________________
૩૩૨
વિવાગસૂર્ય-૨/૧/૩૭ ગૌતમ-ભગવદ્ ! સુબાહુકુમાર આપશ્રીના ચરણોમાં મુંડિત થઇને ગૃહસ્થા વાસનો ત્યાગ કરીને અણગાર ધર્મ અંગીકાર કરવામાં સમર્થ છે? હા ગૌતમ! છે, શ્રમણ ભગવાન મહાવીર સ્વામીએ કોઈ અન્ય સમયે હતિશીષ નગરના પુષ્પકરંડક ઉદ્યાનમાં રહેલા કૃતવનમાલનામક યક્ષાયતનથી વિહાર કરીને અન્ય દેશોમાં ભ્રમણ કરવાનું શરૂ કર્યું. અહીં સુબાહુકુમાર, જે શ્રમણોપાસક – થઈ ગયો હતો અને જીવાજી વાદિ પદાર્થોનો જાણકાર થઈ ગયો હતો, તે આહારાદિના દાન દ્વારા અપૂર્વ લાભ પ્રાપ્ત કરતો સમય વીતાવવા લાગ્યો. કોઈ વખતે તે સુબાહુ કુમાર ચતુર્દશી, અષ્ટમી, અમા વસ્યા અને પૂર્ણિમાના દિવસોમાંથી કોઈ એક દિવસે પૌષધશાળામાં જઈને ત્યાંનું પ્રમાર્જન કરીને ઉચ્ચાર અને શ્રવણ ભૂમિનું નિરીક્ષણ કર્યા બાદ ત્યાં કુશનું આસન બીછાવીને તેના પર આરૂઢ થઈને અષ્ટમ ભક્તને ગ્રહણ કરે છે પૌષધશાળામાં પૌષધ રક્ત થઈને યથાવિધિ તેનું પાલન કરતો થકો વિહરવા લાગ્યો.
- ત્યાર પછી મધ્યરાત્રિમાં ધર્મજાગરણ માટે જાગતા થકા સુબાહુકુમારના મનમાં આવો સંકલ્પ ઊઠયો કે - તે ગ્રામ, નગર, આકર, જનપદ અને સન્નિવેશાદિ ધન્ય છે.
જ્યાં શ્રમણ ભગવાનું મહાવીર સ્વામી વિચરે છે. તે રાજા, ઈશ્વર આદિ પણ ધન્ય છે, જે શ્રમણ ભગવાનું મહાવીર સ્વામીની પાસે મુંડિત થઇને દીક્ષિત થાય છે તથા તે રાજા, ઇશ્વરાદિપણ ધન્ય છે, જે શ્રમણ ભગવાન્ મહાવીર સ્વામી પાસે પાંચ અણુવ્રત અને સાત શિક્ષારૂપ ગૃહસ્થ ધર્મ અંગીકાર કરે છે. વળી તે રાજા, ઈશ્વરાદિ પણ ધન્ય છે. જે શ્રમણ ભગવાન મહાવીર સ્વામી પાસે ધર્મદશના સાંભળે છે, તે જો શ્રમણ ભગવાનું મહાવીર યાવતું ગમન કરતા થકા અહીં પધારે તો હું શ્રમણ ભગવાન્ મહાવીર સ્વામી પાસે મુંડિત થઇને દીક્ષા અંગીકાર કરી લઉં. ત્યારે શ્રમણ ભગવાન્ મહાવીર સ્વામી સુબાહુકુમારના ઉક્ત પ્રકારના સંકલ્પને જાણીને ક્રમશઃ ગ્રામનુગ્રામ વિચરતાં થકા. હતિશીર્ષ નગરના પુષ્પકરંડક ઉદ્યાનમાં રહેલા કૃતવનમાલપ્રિય નામક યક્ષના યક્ષાયતનમાં પધાર્યા અને સાધુવૃત્તિને અનુકૂળ સ્થાને ગ્રહણ કરીને ત્યાં સ્થિરતા કરી. ત્યાર બાદ પરિષદુ અને રાજા નગરથી નીકળ્યાં, સુબાહુકુમારે પણ પહેલાની જેમ મહાન સમારોહ સાથે ભગવાનુના દર્શન માટે પ્રસ્થાન કર્યું. ભગવાને ધર્મની પ્રરૂપણા કરી, પરિષદૂ તથા રાજા ધર્મ-દશના સાંભળીને પાછા ચાલ્યા ગયા. - સુબાહુકુમાર ભગવાનની પાસે ધર્મશ્રમણ કરીને તેનું મનન કરતો થકો પ્રસન્ન ચિત્તથી મેઘકુમારની જેમ માતાપિતાની અનુમતિ પ્રાપ્ત કરે છે. તેમનું નિષ્ક્રમણ, અભિષેક પણ મેઘકુમારની જેમજ થયું, યાવતું સુબાહુકુમાર અણગાર ઇયસમિતિના પાલક અને બ્રહ્મચારી બની ગયા. ત્યાર બાદ તે સુબાહુકુમાર અણગાર શ્રમણ ભગ વાનું મહાવીર સ્વામીના તથારૂપ સ્થવિરોની પાસે સામાયિકાદિ અગિયાર અંગોનું અધ્યયન કરવા લાગ્યા, તથા ઉપવાસ આદિ અનેક પ્રકારના તપોના અનુષ્ઠાનથી આત્માને ભાવિત કરતા થકા ઘણાં વર્ષો સુધી શ્રામાણ્ય પર્યાયિનું યથાવિધિ પાલન કરીને એક માસની સંલેખનાથી પોતાને આરાધિત કરીને સાઠ ભક્તોનું છેદન કરી, આલોચના અને પ્રતિક્રમણ કરીને આત્મશુદ્ધિ દ્વારા સમાધિ પ્રાપ્ત કરીને કાલ માસમાં કાળ કરીને સૌધર્મ નામના પ્રથમ દેવલોકમાં દેવરૂપે ઉત્પન્ન થયા.
ત્યાર પછી તે સુબાહુકુમારનો જીવ સૌધર્મ દેવલોકથી આયુષ્ય, ભવ અને .
Jain Education International
For Private & Personal Use Only
WWW.jainelibrary.org