________________
વર્ગ-૮, અધ્યયન-પ
₹3
સુકૃષ્ણા દેવી અત્યંત દુર્બળ થઈ ગયા. અંતમાં સંલેખના કરીને સિદ્ધપદને પામી ગયા. વર્ગઃ૮-અધ્યયનઃ૫ની મુનિ દીપરત્નસાગરે કરેલ ગુર્જરછાયાપૂર્ણ વર્ગ-૮-અધ્યયનઃ૬-મહાકૃણા
[૫૫]એ જ પ્રમાણે મહાકૃષ્ણાનું જીવન પણ સમજી લેવું. તેમાં અંતર માત્ર એટલું છે કે મહાકૃષ્ણા દેવીએ લઘુ-સર્વતોભદ્ર પ્રતિમા નામક તપશ્ચર્યાની આરાધના કરી. તે આ પ્રમાણે સર્વ પ્રથમ ઉપવાસ કર્યો, પારણું કર્યું. છઠ્ઠ કર્યો, પારણું કર્યું. અઠ્ઠમ કર્યો, પારણું કરી, ચાર ઉપવાસ કર્યા, પારણું કરી, પાંચ ઉપવાસ કર્યા, પારણું કરી અમ કરે છે. પારણું કરીને ચાર ઉપવાસ પારણું કરીને પાંચ ઉપવાસ પારણું કરીને એક ઉપવાસ પારણું કરીને છઠ્ઠ પારણું કરી પાંચ ઉપવાસ પારણું કરીને એક ઉપ વાસ પારણું કરીને છઠ્ઠ પારણું કરીને અઠ્ઠમ પારણું કરીને ચાર ઉપવાસ પારણું કરીને પાંચ ઉપવાસ પારણું કરીને એક ઉપવાસ પારણું કરીને ચાર ઉપવાસ પારણું કરીને એક ઉપવાસ પારણું કરીને છઠ્ઠ પારણ કરીને અઠ્ઠમ પારણું કરે છે. આ પ્રમાણે ક્ષુલ્લક સર્વતોભદ્ર નામના તપની પ્રથમ પરિપાટીની ત્રણ માસ અને દશ દિવસોમાં યાવત્ આરાધના કરે છે. પ્રથમ પરિપાટીના બધા પારણામાં યથેચ્છ દૂધ ઘી આદિનું સેવન કરે છે. પછી બીજી પરિપાટી શરૂ કરી. બીજી પરિપાટીનાં પારણામાં દૂધ ઘી આદિ વિકૃતિનું સેવન કરાતું નથી. જેવી રીતે રત્નાવલી તપની ચાર પરિપાટીઓ બતા વેલ છે તેવી રીતે “લઘુ સર્વતોભદ્ર” તપની પણ ચાર પરિપાટીઓ સમજવી,. આ તપની ચારે પરિપાટીઓનો કાળ એક વર્ષ, એક માસ, તેમજ દશ દિવસ છે. મહાકૃષ્ણાદેવી અંતમાં સંથારો કરી સિદ્ધ થયા.
વર્ગઃ૮-અધ્યયનઃ ૬ નીમુનિ દીપરત્નસાગરે કરેલ ગુર્જરછાયાપૂર્ણ અધ્યયનઃ૭-વીર કૃષ્ણા
[૫૬]એ પમાણે વીક્રૃષ્ણ દેવી જાણવા.અંતર માત્ર એટલું છે કે તેણે “મહા સર્વતોભદ્ર’ તપની આરાધના કરી હતી. મહા સર્વતોભદ્ર તપમાં સાત લતાઓ છે પહેલી લતાઃઃ- ચતુર્થભક્ત, ષષ્ઠભક્ત, અષ્ટમભક્ત, દશમભક્ત દ્વાદશ ભક્ત, ચતુર્દશ ભક્ત ષોડશ ભક્ત સાત ઉપવાસ. આ ઉપવાસોના પારણા સર્વકામગુણિત હોય છે. બીજી લતાઃ:-ચાર ઉપવાસ, પાંચ ઉપવાસ, છ ઉપવાસ, સાત ઉપવાસ, અને એક ઉપવાસ. ત્યાર પછી છઠ્ઠ ભક્ત અને અઠ્ઠમ ભક્ત ક૨વામાં આવે છે. ત્રીજી લતાઃ”- સાત ઉપવાસ, એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ, ક૨વામાં આવે છે. ચોથી લતાઃ- ત્રણ ઉપવાસ, ચાર, પાંચ, છ,સાત, એક, બે, કરાય છે. પાંચમી લતા ઃ- છ ઉપવાસ, સાત, એક, બે, ત્રણ, ચાર, પાંચ ઉપવાસ, આ પ્રમાણે અનુક્રમથી તપસ્યા કરાય છે. છઠ્ઠી લાઃ બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત, એક ઉપવાસ કરવામાં આવે છે. સાતમી લતાઃઃ પાંચ ઉપવાસ, છ, સાત, એક, બે, ત્રણ, અને ચાર ઉપવાસ કરાય છે આ બધા ઉપવાસોનાં પારણામાં દૂધ, ઘી, વિગયોનું સેવન કરે છે. આ સાત લતાઓ મળી એક પરિપાટી બને છે. એક પરિપાટીમાં ૮ મહિના અને પાંચ દિવસ લાગે છે. ચા૨ પરિપાટીઓનો સમય બે વર્ષ ૮ મહિના અને વીસ દિવસ થાય છે. અંતે તેઓ સંથારો કરીને સિદ્ધ પદ પ્રાપ્ત કરે છે. વર્ગઃ૮-અધ્યયનઃ૭નીમુનિ દીપરત્નસાગરે કરેલ ગુર્જરછાયાપૂર્ણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org