________________
સુતસ્કંધ-૧, અધ્યયન-૮ ચલાયમાન કરવામાં સમર્થ ન થયો ત્યારે તે ઉપશાન્ત થઈ ગયો, યાવતુ મનમાં ખેદને પ્રાપ્ત થયો. પછી તેણે તે પોતવાહનને ધીરે-ધીરે ઉતારીને જલની ઉપર રાખ્યું. પિશા ચના દિવ્ય રૂપનું સંહરણ કર્યું અને દિવ્ય દેવના રૂપની વિક્રિયા કરી. અધર સ્થિર થઈને ઘુઘરાની છમછમ ધ્વનિથી યુક્ત વસ્ત્રાભૂષણ ધારણ કરીને અહંન્નક શ્રમણોપાસક ને આ પ્રમાણે કહ્યું:
હે અહંનક! તને ધન્ય છે. હે દેવાનુપ્રિય ! તારું જીવન સફલ છે કે જેને નિગ્રન્થ પ્રવચનમાં આ પ્રમાણેની પ્રતિપત્તિ પ્રાપ્ત થઈ છે અને આચરણમાં લાવવાના કારણે સમ્યક્ પ્રકારથી સન્મુખ આવી છે. હે દેવાનુપ્રિય ! દેવોના ઇન્દ્ર અને દેવોના રાજા શકે સૌધર્મકલ્પમાં, સૌધમસિભામાં ઘણાં દેવોની મધ્યમાં સ્થિત થઇને મહાન શબ્દો થી આ પ્રમાણે કહ્યું - 'નિઃસંદેશ જેબૂદીપ નામના દ્વીપમાં, ભરત ક્ષેત્રમાં, ચંપા નગરીમાં અહંન્નક નામનો શ્રમણોપાસક જીવ અજીવ આદિ તત્વોનો જ્ઞાતા છે. તેને નિશ્ચયથી કોઈ દેવ યા દાનવ નિગ્રંથ પ્રવચનથી ચલાયમાન કરવામાં યાવતું સખ્ય કત્વથી ચુત કરવામાં સમર્થ નથી.” ત્યારે હે દેવાનુપ્રિય! દેવેંદ્ર શકની આ વાતપર મને શ્રદ્ધા ન થઇ. તે વાત મને ગમી નહિ. ત્યારે મને આ પ્રકારનો વિચાર ઉત્પન્ન થયો - હું જાઉં અને અહંન્નકને ધર્મ પ્રિય છે કે ધર્મ પ્રિય નથી? તે દ્રઢ ધર્મ છે કે દ્રઢ ધર્મી નથી? તે શીલવ્રત. અને ગુણવ્રત આદિથી ચલાયમાન થાય છે યાવતુ તેનો પરિત્યાગ કરે છે અથવા નથી કરતો ? અવધિજ્ઞાનનો પ્રયોગ કર્યો. મેં જાણ્યું-જાણીને ઇશાન ખુણામાં જઈને વૈક્રિય સમુદ્યાત કર્યો. ત્યાર પછી ઉત્કૃષ્ટ યાવતું શીધ્ર ગતિથી જ્યાં લવણ સમુદ્ર હતો જ્યાં દેવાનુપ્રિય [તમે હતા, ત્યાં આવ્યો. આવીને મેં ઉપસર્ગ કર્યો. પરંતુ દેવાનુપ્રિય ભય ભીત ન થયા, ત્રાસને પ્રાપ્ત ન થયા. મેં જોયું કે દેવાનુપ્રિયને ઋદ્ધિ ગુણ રૂપ સમૃદ્ધિ યુતિ તેજસ્વિતા, યશ, શારીરિક બલ યાવતુ પરાક્રમ લબ્ધ થયો છે. પ્રાપ્ત થયો છે અને તેનું સારી રીતે સેવન કરેલ છે. તો હે દેવાનુપ્રિય ! આપને નમાવું છું. આપ ક્ષમા કરો. હે દેવાનુપ્રિય! પુનઃ પુનઃ હું એવું નહિ કરું.’ આ પ્રમાણે કહીને બંને હાથ જોડીને દેવ અન્ન કના પગમાં પડી ગયો અને આ ઘટનાને માટે વારંવાર ક્ષમાયાચના કરવા લાગ્યો, ક્ષમા યાચના કરીને અહંન્નકને બે કુંડલયુગલ ભેટ કર્યો. ભેટ કરીને જે દિશાથી પ્રગટ થયો હતો તે દિશામાં પાછો ગયો.
[૮૮) ત્યાર પછી અહંન્નકે ઉપસર્ગ ટળી ગયો, એમ જાણીને પ્રતિમા પાળી. ત્યાર પછી તે અહિનક આદિ યાવતુ નૌકાવણિક દક્ષિણ દિશાના અનુકૂળ પવનના કારણે જ્યાં ગંભીર નામક પોતપટ્ટન હતો ત્યાં આવ્યા, આવીને તે પોત નૌકાને રોકીને ગાડા-ગાડી તૈયાર કર્યા. તૈયાર કરીને તે ગણિમ, ધરિમ, મેય અને પારિચ્છેદ્ય ભાંડને ગાડા-ગાડીમાં ભય. જ્યાં મિથિલા નગરી હતી ત્યાં આવ્યા. આવીને મિથિલા નગરી ની બહાર ઉત્તમ ઉદ્યાનમાં ગાડા-ગાડી છોડયા. છોડીને તે મિથિલા નગરીમાં જવાને માટે તે મહાન અર્થવાળા મહામુલ્યવાળા, મહાન જનોને યોગ્ય વિપુલ અને રાજાને યોગ્ય ભેટ અને કુંડલની જોડી લીધી. લઈને મિથિલા નગરીમાં પ્રવેશ કર્યો. પ્રવેશ કરીને જ્યાં કુલ્મ રાજા હતો ત્યાં આવ્યો. આવીને બંને હાથ જોડીને મસ્તક પર અંજલી કરીને યાવતું તે મહાન અર્થવાળી ભેટ અને તે દિવ્ય કુંડલ યુગલ રાજાની પાસે લઈ ગયો યાવતુ રાજાની સામે રાખી દીધા. ત્યાર પછી કુંભ રાજાએ તે નૌકાવણિકોની તે ભેટ યાવતુ અંગીકાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org