________________
શ્રુતસ્કંધ-૧, અધ્યયન-૯ પ્રકારના વાદ્ય અને જેમાં મૃદંગ વાગી રહ્યા છે તેવા ૩૨ પ્રકારના નાટકોદ્વારા પ્રશસિત થતા યાવતુ આનન્દપૂર્વક સમયવીતાવવા લાગ્યા.
મહારાજ વૈશ્રમણદત્ત કાળધર્મ પામી ગયા. તેમના મૃત્યુ પર શોકગ્રસ્ત પુષ્પ નંદીએ ઘણા મોટા સમારોહ સાથે તેમનું નિસ્સરણ કર્યું યાવતુંમૃતક કર્મ કરીને પ્રજાના અનુરોધથી (આગ્રહથી) રાજ્યસિંહાસન ઉપર આરૂઢ થયો, ત્યારથી તે યુવરાજ મટીને રાજા થયો. રાજા થઈ ગયા પછી પુષ્પનંદી પોતાની માતા શ્રીદેવીની નિરંતર ભક્તિ કરવા લાગ્યો. તે હંમેશા માતા પાસે જઈને તેના ચરણોમાં પ્રમાણ કરતો, ત્યાર બાદ શતપાક અને સહસ્ત્રપાક તેલોના માલિશથી અસ્થિ, માંસ, ત્વચા અને રૂંવાડાને સુખ કારી એવી ચાર પ્રકારની સંવાહનક્રિયાથી શરીરને શાતા પહોંચાડતો પછી સુગંધિત ચૂર્ણથી શરીરનું ઉબટન કરીને ગરમ, ઠંડા અને સુગંધિત પાણીથી સ્નાન કરાવતો, ત્યાર બાદ વિપુલ અશના દિનું ભોજન કરાવતો, ભોજન કરાવ્યા પછી જયારે તે શ્રી દેવી સુખાસન પર બિરાજમાન થઇ જતી ત્યારે તે પોતે સ્નાન કરતો, પછી મનુષ્ય સંબંધી ભોગોનો ઉપયોગ કરતો સયમ વ્યતીત કરતો. ત્યાર બાદ કોઈ વખતે મધ્ય રાત્રિમાં કુટુંબ સંબંધી ચિંતાઓથી વ્યગ્ર થયેલી દેવદત્તા જાગતી હતી, તે વખતે તેના હૃદયમાં એવો સંકલ્પ થયો કે મહારાજ પુષ્પનંદી નિરંતર શ્રી દેવીની સેવામાં જ લીન રહે છે. તેથી આ અવક્ષેપથી હુ મહારાજ પુષ્પનંદી સાથે મનુષ્ય સંબંધી ઉદાર વિષય ભોગોનો ઉપભોગ કરી શકતી નથી, અર્થાત્ તેઓ નિરંતર શ્રીદેવીની ભક્તિમાં જ લાગેલા રહે વાથી મને તેમની સાથે ભોગપભોગનો પૂરતો સમય મળતો નથી, તેથી મારા માટે હવે એ જ યોગ્ય છે કે, અગ્નિ, શસ્ત્ર અથવા વિષના પ્રયોગથી શ્રીદેવીનો પ્રાણાન્ત કરીને મહા રાજ પુષ્પનંદી સાથે મનુષ્ય સંબંધી ઉદાર વિષયભોગોની ઈચ્છા મુજબ ઉપભોગ કરું, એવો વિચાર કરીને તે શ્રીદેવીને મારવા માટે કોઈ અંતર, છિદ્ર જેવા લાગી અને વિરહની પ્રતીક્ષામાં સાવધાન રહેવા લાગી.
ત્યાર બાદ કોઈ વખતે શ્રીદેવી સ્નાન કરીને એકાન્તમાં શય્યા ઉપર સુખપૂર્વક સૂતેલી હતી, આ બાજુ દેવી દેવદત્તાએ એકાન્તમાં સૂતેલી શ્રીદેવીને જોઈ અને ચારે તરફ નજર ફેરવીને જ્યાં રસોડું હતું ત્યાં આવી, આવીને એક લોખંડના સળિયાને અગ્નિમાં તપાવ્યો. જ્યારે તે સળિયો અગ્નિ જેવો અને કેસૂડાંના ફૂલ જેવો લાલ થઈ ગયો ત્યારે તેને સાણસીથી પકડીને જ્યાં શ્રીદેવી હતી ત્યાં આવી. તે તપાવેલા લોઢાના સળિયાને શ્રીદેવીના અપાન ભાગમાં ગુધરથાનમાં ખેંચાડી દીધો. તે સળિયો ખુંચાડવાથી મોટી ચીસ પાડીને આઝંદન કરતી શ્રીદેવી મૃત્યુ પામી. ત્યારબાદ તે ભયાનક ચીત્કારના શબ્દ સાંભળીને શ્રીદેવીના દાસદાસીઓ ત્યાં દોડી આવ્યા. આવતાં જ તેમણે ત્યાંથી દેવ દત્તાને જતી જોઈ અને જ્યારે તે દાસીઓ શ્રીદેવી પાસે ગઈ તો તેમણે શ્રીદેવીને પ્રાણ રહિત, ચેખાશૂન્ય અને જીવનરહિત થયેલી જોઈ. ત્યારે શ્રીદેવીને મરેલી જોઇને તેઓ
એકદમ રાડો પાડવા લાગી. હાય ! હાય ! મહાન અનર્થ થઈ ગયો, એમ કહીને રોતી, ' ચિલ્લાતી અને વિલાપ કરતી તેઓ મહારાજ પુષ્પનંદી પાસે આવી અને આવીને તેને
આ પ્રમાણે કહેવા લાગી - હે સ્વામિનું! મહાન અનર્થ થઈ ગયો, દેવી દેવદત્તાએ શ્રીદવીને જીવનરહિત કરી દીધી- મારી નાખી. - ત્યાર બાદ રાજા પુષ્પનંદી તે દાસીઓ પાસેથી વૃત્તાન્ત સાંભળીને અને તેનો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org