________________
શ્રુતસ્કંધ-૧, અધ્યયન-૨
૩૦૩ માતાપિતા ઉત્પન્ન થયેલા તે બાળ કને નપુંસક કરીને નપુંસક કર્મ શિખડાવશે. બાર દિવસ વ્યતીત થઈ જવા પર તેના માતા પિતા તેનું નામ “પ્રિયસેન” એવું રાખશે. બાળપણાને છોડીને યુવાવસ્થાને પ્રાપ્ત થયેલો, વિશેષ જ્ઞાન ધરાવવાવાળો તેમજ બુદ્ધિ આદિથી પરિપક્વ અવસ્થાને પામેલો તે પ્રિય સેન નપુંસક રૂપે, યૌવન અને લાવણ્ય દ્વારા ઉત્તમ અને ઉત્કૃષ્ટ શરીરવાળો થશે. - ત્યારબાદ તે પ્રિયસેન નપુંસક ઈન્દ્રપુર નગરના રાજા, ઈશ્વર યાવતુ બીજા મનુષ્યો. ને અનેક પ્રકારના વિદ્યા પ્રયોગોથી, મંત્રો દ્વારા, મન્ડેલી ભસ્મ આદિના યોગથી બધાને વશીભૂત કરીને મનુષ્ય સમ્બન્ધી પ્રધાનભોગોનો ઉપભોગ કરતો સમય વ્યતીત કરશે. તે પ્રિયસેન નપુસંક આ પાપપૂર્ણ કાર્યોને જ પોતાનું કર્તવ્ય, મુખ્ય લક્ષ્ય તથા વિજ્ઞાન તેમજ સર્વોત્તમ આચરણ બનાવશે. આ ખરાબ પ્રવૃત્તિઓ દ્વારા તે અત્યધિક પાપ
નું ઉપાર્જન કરીને ૧૨૧ વર્ષના પરમ આયુષ્યને ઉપભોગ કરીને રત્નપ્રભા. નામની પ્રથમ નરકભૂમિમાં નારક રૂપે ઉત્પન્ન થશે. ત્યાંથી નીકળીને સર્પ નોળિઓ આદિ પ્રાણિ ઓની યોનિમાં જન્મ લેશે. ત્યાંથી તેનું સંસાર ભ્રમણ જે રીતે પ્રથમ અધ્યયનમાં મૃગા પુત્રનું વર્ણન કરવામાં આવ્યું છે, તે રીતે થશે. ત્યાર પછી તે સીધો આ જમ્બુદ્વીપ નામના દ્વીપની અન્તર્ગત ભારતવર્ષની ચમ્પા નામની નગરીમાં પાડા રૂપે ઉત્પન્ન થશે. ત્યાં તે કોઈ સમયે મિત્રમંડળી દ્વારા મારવામાં આવશે અને તે જ ચમ્પાન ગરીના શ્રેષ્ઠિ કુળમાં પુત્રરૂપે ઉત્પન થશે.ત્યાં બાળપણને છોડીને યૌવનાવસ્થાને પ્રાપ્ત થતાંતે વિશિષ્ટ સંયમી સ્થવિરો પાસે શંકા, કાંક્ષા આદિ દોષોથી રહિત બોધિલાભને પ્રાપ્ત કરીને અણ ગાર ધર્મને ગ્રહણ કરશે, ત્યાંથી કાળ માસમાં કાળ કરીને સૌધર્મ નામના પ્રથમ દેવવોક માં દેવરૂપે ઉત્પન્ન થશે. બાકી બધું જે રીતે મૃગાપુત્રના સમ્બન્ધમાં કહ્યું છે, તેમ સમજવું.
અધ્યયનઃ ૨-નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ |
(અધ્યયનઃ૩-અલગ્નસેન) [૧૮] હે જંબૂ! તે કાળ અને તે સમયમાં પુરિમતાલ નામનું એક નગર હતું. તે નગરના ઈશાન ખૂણામાં અમોઘદર્શ નામનું એક ઉદ્યાન હતું. તે ઉધાનમાં અમોઘદર્શી નામના યક્ષનું આયતન હતું. મહાબલ નામનો રાજા રાજ્ય કરતો હતો. નગરના ઇશાન ખૂણામાં જનપદની સીમાના અંતે રહેલ જંગલમાં શાલાટવી નામની એક ચોર પલ્લી હતી, તે પર્વતની ભયાનક ગુફાઓના કિનારા પર બનાવેલી હતી, વાંસ ની બનાવેલી વાડ રૂ૫ કિલ્લાથી ઘેરાયેલી હતી. પોતાના અવકવોથી કપાયેલા પર્વતના ઊંચાનીચા ખાડા રૂપ ખાઇવાળી હતી. તેની અન્દર પાણીનો પૂરતો પ્રબન્ધ હતો અને તેની બહાર દૂર-દૂર સુધી પાણી મળતું ન હતું. તેની અન્દર અનેકાનેક ગુપ્ત ચોર દરવાજા ઓ હતા અને તે ચોરપલ્લીમાં પરિચિત વ્યક્તિઓનો જ પ્રવેશ અને નિર્ગમન થઈ શકતો હતો. ચોરોની શોધ કરનાર અથવા ચોરો દ્વારા હરાયેલા ધનને પાછું લાવવામાં પ્રયત્નશીલ એવા ઘણાં મનુષ્યો પણ તેમાં પ્રવેશ કરી શકતા ન હતા. તે શાલાટવી નામની ચોર પલ્લીમાં વિજય નામનો ચોરોનો સેનાપતિ રહેતો હતો. તે મહાઅધર્મી હતો યાવતુ તેના હાથ લોહીથી ખરડાયેલા રહેતા હતા. તેનું નામ અનેક નગરોમાં પ્રસિદ્ધ હતું. તે શુરવીર, દ્દઢ પ્રહાર કરનાર, સાહસિક, શબ્દવેધી, શબ્દના આધારે બાણ માર નાર અને તલવાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org