SearchBrowseAboutContactDonate
Page Preview
Page 305
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦૨ વિવાગસૂર્ય-૧/૨/૧૬ લાગ્યો. રોકટોક વિનાનો, સ્વચ્છંદ મતિવાળો તેમજ નિરંકુશ થતો તે ચોરી, જુગાર, વેશ્યાગમન અને પરસ્ત્રી ગમનમાં આસક્ત થઈ ગયો. કોઈ વખતે કામધ્વજા નામની વેશ્યા સાથે સ્નેહ સમ્બન્ધ સ્થાપિત થઈ જવાના કારણે તે મનુષ્ય સમ્બન્ધી પ્રધાન કામ ભોગોનો ઉપભોગ કરતો સમય વ્યતીત કરવા લાગ્યો. ત્યારબાદ વિમિત્ર રાજાની શ્રી' રાણીને યોનિશૂળ રોગ ઉત્પન્ન થયો, તેથી વિજયમિત્ર રાજા રાણી સાથે મનુષ્ય સમ્બન્ધી પ્રધાન કામભોગોનું સેવન કરવામાં સમર્થ ન રહ્યો. ત્યારે કોઈ સમયે વિજય મિત્ર રાજાએ ઉજિઝતક કુમારને કામધ્વજા ગણિકાના સ્થાનમાંથી કાઢી મૂક્યો અને કામધ્વજા વેશ્યાને પોતાના અન્તઃપુરમાં રાખી અને તેની સાથે મનુષ્ય સમ્બન્ધી પ્રધાન વિષયભોગોનું સેવન કરવા લાગ્યો. કામધ્વજામાં મૂચ્છિત, તેના ધ્યાનમાં જ પાગલ બનેલો, તેની આકાંક્ષા રાખ નારો, તેના સ્નેહપાશમાં જોડાયેલો બીજા કોઈ પણ સ્થાને સ્મરણ, પ્રેમ અને માનસિક શાન્તિ પ્રાપ્ત ન કરી શકયો, તેનું ચિત્ત તે વેશ્યામાં જ પરોવાયેલું રહ્યાં કરતું. તત્સમ્બન્ધી કામભોગોમાં પ્રયત્નશીલ, તેને મેળવવા માટે આતુર રહેતો. તેના મન, વચન અને શરીર એ બધાં તેને માટે અર્પણ થઈ રહ્યા હતાં. તે વેશ્યાની જ ભાવનાથી ભાવિત રહેતો તે કુમાર તે કામધ્વજા વેશ્યાના અંતર છિદ્ર અને વિવર એવા સમયની ગવેષણા કરતો જીવન વિતાવવા લાગ્યો. તત્પશ્ચાતુ અવસર પ્રાપ્ત કરીને ગુપ્ત રીતે તેના ઘરમાં પ્રવેશ કર્યો અને તે કામધ્વજા વેશ્યાની સાથે મનુષ્ય સમ્બન્ધી પ્રધાન વિષયભોગોનો ઉપયોગ કરતો સમય વ્યતીત કરવા લાગ્યો. અહિ તે વિજયમિત્ર રાજા સ્નાન યાવતુ દુષ્ટ સ્વપ્નનોનાં ફળને નષ્ટ કરવા માટે પ્રાયશ્ચિતરૂપે મસ્તક પર તિલક તેમજ અન્ય માંગો લિકો કરીને, સંપૂર્ણ અલંકારોથી વિભૂષિત થઈને, મનુષ્યોથી ઘેરાઈને તે કામ ધ્વજા વેશ્યાને ઘરે ગયો. ત્યાં તેણે કામધ્વજા વેશ્યા સાથે મનુષ્ય સમ્બન્ધી વિષયભો ગોનો ઉપભોગ કરતાં ઉઝિક કુમારને જોયો. જોતાં જ તે ક્રોધથી લાલપીળો થઈ ગયો અને કપાળમાં ત્રણ રેખાઓ વાળી ભ્રકુટિ ચઢાવીને પોતા નાઅનુચર પુરુષોદ્વારા ઉન્ઝિ તક કુમારને પકડાવી લીધો, પકડાવીને લાકડી મુક્કા, ઢીંચણ અને કોણીના પ્રહારોથી તેના ' શરીરને ભાંગી નાંખ્યું. ચૂરેચૂરા કરી નાખ્યું. મથી નાખ્યું અને અવકોટક બન્ધથી બાંધ્યો અને બાંધીને પૂર્વોક્ત રીતથી વધ કરવાની આજ્ઞા આપી. [૧૭] આ વૃત્તાન્ત સાંભળી ગૌતમ સ્વામીએ પ્રશ્ન કર્યો - હે ભગવન્ત! ઉજ્જિત કકુમાર અહીંથી કાળમાસમાં કાળ કરીને કયાં જશે અને કયાં ઉત્પન્ન થશે? ગૌતમ ! ઉક્તિકકુમાર ૨૫ વર્ષનું પૂર્ણ આયુષ્ય ભોગવીને આજે જ દિવસના ચોથો પહોરમાં શૂળી દ્વારા ભેદને પ્રાપ્ત થતો રત્નપ્રભા નામની પ્રથમ નરક ભૂમિમાં નારક રૂપે ઉત્પન્ન થશે. ત્યાંથી નીકળીને સીધો આ જમ્બુદ્વીપ નામના દ્વીપની અન્તગત ભારતવર્ષના વૈતાઢય પર્વતની તળેટીમાં વાંદરાઓના કુળમાં વાંદરા રૂપે ઉત્પન્ન થશે. ત્યાં બાળપણાને ઓળંગીને યુવાવસ્થાને પ્રાપ્ત થતાં પશુસમ્બન્ધી ભોગો માં આસક્ત, આકાંક્ષા વાળો, ભોગોના સ્નેહપાશમાં જકડાયેલો, ભોગોસમ્બન્ધી આસક્તિમાં બંધાયેલો, તેના સેવનમાં ક્ષણે-ક્ષણે ભાવિત અંતઃકરણવાળો થઈને તે વાંદરાના બચ્ચાઓનું અવહનન કર્યા કરશે. એવા કર્મોમાં તલ્લીન થયેલો આ જમ્બુદ્વીપ નામના દ્વીપની અન્ત ? ગત ભારતવર્ષના દ્રપુર નામ ના નગરમાં ગણિકાના ઘરમાં પુત્ર રૂપે ઉત્પન્ન થશે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005056
Book TitleAgam Deep Agam 06 to 13 Gujarati Anuvaad Part 3
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy