય છે. પછી હજાર પલથી બનેલ લોઢાના મુદગરને લઈને જે દિશામાંથી આવ્યો હતો તે દિશામાં ચાલ્યો ગયો. ત્યાર પછી તે અર્જુન માળી મુદ્રગર પાણિ યક્ષથી મુક્ત થવા પર “ધ” અંગોથી ભૂમિતલ પર પડી ગયો. ત્યારે શ્રમણોપાસક સુદર્શન શેઠને જણાયું કે વિઘ્ન દૂર થઈ ગયું છે. એમ જાણી તે પોતાની પ્રતિજ્ઞાનું પારણું કરે છે.
અર્જુન માલી અંતર્મુહૂર્ત પછી-સ્વસ્થ થઈને ઊઠે છે અને ઊઠીને શ્રમણોપાસક સુદર્શનને આ પ્રમાણે કહે છે - હે દેવાનુપ્રિય! આપ કોણ છો? અને ક્યાં જઈ રહ્યા છો? ત્યારે શ્રમણોપાસક સુદર્શને અર્જુન માળીને આ પ્રમાણે કહ્યું- હે દેવાનું પ્રિય ! હું જીવ અને અજીવનો જ્ઞાતા શ્રમણોપાસક સુદર્શન છું અને ગુણશિલક ઉદ્યાનમાં ભગવાન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org