________________
૭૬
નાયાધમ્મ કહાઓ-૧-૭૭પ પુત્રવધૂઓના કુલગૃહવર્ગની સામે પોતાના કુલગૃહની રાખ ફેક-નારી છાણા નાખનારી, કચરા કાઢવાવાળી, પગ ધોવાના પાણી આપ નારી સ્નાનને માટે પાણી દેવાવાળી અને બહારનું દાસીનું કાર્ય કરનારી નિયુક્ત કરી
આ પ્રમાણે જે સાધુ અને સાધ્વી યાવતુ પ્રવજ્યા લઈને પાંચ મહાવ્રતોનો પરિત્યાગ કરી દે છે, તે આ જ ભવમાં ઘણાં શ્રમણો, શ્રમણીઓ, શ્રાવકો અને શ્રાવિકાનું અવહેલનાનું પાત્ર બને છે. યાવતુ અનંત સંસાર ભમે છે.
આ પ્રમાણે ભોગવતીના વિષયમાં જાણવું. વિશેષતા એ છે કે તેને ખાંડવાવાળી, કુટવાવાળી, પીસવાવાળી, ઘંટલામાં દળીને ધાન્યના છીલકા ઉતારનારી, રાંધવાવાળી, પીરસવાવાળી, તહેવારના પ્રસંગ પર સ્વજનોના ઘરે જઈને લાણી આપવાવાળી, ઘરમાં અંદરનું દાસીનું કામ કરવાવાળી તેમજ રસોઇનું કાર્ય કરવાવાળીના રૂપમાં નિયુક્ત કરી. આ પ્રમાણે હે આયુષ્મનું શ્રમણો ! આપણા જે સાધુ અથવા સાધ્વી પાંચ મહા વ્રતોને ફોડવાવાળા હોય છે. તે આ જ ભવમાં ઘણા સાધુઓ સાધ્વીઓ, શ્રાવકો શ્રાવિ કાઓની અવહેલનાનું પાત્ર બને છે.
આ પ્રમાણેજ રક્ષિકાના વિષયમાં જાણવું જોઈએ. વિશેષતા એ છે કે તે પોતાના નિવાસગૃહમાં આવીને તેણે મંજૂષા ખોલી. ખોલીને રત્નની ડબ્બીમાંથી પાંચ શાલિના દાણા ગ્રહણ કર્યા. ગ્રહણ કરીને જ્યાં ધન્ય સાર્થવાહ હતા, ત્યાં આવી. આવીને ધન્ય સાર્થવાહના હાથમાં તે પાંચ દાણા આપી દીધા. ત્યાર પછી ધન્ય સાર્થવાહે રક્ષિકાને આ પ્રમાણે કહ્યું કે હે પુત્રી ! આ તેજ પાંચ શાલિ અક્ષત છે કે બીજા ? ત્યારે રક્ષિકાએ ધન્ય સાર્થવાહને કહ્યું-તાત ! આ તે જ શાલિઅક્ષત છે, બીજા નથી. ત્યાર પછી ધન્ય સાર્થવાહ રક્ષિકાની પાસેથી તે અર્થ સાંભળીને હર્ષિત અને સંતુષ્ટ થયો. તેને પોતાના ઘરના હિરણ્ય, કાસા આદિના વાસણોની, દૂષ્ય રેશમી વસ્ત્રની, વિપુલ ધન, ધાન્ય, કનક, મુક્તા આદિ સ્વાપતેયની ભાંડાગારિણીના રૂપમાં નિયુક્ત કરી દીધી. એ પ્રમાણે હે આયુષ્યનું શ્રમણો!આપણા જે સાધુ યા સાધ્વી પાંચ મહાવ્રતોની રક્ષા કરે છે તે આ જ ભવમાં ઘણા સાધુ સાધ્વીઓઘણા શ્રાવકો અને ઘણી શ્રાવિકાઓના અર્ચનીય હોય છે,
રોહિણના વિષયમાં પણ એમ જ કહેવું જોઈએ વિશેષ છે કે જ્યારે ધન્ય સાથેવાતું પાંચ દાણા માંગ્યા ત્યારે તેણીએ કહ્યું તાત આપ મને ઘણાં ગાડા-ગાડીઓ આપો. જેથી હું આપને આપના પાંચ શાલિ-અક્ષતના દાણા પાછા આપ્યું. ત્યારે ધન્ય સાર્થવાહ રોહિણીને કહ્યું પુત્રી !તું મને તે પાંચ શાલિના દાણા ગાડા ગાડીમાં ભરીને કેમઆપીશ? ત્યારે રોહિણીએ ધન્ય સાર્થવાહને કહ્યું-તાત! આજથી પહેલાં પાંચમા વર્ષે આ મિત્રો, જ્ઞાતિજનો આદિની સમક્ષ આપે પાંચ દાણા આપ્યાં હતાં. યાવતું તે આજે સેંકડો કુમ્ભ થઈ ગયા છે. ઈત્યાદિ પૂવોક્ત ક્રમાનુસાર કહેવું, આ પ્રમાણે હે તાત! આપને તે પાંચ શાલિના દાણા ગાડા-ગાડીઓમાં ભરીને આવું છું. ત્યારે રાજગૃહ નગરમાં શૃંગાટક આદિ માર્ગોમાં ઘણા લોકો આપસમાં આ પ્રમાણે કહેવા લાગ્યા-દેવાનુપ્રિયો ! ધન્ય સાર્થવાહ ધન્ય છે, જેની પૂત્રવધુ રોહિણી છે, જેણે પાંચ શાલિની દાણા ગાડા-ગાડીઓ ભરીને પાછા આપ્યા. ત્યાર પછી ધન્યસાર્થવાહ તે પાંચ શાલીના દાણાને ગાડા ગાડી ઓ દ્વારા પાછા આવતા જુએ છે. જોઈને હૃષ્ટ-તુષ્ટ થઈને તેને સ્વીકારે છે. સ્વીકાર કરીને તેને તે મિત્રો તેમજ જ્ઞાતિજનો આદિની તથા ચારે પુત્ર વધૂના તે કુલગૃહવર્ગની સમક્ષ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org