SearchBrowseAboutContactDonate
Page Preview
Page 331
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૨૮ વિવાગસૂર્ય-૧૯૩૩ વિચાર કરીને મહાન માતૃ શોકથી આક્રાન્ત થઈ ગયો. કુહાડાથી કાપેલા ચંપક વૃક્ષથી જેમ ધબ દઈને નીચે ભૂમિ પર સંપૂર્ણ અંગોથી પડી ગયો. ત્યાર બાદ થોડા સમય પછી તે પુષ્પગંદી રાજા હોશમાં આવ્યો, ત્યારે રાજા, ઈશ્વર યાવતુ સાર્થવાહ આ બધા સાથે અને મિત્રો. જ્ઞાતિજનો, નિજજનો, સ્વજનો, સંબંધીજનો અને પરિજનો સાથેદન, આકંદન અને વિલાપ કરતો મહાન ઋદ્ધિ તેમજ સત્કાર સમુદાયથી તે શ્રીદેવીની સ્મશાનયાત્રા કાઢી. ત્યાર બાદ અત્યંત ક્રોધથી લાલપીળો થઈને તેણે, તે દેવદતા દેવીને, રાજપુરુષો દ્વારા પકડાવીને ઉપરોક્ત વિધિથી દેવદત્તાને મારી નાખવાની આજ્ઞા આપી. આ રીતે હે ગૌતમ! દેવદત્તા દેવી પૂર્વકૃત પાપકર્મોનું ફળ ભોગવતી વિચરી રહી છે. હે ભગવન્ત ! દેવદત્તા દેવી અહિંથી કાલ માસમાં કાળ કરીને ક્યાં જશે અને ક્યાં ઉત્પન્ન થશે? ભગ વત્તે કહ્યું- હે ગૌતમ ! દેવદત્તા દેવી ૮૦ વર્ષનું પરમ આયુષ્ય ભોગવીને કાલ માસમાં કાળ કરીને રત્નપ્રભા નામની નરકભૂમિમાં ઉત્પન્ન થશે, બાકીનું સંસારભ્રમણ પૂર્વવતુ કરતી થકી યાવતુ વનસ્પતિમાં લીંબડા આદિ કડવા વૃક્ષોમાં તથા કડવા દૂધ વાળા અર્ક આદિના છોડોમાં લાખો વાર ઉત્પન્ન થશે.ત્યાંથી અંતર રહિત નીકળીને ગંગપુર નગરમાં હંસ રૂપે ઉત્પન્ન થશે, ત્યાં પારધી દ્વારા વધ કરવા પર, તે હંસ ગંગ પરનગરમાં શ્રેષ્ઠી કુળમાં પુત્રરૂપે જન્મ લેશે, ત્યાં સભ્યક્તિને પ્રાપ્ત કરી પ્રથમ દેવલોક માં ઉત્પન્ન થશે, ત્યાં ચારિત્ર ગ્રહણ કરી સિદ્ધિ પ્રાપ્ત કરશે, કેવળજ્ઞાન દ્વારા સમસ્ત પદાર્થોને જાણશે, સંપૂર્ણ કર્મોથી મુક્ત થઈ સમસ્ત કમજન્ય સંતાપથી રહિત થઈ સર્વ દુઃખોને અંતર કરશે. અધ્યયન ૯-નીમુનિ દીપરત્નસાગરે કરેલગુર્જરછાયા પૂર્ણ | (અધ્યયનઃ ૧૦ અંજૂશ્રી) [૩૪] હે જંબૂ! તે કાળ અને તે સમયમાં વધમાનપુર નામનું એક નગર હતું. ત્યાં વિજયવર્ધમાન નામનું ઉદ્યાન હતું. તેમાં મણિભદ્ર નામના યક્ષનું યક્ષાયતન હતું. વિજય મિત્ર ત્યાંના રાજા હતા. ત્યાં ધનદેવ નામનો સાર્થવાહ રહેતો હતો, જે બહુ જ ધનવાનું અને નગપ્રતિષ્ઠિત હતો, તેની પ્રિયંગુ નામની પત્ની હતી તથા તેની સર્વોત્કૃષ્ટ શરીર વાળી અંજૂ નામની બાલિકા હતી. વિજય વર્ધમાન ઉદ્યાનમાં કોઈ વખતે શ્રમણ ભગવાન મહાવીર સ્વામી પધાર્યા, યાવતુ પરિષદુ ધર્મ દેશના સાંભળીને પાછી ચાલી ગઈ. તે વખતે ભગવાનના જ્યેષ્ઠ શિષ્ય યાવતું ભિક્ષા માટે ભ્રમણ કરતા, વિજયમિત્ર રાજાના ઘરની અશોક વાટિકાની નજીક જતાં તેઆએ, એક દુબળા શરીરવાળી, ભૂખી, માંસ રહિત શરીરવાળી, જેના હાડકાં ખખડી રહ્યાં હતાં તેવી જેની ચામડી હાડકાં સાથે ચોંટી ગઈ છે તેવી, જેના હાડ ચામજ બાકી રહ્યાં છે તેવી, નીલા રંગની સાડી પહેરેલી, તેમજ કષ્ટમય, કરુણાજનક અને દીનતાપૂર્ણ વચન બોલતી એક સ્ત્રીને જોઇ, જોઈને વિચાર કરવા લાગ્યા. બાકી સર્વ વૃત્તાન્ત પુર્વવતુ જાણવો. હે ગૌતમ! તે કાળ અને તે સમયમાં આ જંબુદ્વીપના ભારત વર્ષમાં ઇન્દ્રપુર નામનું એક સુપ્રસિદ્ધ નગર હતું. ત્યાં ઇન્દ્રદત્ત નામનો રાજા રાજ્ય કરતો હતો. તે નગરમાં “પૃથ્વી શ્રી’ નામની એક વેશ્યા રહેતી હતી. ઇન્દ્રપુર નગરમાં તે ગણિકા અનેક ઈશ્વર, તલવર યાવતુ સાર્થવાહ આદિ લોકોને ચૂણદિના પ્રયોગથી વશમાં કરીને મનુષ્ય સંબંધી ઉદારમનોજ્ઞ કામભો ગોનો ઈચ્છા પ્રમાણે ઉપભોગ કરતી આનંદપૂર્વક સમય : Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005056
Book TitleAgam Deep Agam 06 to 13 Gujarati Anuvaad Part 3
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy