________________
શ્રુતસ્કંધ-૧, અધ્યયન-૧૦
૩૨૯ વીતાવી રહી હતી. ત્યાર બાદ એ તત્કમ, તત્રધાના તદ્વિધા તથા તત્સમાચાર તે પૃથ્વી શ્રી વેશ્યા અત્યંત નિકાચિત પાપ કર્મોનું ઉપાર્જન કરીને ૩પ૦૦ વર્ષના પરમ આયુષ્યને ભોગવીને કાળ માસમાં કોલ કરીને છઠ્ઠી નરક ભૂમિની ૨૨ સાગરોપમની સ્થિતિવાળા નારકોમાં નારકરૂપે ઉત્પન્ન થઈ. ત્યાંથી નીકળીને તે આજ વર્ધમાનપુર નગરના ધનદેવ નામના સાર્થવાહની પ્રિયંગુ નામની પત્નીના ઉદરમાં કન્યારૂપે ઉત્પન્ન થઈ. તે પ્રિયંગુએ નવમાસ પૂર્ણ થવા પર કન્યાને જન્મ આપ્યો અને તેનું નામ “અંજૂશ્રી' રાખ્યું. તેનું બાકીનું વર્ણન દેવદત્તાની જેમ જાણવું.મહારાજ વિજ્યમિત્રે અશ્વક્રીડા કરવા માટે જતા વૈશ્ર મણ દત્તની જેમજ અંજૂછીને જોઈ અને તેતલિની જેમ તેને પોતાને માટે માગી, યાવતું તે અંજૂશ્રી સાથે લગ્ન કર્યા.
કોઈ અન્ય સમયે અંજૂશ્રીના શરીરમાં યોનિશૂળ નામના રોગનો પ્રાદુર્ભાવ થયો. આ જોઇને વિજય રાજાએ કૌટુંબિક પુરુષોને આ વાત જાહેર કરવા કહ્યું. આ ઉદ્ઘોષણા સાંભળીને નગરના ઘણાં અનુભવી વૈદ્યો, વૈદ્યપુત્રો આદિ રાજા વિજ્યમિત્ર પાસે આવ્યા. રાજાની આજ્ઞાથી તેઓ અંજૂશ્રી પાસે ઉપસ્થિત થયા અને અંજૂશ્રી પાસે આવીને ઔત્પાત્તિકી આદિ બુદ્ધિઓ દ્વારા નિદાનાદિથી રોગનો નિર્ણય કરતા વિવિધ પ્રકારના અનુભવિક પ્રયોગો દ્વારા દેવી અંજૂશ્રીના યોનિશૂળને ઉપશાન્ત કરવાનો પ્રયત્ન કરવા લાગ્યા. પરંતુ તેમના પ્રયોગોથી દેવી અજૂશ્રીના યોનિશૂળનું શમન કરવામાં નિષ્ફળ ગયા ત્યારે ખિન્ન, ગ્રાન્ત અને હતોત્સાહ થઇને જ્યાંથી આવ્યા હતાં ત્યાં ચાલ્યા ગયા. ત્યાર બાદ દેવી અંજૂશ્રી તે શલ્યજન્ય વેદનાથી દુઃખી થતી સુકાવા લાગી, ભૂખી રહેવા લાગી અને માંસરહિત શરીરવાળી થઇને કષ્ટપૂર્ણ, કરુણાજનક અને દીનતાપૂર્ણ શબ્દોમાં વિલાપ કરતી જીવન વ્યતીત કરવા લાગી.
હે ભગવન્! અંજૂદેવી અહીંથી કાલ માસમાં કાળ કરીને કયાં જશે અને કયાં ઉત્પન્ન થશે? હે ગૌતમ! અંજૂદેવી ૯૦ વર્ષના પરમ આયુષ્યને ભોગવીને કાલે માસમાં કાળ કરીને રત્નપ્રભા નામની પૃથ્વીમાં નારકરૂપે ઉત્પન્ન થશે. તેનું બાકીનું સંસારભ્રમણ પ્રથમ અધ્યયનની જેમ જાણવું, યાવતું વનસ્પતિમાં લીંબડા આદિ કડવાં વૃક્ષો તથા કડવા દૂધવાળા અર્ક આદિના છોડોમાં લાખો વાર ઉત્પન્ન થશે. ત્યાંની ભવસ્થિતિને પૂર્ણ કરીને તે સર્વતોભદ્ર નામના નગરમાં મોર રૂપે ઉત્પન્ન થશે. ત્યાં તે મોર, પારધી દ્વારા મરાઈ જવાપર તે જ સર્વતોભદ્ર નગરના એક પ્રસિદ્ધ શ્રેષ્ઠીકુળમાં પુત્રરૂપે ઉત્પન્ન થશે.ત્યાં બાળપણને છોડી, યૌવનાવસ્થાને તેમજવિજ્ઞાનની પરિપકવઅવસ્થાને પામતો તે તથારૂપ સ્થવિરો પાસે સમ્યકત્વને પ્રાપ્ત કરશે. ત્યાર બાદ દીક્ષા ગ્રહણ કરીને, મૃત્યુ પછી સૌધર્મ દેવલોકમાં ઉત્પન્ન થશે. મહાવિદેહ ક્ષેત્રમાં તે ઉત્તમ કુળમાં જન્મ ધારણ કરશે, જેવી રીતે પહેલાઅધ્યયનમાં વર્ણન કર્યું છે તેમાયાવતુસર્વદુખોથી રહિત થઈ જશે. | અધ્યયનઃ ૧૦-ની મુનિદીપરત્ન સાગરે કરેલ ગુર્જરછાયાપૂર્ણ !
શ્રુતસ્કંધ -૧-ગુર્જરછાયાપૂર્ણT
F શ્રુતસ્કંધ ૨ ક.
(અધ્યયનઃ૧-સુબાહુકુમાર [૩૫] તે કાળ અને તે સમયમાં રાજગૃહમાં નામનું નગર હતું. તે નગર ઋદ્ધિ અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org