SearchBrowseAboutContactDonate
Page Preview
Page 78
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૫ શ્રુતસ્કંધ-૧, અધ્યયન-૭ થઈને પ્રસન્નતા પ્રદાન કરનાર, દર્શનીય, અભિરૂપ અને પ્રતિરૂપ થઇ ગયા. ત્યાર પછી તે શાલિના છોડમાં પાન આવી ગયા, ડુંડા આવી ગયા, દાણા બહાર આવી ગયા, સુગંધ વાળા થયા, દૂધવાળા થયા, બાંધેલા ફળવાળા થયા,પાકી ગયા, તૈયાર થઈ ગયા, આ પ્રમાણે તે શાલિ ઉત્પન્ન થયા. ત્યાર પછી કૌટુમ્બિક પુરુષોએ તે શિલા પત્રવાળા યાવતું શલાકાવાળા તથા વિરલ પત્રવાળા જાણીને તીક્ષ્ણ અને ધારવાળા દાંતરડાથી કાપ્યા. કાપીને તેને હથેલીઓથી મર્દન કર્યા. મર્દન કરીને સાફ કર્યા. તેથી તે નિર્મલ, પવિત્ર, અખંડ અને અસ્ફોટિત ટુટ્યા વિનાના અને સુપડાથી સાફ કરેલા થઈ ગયા.એક પ્રસ્થક પ્રમાણ થઈ ગયા. ત્યાર પછી તે કૌટુમ્બિક પુરષોએ તે પ્રસ્થ પ્રમાણ શાલિ-અક્ષતોને નવા ઘડામાં ભર્યા. ભરીને તેના પર માટીનો લેપ કરી દીધો મુદ્રિત કરી દીધો પછી તેને કોઠારના એક ભાગમાં રાખી દીધા. રાખીને તેનું સંગોપન કરતા થકા વિચરવા લાગ્યા. ત્યાર પછી તે કૌટુમ્બિક પુરુષોએ બીજી વર્ષા ઋતુમાં વષકાળના પ્રારંભમાં મહાવૃષ્ટિ પડવા પર એક નાની ક્યારીને સાફ કરી. સાફ કરીને તે શાલિ વાવી દીધા યાવતું તેને કોઠારના એક ભાગમાં રાખી દીધા કોઠારના એક ભાગમાં રાખીને તેનું સંરક્ષણ અને સંગોપન કરતા વિચરવા લાગ્યા. ત્યાર પછી તે કૌટુમ્બિક પુરુષોએ ત્રીજી વર્ષાઋતુમાં મહાવૃષ્ટિ થવા પર એ પ્રમાણે કરતા યાવત્ ઘણાંજ કુમ્ભ પ્રમાણ શાલિ થઇ ગયા. ત્યાર પછી તે કોમ્બિક પુરુષોએ તે શાલિ કોઠારમાં રાખી, યાવતુ તેની રક્ષા કરવા લાગ્યા. ચોથી વર્ષાઋતુમાં એ પ્રમાણે કરવાથી સેંકડો કુંભ પ્રમાણ શાલિ થઈ ગયા. ત્યાર પછી જ્યારે પાંચમી વર્ષાઋતુ ચાલી રહી હતી. ત્યારે ધન્ય અર્થવાહને મધ્ય રાત્રિના સમયે આ પ્રમાણેનો વિચાર ઉત્પન થયો. મેં આજથી પહેલાંના પાચમા વર્ષમાં ચારે પુત્રવધૂઓની પરીક્ષા કરવા માટે તે પાંચ પાંચ ચાવલના દાણા હાથમાં આપ્યા છે. તો કાલે યાવતું સૂર્યોદય થવાપર પાંચ ચાવલના દાણા માંગવા મારા માટે ઉચિત થશે. યાવતું જાણું તો ખરો કે કોણે કોવા પ્રકારે તેનું સંરક્ષણ, સંગોપન અને સંવર્ધન કરેલ છે? ધન્ય સાર્થવાહે આ પ્રમાણે વિચાર કર્યો. વિચાર કરીને બીજા દિવસે સૂર્યોદય થવા પર વિપુલ અશનાદિ બનાવ્યા. મિત્રો, જ્ઞાતિ જનો આદિને તથા ચારે પુત્રવધૂઓના કુલગૃહ વર્ગને આમંત્રિત યાવતું સંમાનિત કરીને તે મિત્રો, જ્ઞાતિજનો આદિ તથા ચારે પુત્રવધૂઓના કુલગૃહવર્ગની સમક્ષ મોટી પુત્રવધૂ ઉજિઝકાને બોલાવી. હે પુત્રી ! આજથી પહેલાં પાંચમાં વર્ષમાં આ મિત્રો, જ્ઞાતિજનો આદિ તથા ચારે પુત્ર વધૂઓના કુલગૃહ વર્ગની સમક્ષ મે તમારા હાથમાં પાંચ શાલિ આપ્યા હતા. આ વાત સત્ય છે? ઉજિpકાએ કહ્યું-હા, સત્ય છે. ધન્ય સાર્થવાહ બોલ્યાતો હે પુત્રી ! મારા તે શાલી અક્ષત પાછા આપો.' ત્યાર પછી ઉજિઝકાએ તે ધન્ય સાર્થવાહની વાતને સ્વીકારી. સ્વીકારીને જ્યાં કોઠાર હતો ત્યાં પહોંચી. પહોંચીને પાંચ શાલિઅક્ષત ગ્રહણ કર્યા, ગ્રહણ કરીને ધન્ય સાથે વાહને બોલી “આ છે પાંચ શાલિ અક્ષત.” ત્યારે ધન્ય સાર્થવાહે ઉજિઝકાને સોગંદ અપાવ્યા અને કહ્યું પુત્રી ! આ તે જ શાલિના દાણા છે અથવા બીજા છે ? ત્યારે ઉજિઝકાએ ધન્ય સાર્થવાહને આ પ્રમાણે કહ્યું - હે તાત ! આ તે શાલિના દાણા નથી, બીજા છે. ત્યારે પછી ધન્ય સાર્થવાહ ઉજિઝ કાની પાસેથી તે અર્થ સાંભળીને અને દયમાં ધારણ કરીને કુદ્ધ થયા. યાવતુ ક્રોધમાં આવીને ધ્રુજવા લાગ્યા. તેઓએ ઉજિઝકાને તે મિત્રો, જ્ઞાતિજનો આદિની તથા ચારે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005056
Book TitleAgam Deep Agam 06 to 13 Gujarati Anuvaad Part 3
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy