________________
વર્ગ-૬, અધ્યયન-૩
૨૨૯ પમાં હોત તો શું તે મને આવી આપત્તિમાં ફસાયેલ જોઈ શકત? તેથી એમ લાગે છે કે મુગરપાણિ યક્ષ અહીં વિદ્યમાન નથી. તેથી સ્પષ્ટ જ આ માત્ર લાકડું છે.
- ત્યાર પછી તે મુદ્દગરપાણિ યક્ષે અર્જુન માળીના આવા આત્મગત વિચારને યાવતુ જાણીને તેના શરીરમાં પ્રવેશ કર્યો. પ્રવેશ કરીને તડ તડ બંધનોને તોડી નાખે છે. હજાર પલથી બનાવેલ તે લોઢાના મુદગરને ગ્રહણ કરે છે. ગ્રહણ કરીને તે છ પુરુષો અને સાતમી સ્ત્રીને મારી નાખે છે. ત્યાર પછી મુદ્દગરપાણિ યક્ષના પ્રવેશથી પરવશ બનેલ અર્જુનમાળી પ્રતિદિન છ પુરુષો અને સાતમી સ્ત્રીને મારતો રાજ ગૃહ નગરની બહાર ચારે બાજુ ભટકવા લાગ્યો. રાજગૃહનગરનાં માર્ગ પર લોકો પરસ્પર કહેવા લાગ્યો - હે ભદ્રપુરુષો ! અર્જુનમાળીમાં મુદ્દગરપાણિ યક્ષનો પ્રવેશ થયો છે. તે રાજગૃહ નગરની બહાર છ પુરુષો અને એક સ્ત્રી એમ સાત જીવોને મારતો ફરી રહ્યો છે. ત્યાર પછી શ્રેણીક રાજાને આ વાતની જાણ થાય છે. તેથી તે રાજસેવકોને બોલાવે છે. બોલાવીને આ પ્રમાણે કહે છે: - હે ભદ્રપુરુષો ! અર્જુનમાળી યાવતુ પ્રતિદિન સાત મનુષ્યોને માર તો ભ્રમણ કરી રહ્યો છે. તેથી લાકડી, તૃણ, પાણી, ફૂલ તેમજ ફળો લેવા માટે તમારા માંથી કોઈએ સ્વેચ્છાએ બહાર જવાનું નથી. બહાર જવાથી તમારા શરીરની હાનિ ન થઈ જાય. આ પ્રમાણે કહીને બેવાર ત્રણવાર ઘોષણા કરીને જલદી મને તેની સૂચના આપો.
રાજગૃહ નગરમાં સુદર્શન નામના શેઠ રહેતા હતા. તે ઘણાં સમ્પન્ન, તેજસ્વી અને અજેય હતા. તે સુદર્શન શેઠ શ્રમણોપાસક હતા. તેમજ જીવ અને અજીવના જ્ઞાતા પણ હતા. તે શ્રાવકધર્મની મયદાનું પાલન કરતા રહેતા હતા. તે કાળે અને તે સમયે શ્રિમણ ભગવાન મહાવીર તે નગરમાં પધાર્યા. ગુણશિલક નામના ઉદ્યાનમાં વિહરવા લાગ્યા.નગરની બહાર ઉદ્યાનમાં શ્રમણ ભગવાન મહાવીર સ્વામી પધાર્યા છે. જેના નામ ગોત્રનું શ્રવણ કરવાથી પણ મહાફળની પ્રાપ્તિ થાય છે, તો તેના દર્શન કરવાથી તેમજ તેના દ્વારા પ્રરૂપિત ધર્મનો વિપુલ અર્થ ગ્રહણ કરવાથી જે લાભ થાય તેનું તો પૂછવું જ શું? આ પ્રમાણે અનેક પુરુષોની પાસેથી ભગવાનના આગમનનો વૃત્તાન્ત સાંભળીને અને હૃદયમાં ધારણ કરીને તે સુદર્શન શેઠના મનમાં આધ્યાત્મિક ચિન્તન મનોગત તેમજ પ્રાર્થિતરૂપ સંકલ્પ ઉત્પન્ન થયો કે હું જાઉં અને શ્રમણ ભગવાન મહાવીર સ્વામીને વંદન-નમસ્કાર કરું. તે આ પ્રમાણે વિચાર કરે છે. વિચાર કરીને જ્યાં માતા-પિતા હતા ત્યાં જાય છે. ત્યાં જઈને બે હાથ જોડીને યાવતુ આ પ્રમાણે કહેવા લાગ્યા - શ્રમણ ભગવાન મહાવીર સ્વામી પધાર્યા છે, તેથી શ્રમણ ભગવાન મહાવીર સ્વામીને વંદન-નમસ્કાર યાવતુ પર્યાપાસના કરવા માટે હું જાઉં છું.
ત્યારે સુદર્શન શેઠને તેના માતા-પિતાએ આ પ્રમાણે કહ્યું- હે પુત્ર ! અર્જુનમાળી યાવતુ લોકોની ઘાત કરતો ફરી રહ્યો છે. તેથી હે પુત્ર ! તમે જો ત્યાં જાશો તો તમારા શરીરને આપત્તિ થશે. તેથી તમે અહીંયા બેસીને જ શ્રમણ ભગવાન મહાવીર સ્વામીને વિંદના-નમસ્કાર કરી લ્યો. માતા-પિતાનો ઉત્તર સાંભળી સુદર્શન શેઠે માતાપિતાને આ પ્રમાણે કહ્યું- હે માતા-પિતા ! અહિંયા પધારેલ આ નગરમાં બિરાજમાન થયેલ અહીંયા સમવસૃત સ્વામીને શું હું અહીંયા ઘરમાં બેઠા બેઠા જ વંદન કરું? નમસ્કાર કરું? આપની આજ્ઞા પ્રાપ્ત થવા પર હું ત્યાં જઈને જ ભગવાન મહાવીર સ્વામીને વંદન કરીશ. યાવતુ તેમની પપાસના કરીશ. ત્યાર પછી માતા-પિતા જ્યારે તે સુદર્શન શેઠને અનેક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org