________________
૩૩૩
કુતસ્કંધ-૨, અધ્યયન-૧ • સ્થિતિનો ક્ષય થવા પર દેવ શરીરને છોડીને વ્યવધાન રહિત મનુષ્ય શરીરને પ્રાપ્ત
કરશે. ત્યાં શંકા, આકાંક્ષા આદિ દોષોથી રહિત સમ્યકત્ત્વને પ્રાપ્ત કરીને તથા રૂપે સ્થ વિરોની પાસે મુંડિત થઈને યાવતુ દીક્ષિત થઈ જશે. ત્યાં અનેક વર્ષો સુધી શ્રામાણ્ય પર્યાયનું પાલન કરીને આલોચના તથા પ્રતિક્રમણ કરીને, સમાધિસ્થ થઈને મૃત્યુ પ્રાપ્ત કરીને સાનુકુમાર નામક ત્રીજા દેવલોકમાં ઉત્પન્ન થશે. ત્યાંથી ચ્યવીને મનુષ્ય ભવને ધારણ કરીને અણગાર ધર્મનું આરાધના કરી શરીરાન્ત થવા પર મહાશુક્ર નામક સાતમા દેવલોકમાં ઉત્પન થશે. ત્યાંની ભવસ્થિતિને પૂર્ણ કરીને પછી મનુષ્યભવને પ્રાપ્ત થઇ, દિક્ષાવ્રતનું પાલન કરીને મૃત્યુ પછી આરણ નામના અગિયારમાં દેવલોકમાં ઉત્પન્ન થશે. ત્યાંથી અવીને ફરી મનુષ્ય ભવને પ્રાપ્ત કરશે અને શ્રમણ ધર્મનું પાલન કરીને મૃત્યુ પછી “સવર્થ સિદ્ધ” નામક વિમાનમાં ઉત્પન્ન થશે અને ત્યાંથી ચ્ય વીને સુબાહુકુમાર નો તે જીવ વ્યવધાન રહિત મહાવિદેહ-ક્ષેત્રમાં કોઇ ધનિક કુળમાં ઉત્પન્ન થશે. ત્યાં દૃઢ પ્રતિજ્ઞાની જેમ ચારિત્ર ગ્રહણ કરી, સિદ્ધ પદને પ્રાપ્ત કરશે. અધ્યયનઃ ૧-ની મુનિ દીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ
(અધ્યયન-૨-ભદ્રનંદી) [૩૮]જંબૂ! તે કાળે અને તે સમયે, ઋષભપુર નામનું નગર હતું, ત્યાં સ્તૂપ કરંડક નામનું ઉદ્યાન હતું અને તે ઉદ્યાનમાં ધન્ય નામનાં યક્ષનું યક્ષાયતન હતું. ત્યાં ધનપતિ નામનો રાજા રાજ્ય કરતો હતો. તેની સરસ્વતીદેવી નામની રાણી હતી. મહા રાણીએ સ્વપ્ન જોયું, પતિને કહેવું, સમય આવવા પર બાળકનો જન્મ થવો અને બાળકનું બાલ્યાવસ્થામાં કળાઓ શીખીને યૌવન પ્રાપ્ત કરવું. ત્યાર પછી વિવાહ થવો, તથા રાજભવનમાં ઈચ્છાનુસાર ભોગોનો ઉપભોગ આદિ સર્વ બાબતો. સુબાહુકુમારની જેમ જાણવી જોઈએ. તેમાં આ વિશેષતા છે કે બાળકનું નામ ભદ્રનન્દી હતું. તેનો શ્રીદેવી પ્રમુખ પ00 શ્રેષ્ઠ રાજકન્યાઓ સાથે વિવાહ થયો. ત્યાર પછી મહાવીર સ્વામી પધાર્યા ભદ્રનન્દીનો શ્રાવકધર્મ સ્વીકાર્યો અને ગૌત સ્વામીએ તેનો પૂર્વભવ સંબંધી પ્રશ્નો ક્ય ત્યારે ભગવાને આ પ્રમાણે કહ્યું. મહાવિદેહ ક્ષેત્રની અંદર પુંડરિકિણી નામની નગરીમાં આ ભદ્રનન્દીનો જીવ વિજય નામનો કુમાર હતો, તેમણે યુગબાહુ તીર્થંકરને પ્રતિલા ભિત કર્યો, તેનાથી મનુષ્ય આયુનો બંધ કર્યો અને અહીં ભદ્રનન્દીના રૂપમાં ઉત્પન્ન થયો. શેષ વર્ણન સુબાહુકુમારની જેમજ જાણી લેવું જોઇએ.
અધ્યયઃ નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ |
(અધ્યયન ૩-સુજાત કુમાર [૩૯] હે જંબૂ! વીરપુર નામક નગર હતું. ત્યાં મનોરમ નામનું ઉદ્યાન હતું. ત્યાં મહારાજા વીરકૃષ્ણમિત્ર રાજ્ય કરતા હતા. તેમની રાણી શ્રીદેવી હતી અને સુજાતા નામનો કુમાર હતો. બલશ્રી પ્રમુખ પાંચસો રાજ્યકન્યાઓ સાથે સુજાત કુમારનું પાણિગ્રહણ થયું. શ્રમણ ભગવાન મહાવીર સ્વામી પધાર્યા, સુજાત કુમારે શ્રાવક ધર્મ અંગીકાર કર્યો. ભગવાન ગૌતમ સ્વામીએ તેનો પૂર્વભવ મહાવીર સ્વામીને પૂછયો, પછી ઉત્તરમાં ભગવાને પ્રતિપાદન કર્યું કે ઈશુસાર નગર હતું. ત્યાં અષભદત્ત ગાથાપતિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org