________________
૪૦૦
રાયuસેલિયં - (૩૨) આપનારાં આસનો માંડેલાં છે. વળી, તે વનખંડોમાં જ્યાં ત્યાં સર્વરત્નમય એવા ઝળાં ઝળાં થતા જાઈની વેલોના મંડપો, જૂઈની વેલોના મંડપો, મલ્લિકા, નવમાલિકા, વાસંતી, દધિવાસુકા, સૂસલ્ડિ-સૂરજમુખીનાગરવેલ, નાગ, અતિમુક્તક, અપ્લોયા અને માલુ કાની લતાઓના મંડપો ફેલાએલા છે. તે પ્રત્યેક મંડપમાં હંસ અને ગણ્ય વગેરેના ઘાટના, ઉંચા ઢળતા અને લાંબા એવા કેટલાય સર્વરત્નમય શિલાટ્ટકો ઢાળેલા છે. તે બધાય શિલાપટ્ટકો માખણ જેવા સુંવાળા કોમળઅનેદેદીપ્યમાન છે.હે ચિરંજીવ શ્રમણ ! તે સ્થળે અનેક દેવો અને દેવીઓ બેસે છે, સૂએ છે, વિહરે છે, હસે છે, રમે છે, રતિક્રીડા કરે છે અને એ રીતે પોતે પૂર્વે ઉપાર્જેલાં શુભ કલ્યાણમય મંગળરુપ પુણ્ય કર્મોના ફલ વિપાકોને ભોગવતા આનંદપૂર્વક વિચરે છે.
[૩૩] વળી, તે વનખંડોની વચ્ચોવચ્ચ પાંચસે યોજન ઉંચા અને અઢીસો યોજન પહોળા એવા ચાર મોટા પ્રાસાદો શોભી રહ્યા છે. એ પ્રાસાદોનાં ભોંયતળિયાં તદ્દન સપાટ છે અને તેમાં ચંદરવા સિંહાસનો વગેરે ઉપકરણો યથાસ્થાને ગોઠવાએલાં છે. તેમાંના એક પ્રાસાદમાં અશોકદેવ, બીજામાં સપ્તપદવ, ત્રીજામાં ચંપકદેવ અને ચોથામાં ચૂતકદેવ એમ ચાર દેવોનો નિવાસ છે. એ ચારે દેવો મોટી દિવ્ય સમૃદ્ધિવાળા અને પલ્યોપમપ્રમાણ આયુષ્યવાળા છે. જેની આસપાસ ચારે બાજુ એવડો મોટો અને અતિશય સુંદર વનખંડ શોભી રહ્યો છે એવા તે સૂયભિનામના દેવવિમાનનો અંદરનો ભૂભાગ તદ્દન સપાટ અને અત્યંત રમણીય છે. ત્યાં પણ ઘણા દેવો અને દેવીઓ ફરે છે, બેસે છે, હસે છે, રતિક્રીડા કરે છે અને આનંદ માણતા વિચારે છે. તે વિમાનના એ ભૂભાગની વચ્ચોવચ્ચ લાખ યોજન લાંબું પહોળું એવું એક મોટું ઉપકારિકાલયન છે, તેનો ઘેરાવો ત્રણ લાખ સોળહજાર બસે સત્તાવીસ યોજન, ત્રણ કોશ, અઠ્ઠાવીસસે ધનુષ, તેર આંગળ અને ઉપર ઓછું વધતું અડધું આગળ છે. એ એવું મોટું લયન આખુંય સુવર્ણમય છે અને અત્યંત મનોહરમાં મનોહર છે.
[૩૪]એ લયનની ચારે બાજુ અડધું યોજન ઊંચી અને પાંચસે ધનુષ પહોળી એવી એક મોટી પદ્મવરવેદિકા છે અને એટલાજ માપનો એક મોટો વનખંડ તે લયનને ઘેરી રહેલો છે. તે વેદિકાના થાંભલા, પાટિયાં, ખીલીઓ, ખીલીઓની ટોપીઓ, વાંસડા, વાંસડા ઉપરનાં નળિયાં, પાટીઓ, મોભીયાં, ઢાંકણાં અને તેનાં જાળિયાં ગોખલા વગેરે એ બધું વિવિધ રત્નમય મણિમય વજમય અને સુવર્ણરજતમય છે. એનાં કેટલાંક જાળિયાં નાની નાની ટોકરીઓવાળાં, મોતીના પડદાવાળાં અને મોટી મોટી લટકતી માળાવાળાં છે. એ વેદિકામાં જ્યાં ત્યાં સર્વરત્નમય ઘોડાની વૃષભની અને સિંહ વગેરેની જોડો શોભી રહી છે. હે ભંતે! એ વેદિકાને પદ્મવરવેદિકા કહેવાનું શું કારણ ? ગૌતમ ! એ વેદિકાના થાંભલા, પાટીયાં, ખીલીઓ, ખીલીઓની ટોપીઓ, મોભ અને જાળિયાં વગેરે દરેક ભાગમાં, ચોમાસાના પડતા પાણીને રોકી શકે એવાં છત્રાકાર અનેક પ્રકારનાં સર્વરત્નમય સુંદર ઉત્પલો, કુમુદો, નલિનો, પુંડરીકો વિગેરે નાના પ્રકાર નાં ખીલેલાં પડ્યો શોભી રહ્યાં છે, માટે તેને પાવરવેદિકા કહેલી છે.
' હે ભગવન્! વર્ણવેલી એ પદ્મવરવેદિકા શું શાશ્વત છે કે અશાશ્વત છે? ગૌતમ! દ્રવ્યાર્થિક નયની દષ્ટિએ તો એ વેદિકા શાશ્વત છે, પણ હે ગૌતમ ! તે વેદિકાના વણ, ગંધો, રસો અને સ્પશની દષ્ટિએ જોતાં અથતુ વદિ પર્યાયોની અપેક્ષાએ તો તે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org