________________
i
શ્રુતસ્કંધ-૧, અધ્યયન-૮
૩૨૩
દ્વારા સારી રીતે નિદાનને જાણતા તે વૈદ્યો વમન, છઈન તથા અવપીડન અને કવલ ગ્રાહથી શલ્ય નો ઉદ્ધાર કરવા માટે, શૌકિદત્ત માછીમારના ગળામાંથી મત્સ્યના કાંટા ને કાઢવાની ઇચ્છા કરે છે. પરન્તુ તેમાં તેઓ સફળ ન થઇ શકયા અને નીકળતા પરુ તથા લોહીને બંધ પણ તેઓ કરી ન શકયા. ત્યારે તેઓ શ્રાન્ત, તાન્ત અને પરિતાન્ત થઇને પોતપોતાના સ્થાને ગયા.
ત્યારે વૈદ્યોનો ઇલાજ સફ્ળ નહિ થવાથી નિરાશ થયેલો તે શૌરિકદત્ત મહાન વેદનાને ભોગવતો સુકાઇ ગયો, યાવત્ હાડપિંજર માત્ર બાકી રહી ગયું. તે દુઃખપૂર્વક સમય વ્યતીત કરવા લાગ્યો. હે ગૌતમ ! આ રીતે તે શૌરિકદત્ત પૂર્વકૃત યાવત્ અશુભ કર્મોનો ફળને ભોગવી રહ્યો છે. ભંતે ! શૌરિકદત્ત માછીમાર અહીંથી કાલમાસે કાળ કરીને કર્યાં જશે અને કયાં ઉત્પન્ન થશે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ મહાવીર બોલ્યા. હે ગૌતમ ! ૭૦ વર્ષના પરમ આયુષ્યને ભોગવીને કાલમામમાં કાળ કરીને રત્નપ્રભા નામની પહેલી નક૨ભૂમિમાં ઉત્પન્ન થશે. તેનું બાકીનું સંસાર-ભ્રમણ પૂર્વવત્ જ જાણવું જોઇએ, યાવત્ તે પૃથ્વીકાયમાં લાખોવાર ઉત્પન્ન થશે. ત્યાંથી હસ્તિનાપુરમાં મત્સ્ય બનશે, ત્યાં માછ મારો દ્વારા વધને પ્રાપ્ત થઇ, ત્યાં જ હસ્તિપુરમાં એક શ્રેષ્ઠીકુળમાં જન્મ લેશે, ત્યાં તેને સમ્યક્ત્ત્વની પ્રાપ્તિ થશે. ત્યાંથી મરણ પામીને સૌધર્મ નામના દેવલોકમાં ઉત્પન્ન થશે. ત્યાંથી આવીને મહાવિદેહ ક્ષેત્રમાં જન્મશે અને ત્યાં ચારિત્ર ગ્રહણ કરીને, તેની સિદ્ધપદને પ્રાપ્ત કરશે.
અધ્યયનઃ ૯ની મુનિદીપરત્ન સાગરે કરેલ ગુર્જરછાયાપૂર્ણ અધ્યયનઃ૯-દેવદત્તા
[૩૩] હે - જંબૂ ! તે કાળ અને તે સમયમાં રોહીતક નામનું ઋદ્ધ, સ્તિમિત અને સમૃદ્ધ નગર હતું. ત્યાં પૃથિવીઅવતંસક નામનું એક ઉઘાન હતું, તેમાં ધરણ નામના યક્ષનું યક્ષાયતન હતું. ત્યાં વૈશ્રમણ દત્ત નામના રાજાનું રાજ્ય હતું. તેને શ્રી નામની રાણી હતી. તેને યુવરાજ પદથી અલંકૃત પુષ્પનંદી નામનો કુમા૨ હતો. તે નગરમાં દત્ત નામનો એક ગાથાપતિ રહેતો હતો, જે ધનવાન યાવત્ પોતાની જ્ઞાતિમાં ઘણો સન્માન નીય હતો, તેને કૃષ્ણશ્રી નામની પત્ની હતી. તેને સંપૂર્ણ તેમજ નિર્દોષ, પાંચ ઇન્દ્રિયોથી યુક્ત ઉત્તમ શરીરવાળી દેવદત્તા નામની એક બાલિકા હતી. તે કાળ અને તે સમયમાં પૃથિવીઅવતંસક નામના ઉદ્યાનમાં શ્રમણ ભગવાન મહાવીર સ્વામી પધાર્યા, તે વખતે ભગવાનના જયેષ્ઠ શિષ્ય ગૌતમ સ્વામી છઠ્ઠના પારણા માટે ભિક્ષાર્થે ગયા, યાત્ રાજમાર્ગમાં પધાર્યા, ત્યાં તેઓ હાથીઓ, અશ્વો અને પુરુષોને જુએ છે. તેમની વચ્ચે તેમણે અવકોટક બંધનથી બાંધેલી, કાન, નાક કાપેલી, યાવત્ શૂળી વડે ભેદન કરાતી એક સ્ત્રીને જોઇ, જોઇને તેમના મનમાં પહેલાની જેમ વિચાર ઉત્પન્ન થયો, યાવત્ પહેલાની જેમ ભિક્ષા લઇને નગ૨માંથી નીકળ્યા અને ભગવાનની પાસે આવીને આ પ્રમાણે કહેવા લાગ્યા - હે ભદન્ત ! આ સ્રી પૂર્વભવમાં કોણ હતી?
હે ગૌતમ ! તે કાળ અને તે સમયમાં જંબુદ્વીપના ભારત વર્ષમાં સુપ્રતિષ્ઠ નામનું એક ઋદ્ધ, સ્તિમિત અને સમૃદ્ધ નગર હતું. ત્યાં મહારાજ મા સેન રાજ્ય કરતા હતા. તેના અન્તઃપુરમાં ધારિણી વિગેરે એક હજાર રાણીઓ હતી. મહારાજ મહાસેનનો પુત્ર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org