________________
શ્રુતસ્કંધ-૧, અધ્યયન-૧૨
૧૧૫ સમજાવીને પુદ્ગલોના પરિણમન રૂપ, અર્થને અંગીકાર કરાવું. પહેલા કહેલ અનુસાર પાણીને સ્વાદિષ્ટ બનાવીને તૈયાર કરાવ્યું. આ પ્રમાણે હેસ્વામિન!આખાઈનું પાણી છે.”
ત્યાર પછી જિતશત્રુ રાજાએ સુબુદ્ધિ અમાત્યના કહેલા પૂર્વોક્ત અર્થ પર શ્રદ્ધા ન કરી, પ્રતીતિ ન કરી, રુચિ ન કરી. શ્રદ્ધા ન કરતા, પ્રતીતિ ન કરતા, રુચિ ન કરતા તેણે પોતાના આત્યંતર પરિષદુના પુરુષોને બોલાવ્યા. તેને બોલાવીને કહ્યું- દેવાનું પ્રિયો ! તમે જાઓ અને ખાઇના જલના રસ્તાવાળી કુંભારની દુકાનેથી નવા ઘડા લાવો અને પાણીને સ્વાદિષ્ટ સુંદર બનાવનાર દ્રવ્યોથી તે પાણીને સ્વાદિષ્ટ બનાવો, તે પુરુષોએ રાજાના કથનાનુસાર પૂર્વોક્ત વિધિથી પાણીને સ્વાદિષ્ટ કર્યું. સ્વાદિષ્ટ કરીને તેઓ જિતશત્રુની સમીપ લાવ્યા.” ત્યારે જિતશત્રુ રાજાએ તે ઉદારત્નને હથેળીમાં લઈને આસ્વાદન કરવા યોગ્ય યાવતુ બધી ઇન્દ્રિયોને અને ગાત્રને આલ્હાદકારી જાણીને સુબુદ્ધિ અમાત્યને બોલાવ્યો. બોલાવીને કહ્યું- હે સુબુદ્ધિ ! તમે આ સતું તથ્ય યાવતું સદ્ ભૂત ભાવોને ક્યાંથી જાણ્યા?' ત્યારે સુબુદ્ધિ અમાત્યે જિતશત્રુ રાજાને કહ્યું-“સ્વામિનું ! મેં સતુ યાવતું ભાવો જિનેશ્વર ભગવાનના વચનોવડે જાણ્યા.”
ત્યાર પછી જિતશત્રુ રાજાએ સુબુદ્ધિને કહ્યું, ‘દેવાનુપ્રિય ! તો હું તમારી પાસેથી જિનવચન સાંભળવા ઈચ્છું છું.” ત્યારે સુબુદ્ધિ મંત્રીએ જિતશત્રુ રાજાને કેવળી ભાષિત ચાતુર્યામ રૂપ અદ્દભુત ધર્મ કહ્યો. જે કારણે જીવ કર્મ બંધન કરે છે. યાવતુ પાંચ અણુવ્રત છે. ઇત્યાદિ ધર્મનું કથન કર્યું. ત્યાર પછી જિતશત્રુ રાજાએ સુબુદ્ધિ અમાત્ય પાસેથી ધર્મ સાંભળીને અને મનમાં ધારણ કરીને હર્ષિત અને સંતુષ્ટ થઈને સુબુદ્ધિ અમાત્યને કહ્યુંદેવાનુપ્રિય! હું નિગ્રંથ પ્રવચન ઉપર શ્રદ્ધા કરું છું, જેમ તમે કહો તે તેમ જ છે. તેથી હું તમારી પાસે પાંચ અણુવ્રત અને સાત શિક્ષાવ્રતોને ગ્રહણ કરીને વિચારવા માંગું છું! હે દેવાનુપ્રિય ! જેમ તમને સુખ ઉપજે તેમ કરી, તેમાં પ્રતિબંધ ન કરો. ત્યાર પછી જિતશત્રુ રાજાએ સુબુદ્ધિ અમાત્ય પાસેથી પાંચ અણુવ્રત યાવતુ બારવ્રત યુક્ત શ્રાવક ધર્મને અંગીકાર થઈ ગયો. જીવ અજીવનો જ્ઞાતા થઇ ગયો, યાવતુ નિગ્રંથ સાધુ-સાધ્વીઓને આહાર આદિનો પ્રતિલાભ દેતો રહેવા લાગ્યો.
તે કાળ અને તે સમયમાં જ્યાં ચંપા નગરી અને પૂર્ણભદ્ર ચૈત્ય હતું. ત્યાં સ્થવિરો પધાર્યા. જિતશત્રુ રાજા અને સુબુદ્ધિ અમાત્ય તેમને વંદના કરવા માટે નીકળ્યા. સુબુ દ્ધિએ ધમપદેશ સાંભળીને નિવેદન કર્યું.) હું જિતશત્રુ રાજાને પૂછીને તેમની આજ્ઞા લઈને પછી પ્રવ્રજ્યા અંગીકાર કરીશ. ત્યારે સ્થવિર મુનિએ કહ્યું “દેવાનુપ્રિય ! જેમ સુખ ઉપજે તેમ કરો. ત્યાર પછી સુબુદ્ધિ અમાત્ય જિતશત્રુ રાજા પાસે આવ્યો અને બોલ્યો
સ્વામિનુ! મેં સ્થવિર મુનિઓ પાસેથી ધર્મોપદેશ શ્રવણ કરેલ છે. અને તે ધર્મની મેં પુનઃ પુનઃ ઈચ્છા કરી છે. આ કારણે તે સ્વામીનું! સંસારના ભયથી ઉદ્વિગ્ન થયો છું. તથા જન્મ મરણથી ભયભીત થયો છું. યાવતુ આપની આજ્ઞા મેળવીને યાવતું પ્રવ્રજ્યા અંગી કાર કરવા ઈચ્છા છું.' ત્યારે જિતશત્રુ રાજાએ સુબુદ્ધિ અમાત્યને આ પ્રમાણે કહ્યું- ‘દેવાનુ પ્રિયો ! અત્યારે તો થોડા વર્ષો સુધી યાવતું ભોગ ભોગવતા થકા રહો. ત્યાર પછી આપણે બંને એક સાથે સ્થવિર મુનિઓની પાસે મુડિત થઈને પ્રવ્રજ્યા અંગીકાર કરશું.' ત્યારે સુબુદ્ધિ અમાત્ય જિતશત્રુ રાજાનાં આ અર્થને સ્વીકાર લીધો. ત્યાર પછી સુબુદ્ધિ પ્રધાનની સાથે જિતશત્રુ રાજાને મનુષ્ય સંબંધી કામભોગ ભોગવતાં બાર વર્ષ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org