________________
૯૪
નાયામ કહાઓ-૧૧-૮૯૩ દ્વારથી કાઢી મુક્યા. કુંભ રાજા દ્વારા અસત્કારિત-અસન્માનિત અને અપદ્વારથી કઢા યેલા તે છએ રાજદૂતો પોતપોતાના રાજા હતા ત્યાં પહોંચ્યા. પહોંચીને બે હાથ જોડીને તેમજ મસ્તક પર અંજલિ કરીને આ પ્રમાણે કહેવા લાગ્યા.
હે સ્વામિનું ! અમે જિતશત્રુ વગેરે છએ રાજાઓના દૂતો એક જ સાથે જ્યાં મિથિલા નગરી હતી ત્યાં પહોંચ્યા. પરંતુ યાવતુ કુંભ રાજા વિદેહવરરાજકન્યા મલ્લી આપને નહી આપે’ દૂતોએ પોત-પોતાના રાજાઓને આ અર્થ વૃત્તાન્ત નિવેદિત કર્યો. ત્યાર પછી તે જિતશત્રુ વગેરે છએ રાજાઓ દૂતો પાસેથી આ અર્થને સાંભળીને અને સમજીને એકદમ કોપિત થયા. તેઓએ એક બીજાની પાસે દૂત મોકલ્યા અને આ પ્રમાણે કહેવડાવ્યું- હે દેવાનુપ્રિય ! આપણે છએ રાજાઓના દૂતો એક સાથે યાવતુ. કાઢવામાં આવ્યા. તેથી આપણે લોકોએ કુંભ રાજાની તરફ પ્રયાણ કરવું યોગ્ય છે. આ પ્રમાણે કહીને તેઓએ એક બીજાની વાત સ્વીકાર કરી. સ્વીકાર કરીને સ્નાન કર્યું. સન્નદ્ધ થયા હાથીના સ્કંધ ઉપર આરૂઢ થયા. કોરંટ વૃક્ષના ફૂલોની માળાવાળુ છત્ર ધારણ કર્યું. શ્વત ચામર તેના ઉપર ઢોળાવા લાગ્યા. મોટા મોટા ઘોડાઓ, હાથીઓ, રથો, અને ઉત્તમ યોદ્ધાઓ સહિત ચતુરંગિણી સેનાથી પરિવૃત્ત થઈને સર્વ ઋદ્ધિની સાથે યાવતુ વાદ્યોના ધ્વનિની સાથે પોત પોતાના નગરોથી નીકળ્યા.એકઠા થઈને જ્યાં મિથિલા નગરી હતી ત્યાં જવાને માટે તૈયાર થયા. ત્યાર પછી કુંભ રાજાએ આ કથાનો અર્થ જાણીને પોતાના સૈનિક કર્મચારીને બોલાવ્યા. બોલાવીને કહ્યું-દેવાનુપ્રિય ! શીધ્ર ઘોડા, હાથી, આદિથી યુક્ત ચતુરંગિણી સેના તૈયાર કરો. યાવતું સેનાપતિએ સેના તૈયાર કરીને આજ્ઞા પાછી આપી. '
ત્યાર પછી કુંભ રાજાએ સ્નાન કર્યું. કવચ ધારણ કરીને સનદ્ધ થયો. શ્રેષ્ઠ હાથી ના સ્કંધ પર આરૂઢ થયા કોરંટના ફૂલોની માળાવાળું છત્ર ધારણ કર્યું. તેના ઉપર શ્રેષ્ઠ અને શ્વેત ચામર ઢોળવામાં આવ્યા યાવતું વિશાળ ચતુરંગિણી સેનાની સાથે મિથિલા રાજધાનીની મધ્યમાં થઈને નીકળ્યા. નીકળીને વિદેહ જનપદની મધ્યમાં થઈને જ્યાં પોતા ના દેશનો અંત હતો ત્યાં આવ્યા. આવીને ત્યાં પડાવ નાખ્યો. પડાવ નાખીને જિતશત્ર. પ્રભૃતિ છએ રાજાઓની પ્રતીક્ષા કરતો યુદ્ધને માટે સજ્જ થઈને રહ્યો. ત્યારે પછી જિત શત્રુ પ્રસૃતિ છએ રાજાઓએ જ્યાં કુંભ રાજા હતા ત્યાં આવ્યા. આવીને કુંભ રાજાની સાથે યુદ્ધ કરવાને માટે પ્રવૃત્ત થઈ ગયા. ત્યાર પછી તે જિતશત્રુ પ્રભૂતિ છએ રાજાઓએ કુંભ રાજાનું હનન કર્યું મથન કર્યું તેની ચિહ્ન રૂપ ધ્વજા પતાકાને છિન્નભિન્ન કરીને નીચે ફેંકી દીધી. તેના પ્રાણ સંકટમાં આપી ગયા. તેની સેના ચારે દિશાઓમાં ભાગી ગઈ. ત્યાર પછી તે કુંભ રાજા જિતશત્રુ આદિ છએ રાજાઓના દ્વારા હિત માન મર્દિત યાવતું સામર્થ્યહીન, બલહીન, પરાક્રમહીન, યાવતુ શત્રુસેનાનો સામનો કરવામાં અસમર્થ થઈ ગયો. તેથી તે શીધ્રતાપૂર્વક, ત્વરાની સાથે વાવતુ મિથિલા નગરીમાં પ્રવેશ કર્યો. પ્રવેશ કરીને મિથિ લાના દ્વાર બંધ કરી દીધા. દ્વાર બંધ કરીને કિલ્લાનો રોધ કરવામાં સજ્જ થઈને રહ્યો. ત્યાર પછી જિતશત્રુ પ્રભૂતિ છએ નરેશો જ્યાં મિથિલા નગરી હતી ત્યાં આવ્યા. આવીને મિથિલા રાજધાનીને મનુષ્યોના ગમનાગમનથી રહિત. કરી દીધી ત્યાં સુધી કે કોટની ઉપરથી પણ આવાગમન રોકી દીધું. અથવા મલ ત્યાગવાને માટે પણ આવવા જવાનું રોકી દીધું. તેઓએ નગરીને ચારે તરફથી ઘેરી લીધી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org