________________
૩૩૧
ક
શ્રુતસ્કંધ-૨, અધ્યયન-૧ સમયમાં ભગવાનના જ્યેષ્ઠ શિષ્ય ઇન્દ્રભૂતિ ગૌતમ અણગાર વાવત આ રીતે કહેવા લાગ્યા. અહો ભંતે! સુબાહુકુમાર બાળક ઘણો જ ઈષ્ટ, ઇષ્ટ રૂપ, કાન્ત, કાન્ત રૂપ, પ્રિય, પ્રિયરૂપ, મનોજ્ઞ, મનોજ્ઞારૂપ,મનામ,મનામરૂપ, સૌમ્ય, સુભગ, પ્રિયદર્શન અને સુરૂપ-સુન્દર રૂપ વાળો છે. ભગવન્! આ સુબાહુકુમાર સાધુજનોને પણ ઈષ્ટ, ઈષ્ટરૂપ વાવ, સુરૂપ લાગે છે. ભદન્ત ! સુબાહુકુમારે એવી અપૂર્વ માનનીય ઋદ્ધિ કેવી રીતે પ્રાપ્ત કરી, ઉપલબ્ધ કરી? અને કેવી રીતે તેની સન્મુખ ઉપસ્થિત થઈ? એ પૂર્વભવમાં કોણ હતો ? હે ગૌતમ ! તે કાળ અને તે સમયમાં આ જંબૂદ્વીપ નામક દ્વીપમાં અન્તર્ગત ભારતવર્ષમાં હસ્તિનાપુર નામનું એક અદ્ધ, સિમિત તથા સમૃદ્ધ નગર હતું. ત્યાં સુમુખ નામનો એક ધનાઢય, પ્રભાવશાળી અને કોઇથી પણ પરાભવ ન પામનાર એક ગાથાપતિ રહેતો હતો, જે, યાવતુ નગરનો મુખી માનવામાં આવતો હતો.
તે કાળે અને તે સયમે જાતિ સંપન યાવતું પાંચસો શ્રમણોથી પરિવૃત્ત ધર્મઘોષ નામના સ્થાવિર ક્રમપૂર્વક ચાલતા અને ગ્રામાનું ગ્રામ વિચરતાં હસ્તિનાપુર નગરના સહસ્રાષ્ટ્ર નામના ઉદ્યાનમાં પધાર્યા. ત્યાં યથાપ્રતિ રૂપ અવગ્રહ ને ગ્રહણ કરી સંયમ અને તપથી આત્માને ભાવિત કરતા થકા વિહરવા લાગ્યા. તે કાળ અને તે સમયે શ્રી ધર્મઘોષ સ્થવિરના અન્તવાસી ઉગ્ર તપસ્વી યાવતુ તેજલેશ્યાને સંક્ષિપ્ત કરી ધારણ કરનાર સુદત્ત નામના અણગાર માસખમણ તપ કરતા વિચરી રહ્યા હતા, પુનિત સાધુ જીવન વ્યતીત કરી રહ્યા હતા. ત્યાર પછી સુદત્ત અણગાર જે માસખમણ ના પારણે પહેલા પહોર સ્વાધ્યાય કરતા હતા, બીજે પહોરે ધ્યાન કરતા હતા અને ત્રીજે પહોરે, જેવી રીતે ગૌતમ સ્વામી પ્રભુવીરને પૂછતા હતા તેવી રીતે જ તે સુદત્ત અણગારે પણ શ્રી ધર્મઘોષ સ્થવિરની અનુમતિ મેળવીને યાવતું ભિક્ષાને માટે ભ્રમણ કરતા સુમુખ ગાથાપતિના ઘરમાં પ્રવેશ કર્યો. ત્યાર પછી સુમુખ ગાથાપતિએ આવી રહેલા સુદત્ત અણગારને જોયા, જોઇને અત્યંત પ્રસન્ન ચિત્તથી આસન પરથી ઊઠયો , ઊઠીને બાજોઠથી નીચે ઉતાય, ઊતરીને પાદુકાનો ત્યાગ કરીને એકશાટિક ઉત્તરાસંગ દ્વારા સુદત અણગારના સ્વાગત માટે સાત આઠ પગલા સામે ગયો, સામે જઈને, વન્દનાનમસ્કાર કરીને જ્યાં રસોઈ ઘર હતું. ત્યાં ગયો, સુદત્ત અણગારને વિપુલ અશનાદિ આપ્યા. આપતી વખતે પણ પ્રસન્ન થયો અને આપ્યા પછી પણ પ્રસન્ન થયો.
ત્યાર પછી દ્રવ્યતા શુદ્ધિથી દાયકા શુદ્ધિથી, પ્રતિગ્રાહકની શુદ્ધિથી તથા મન, વચન અને કાયરૂપ ત્રિકરણની શુદ્ધિના કારણે તે સુમુખ ગૃહપતિ દ્વારા સુંદર અણ ગારને પ્રતિલાભિત કરવા પર તેણે સંસારને પરિત્ત કર્યો અને મનુષ્ય આયુષ્યનો બંધ કર્યો તથા તેના ઘરમાં પાંચ દિવ્ય પ્રગટ થયા તે આ પ્રમાણે સુવર્ણ વૃષ્ટિ, પાંચ વર્ણના ફૂલોની વૃષ્ટિ, વસ્ત્રોની વૃષ્ટિ, દેવદુભિઓ અને આકાશમાં “અહોદાન, અહોદાન’ ની ઉદ્ઘોષણા. હસ્તિનાપુરનાં ત્રિપથ યાવતું સામાન્ય માગમાં અનેક મનુષ્યો એકત્રિત થઈને પરસ્પર એક બીજાને કહેતા હતા - હે દેવાનુપ્રિયો ! ધન્ય છે, સુમુખ ગાથાપતિ ! તે સુમુખ ગાથાપતિ સેંકડો વર્ષનું આયુષ્ય ભોગવીને કાળ માસ માં કાળ કરીને આ હસ્તિ શીર્ષ નગરમાં મહારાજા અદીનશત્રની ધારિણી દેવીની કુક્ષિ માં ગર્ભરૂપમાં ઉત્પન્ન થયો. ત્યારે ધારિણીદેવી પોતાની શય્યા ઉપર કંઈક સૂતેલી અને કંઈક જાગતી હતી અને આ અર્ધ નિદ્રિતાવસ્થામાં તેણે સ્વપ્નમાં સિંહને જોયો. બાકીનું વર્ણન પૂર્વવત્ જાણવું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org