________________
શ્રુતસ્કંધન, અધ્યયન-૧૭
૧૬૧ વીણાઓ તથા વિચિત્ર વીણાઓથી તથા શ્રોત્રેન્દ્રિયને યોગ્ય બીજી અનેક વસ્તુઓથી ગાડા-ગાડી ભર્યા. શ્રોત્રેન્દ્રિયને પ્રિય વસ્તુઓ ભરીને ઘણી કૃષ્ણ વર્ણવાળી યાવતું શુકલ વર્ણવાળી કાષ્ટ કર્મ, ગ્રંથિમ તથા અન્ય ચક્ષ-ઈન્દ્રિયને યોગ્ય દ્રવ્ય ગાડી-ગાડીમાં ભર્યા.તેભરીનેઘણાકોષ્ઠપુટ તથા કેતકીપુટ આદિ યાવતુ અન્ય ઘણાં ધ્રાણેન્દ્રિયને યોગ્ય પદાર્થોથી ગાડા-ગાડી ભય. તે ભરીને ઘણાંજ ખાંડ, ગોળ, સાકર, મલેંડિકા, પુષ્પો ત્તર તથા પદ્મોતર આદિ અનેક જીલ્લા ઇન્દ્રિયને યોગ્ય દ્રવ્યો ગાડી-ગાડામાં ભર્યાં. તે ભરીને અનેક પ્રકારના કોયડક, કંબલરત્ન કંબલ, પ્રાવરણ, નવત, મલય, મસૂરક, શિલા પટ્ટક, યાવતુ હંસગર્ભ-તથા બીજા સ્પર્શેન્દ્રિય ને યોગ્ય દ્રવ્યો યાવતુ ગાડી ગાડામાં ભર્યા. ઉક્ત બધા દ્રવ્યો ભરીને તેમણે ગાડાગાડી જોડ્યા. જોડીને જ્યાં ગંભીર પોતપટ્ટન હતું, ત્યાં પહોંચ્યા. પહોંચીને તેમણે ગાડી-ગાડા ખોલ્યા. ખોલીને પોતવહન તૈયાર કર્યા. તૈયાર કરીને તે ઉત્કૃષ્ટ શબ્દ, સ્પર્શ, ગંધ, રસ અને રૂપના દ્રવ્ય તથા કાષ્ઠ, તૃણ, ચોખા લોટ, ગોરસ યાવતુ અન્ય ઘણા પોતવહન યોગ્ય પદાર્થો પોતવહનમાં ભય.
ઉપર્યુક્ત બધી વસ્તુઓ પોતવહનમાં ભરીને દક્ષિણ દિશાના અનુકૂલ પવનથી જ્યાં કાલિક દ્વીપ હતો, ત્યાં આવ્યા. આવીને લંગર નાખ્યું. લંગર નાખીને તે ઉત્કૃષ્ટ શબ્દ, સ્પર્શ, રસ, રૂપ, અને ગંધના પદાર્થોને નાની-નાની નૌકાઓ દ્વારા કાલિક દ્વીપમાં ઉતર્યા. ઉતારીને તે ઘોડા જ્યાં-જ્યાં બેસતા હતા, સૂતા હતા અને આળોટતા હતા, ત્યાં ત્યાં તે કૌટુમ્બિક પુરુષો તે વિણા, આદિ શ્રોત્રેન્દ્રિયને પ્રિય વાદ્ય વગાડતા રહ્યા અને તેની ચારે તરફ જાલ સ્થાપિત કરી દીધી. ઘણા પ્રકારના કૃષ્ણવર્ણવાળા યાવત્ શુકલવર્ણ વાળા કાષ્ઠ કર્મ યાવતુ સંઘાતિમ તથા અન્ય ઘણા પ્રકારના ચક્ષુઇન્દ્રિયને યોગ્ય પદાર્થો રાખી દીધા. ઘણા પ્રકારના કોષ્ઠપુટ યાવતુ બીજા ધ્રાણેન્દ્રિયને પ્રિય પદાર્થોનો પંજ અને નિકર કરી દીધો. ગોળના યાવતું અન્ય ઘણા રસેન્દ્રિયને યોગ્ય પદાથના પંજ અને નિકર કરી દીધા. કરીને તે સ્થાન પર ખાડા ખોદયા. ખાડા ખોદીને તેમાં ગોળનું પાણી, ખાંડનું પાણી, પોરનું પાણી તથા અન્ય અનેક પ્રકારનું પાણી ભરી દીધું. કોયલક યાવતુ શિલાપટ્ટક તથા અન્ય સ્પર્શેન્દ્રિયને યોગ્ય આસ્તરણ-પ્રત્યાસ્તરણ રાખી દીધાં. રાખીને, તેની પાસે ચારે તરફ નિશ્ચલ, નિષ્પદ અને મૂક થઈ રહ્યા.
ત્યાર પછી તે ઘોડાઓ ત્યાં આવ્યા, જ્યાં ઉત્કૃષ્ટ શબ્દ, સ્પર્શ, રસ, રૂપ અને ગંધના દ્રવ્યો રાખ્યા હતાં. ત્યાં આવીને તેમાંથી કોઈ-કોઈ ઘોડા “આ શબ્દ, આદિ અપૂર્વ છે એમ વિચાર કરીને તેમાં આસક્ત ન થતાં દૂર-દૂર ચાલ્યા ગયા. તે ઘોડાઓ ત્યાં જઈને ઘણા જ ગોચર પ્રાપ્ત કરીને તથા પ્રચૂર ઘાસ પાણી પ્રાપ્ત કરીને નિર્ભય થયા, ઉદ્વેગ રહિત થયા અને સુખ-સુખે વિચરવા લાગ્યા. આ પ્રમાણે હે આયુષ્યનું શ્રમણો ! અમારા જે સાધુ અથવા સાધ્વી શબ્દ, સ્પર્શ, રસ, રૂપ, અને ગંધમાં આસક્ત નથી થતા, તે આ લોકમાં અનેક સાધુઓ, સાધ્વીઓ, શ્રાવકો અને શ્રાવિકાઓના પૂજનીય બને છે, યાવતુ સંસારથી તરી જાય છે.
[૧૮] તે ઘોડાઓમાં કેટલાક ઘોડાઓ જ્યાં તે ઉત્કૃષ્ટ શબ્દ આદિ પદાર્થો હતા, ત્યાં પહોંચ્યા. અત્યંત આસક્ત થયા. અને તેમનું સેવન કરવામાં પ્રવૃત્ત થયા. ત્યાર પછી તેનું સેવન કરનાર તે ઘોડાઓ કૌટુમ્બિક પુરુષો દ્વારા ઘણા લૂટ પાશોથી ગળામાં યાવતું પગોમાં બંધાયા- ત્યારે તે કૌટુમ્બિક પુરુષોએ તે અશ્વોને પકડી લીધા. પકડીને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org