SearchBrowseAboutContactDonate
Page Preview
Page 98
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રતધ-૧, અધ્યયન-૮ ત્યાર પછી કુંભ રાજા મિથિલા રાજધાનીને ઘેરેલી જાણી અત્યંતર ઉપસ્થાન શાળામાં શ્રેષ્ઠ સિંહાસન પર બેઠા. તે જિતશત્રુ આદિ છએ રાજાઓના છિદ્રોને, વિવરોને, મર્મને પામી ન શક્યો તેથી ઘણાં આયોથી, ઉપાયોથી તથા ઔત્યાત્તિકી આદિ ચારે પ્રકારોની બુદ્ધિથી વિચાર કરતાં કરતાં કોઈ પણ આય યા ઉપાય ન પામી શકાયા. ત્યારે તેના મનનો સંકલ્પ ક્ષીણ થઈ ગયો યાવતુ તે આર્તધ્યાન કરવા લાગ્યો. આ તરફ વિદેહરાજ-કન્યા મલ્લીઓ સ્નાન કર્યું. યાવતુ ઘણી કુન્જાદિ દાસીઓથી પરિવૃત્ત થઈને તે જ્યાં કુંભ રાજા હતા. ત્યાં આવી. આવીને તેણીએ કુંભ રાજાના ચરણોને ગ્રહણ કર્યા ત્યારે કુંભ રાજાએ વિદેહવરરાજકન્યા મલ્લીનો આદર ન કર્યો. તે મૌન જ રહ્યો. ત્યાર પછી વિદેહવરરાજકન્યા મલ્લીએ રાજા કુંભને આ પ્રમાણે કહ્યું- હે તાત ! બીજા સમયે મને આવેલી જોઈને આપ યાવત્ ગોદમાં બેસાડતા હતા. પરંતુ શું કારણ છે કે આજે આપ અપહત માનસિક સંકલ્પવાળા થઈને ચિંતા કરી રહ્યા છો ?' ત્યારે કુંભ રાજાએ વિદેહરાજવર કન્યાને કહ્યું- હે પુત્રી ! તમારે માટે તમારી માંગણી કરવાને માટે જિતશત્ર પ્રભૂતિ છએ રાજાઓએ દૂત મોકલ્યા હતા. યાવતુ તેઓ ચારે તરફ ઘેરો નાખીને બેઠા છે. તેથી હે પુત્રી ! જિતશત્રુ પ્રભૂતિ નરેશોના અંતર-છિદ્રને જાણી શકતો નથી. યાવતુ ચિંતિત થઈ રહ્યો છું.” ત્યારે પછી વિદેહરાજવર કન્યા મલ્લીએ રાજા કુંભને આ પ્રમાણે કહ્યું- ‘તાત! આપ અવહત માનસિક સંકલ્પવાળા થઈને ચિંતા ન કરો. હે તાત ! આપ તે જિતશત્રુ આદિ પ્રત્યેક રાજાની પાસે ગુપ્ત રૂપમાં દૂતોને મોકલો. અને પ્રત્યેકને કહેવડાવી આપો કે વિદેહરાજવરકન્યા હું તમને આપું છું.' એમ કહેવડાવીને સંધ્યાકાલના અવસર પર જ્યારે વિરલ મનુષ્યો ગમનાગમન કરતા હોય અને વિશ્રામને માટે પોતપોતાના ઘરમાં મનુષ્ય બેઠા હોય, તે સમયે પ્રત્યેક રાજાને મિથિલા નગરીની રાજધાનીમાં પ્રવેશ કરાવો. પ્રવેશ કરાવીને તેને ગર્ભગૃહની અંદર લઈ જાવો. પછી મિથિલા રાજધાનીના દ્વાર બંધ કરાવી દેવા, અને નગરીના રોઘમાં સજ્જ થઈને રહેવું. ત્યાર પછી કુંભ રાજાએ એ પ્રમાણે કર્યું. - ત્યાર પછી જિતશત્રુ આદિ છએ રાજાઓ કાલે અથતુ બીજા દિવસે જાળિઓમાંથી તે સુવર્ણમય મસ્તક પર છિદ્રવાળી અને કમળના ઢાંકણવાળી મલ્લીની પ્રતિમા જોવા લાગ્યા. “આ વિદેહરાજની શ્રેષ્ઠ કન્યા મલ્લી છે' એમ જાણીને વિદેહરાજ કન્યા મલ્લીના રૂપ, યૌવન અને લાવણ્ય માં મૂર્ણિત, ગૃદ્ધ યાવતું અત્યંત લાલાયિત થઇને અનિમેષ દૃષ્ટિથી વારંવાર તેને જોવા લાગ્યા. ત્યાર પછી વિદેહરાજવરકન્યા મલ્લીએ સ્નાન કર્યું. યાવતું પ્રાયશ્ચિત્ત કર્યું તે સમસ્ત અલંકારોથી વિભૂષિત થઈને ઘણી કુન્જા આદિદાસીઓથી વાવ પરિવૃત્ત થઈને જ્યાં જાગૃહ હતું અને જ્યાં સુવર્ણની તે પ્રતિમા હતી ત્યાં આવી. આવીને તે સુવર્ણપ્રતિમાના મસ્તકથી તે કમળનું ઢાંકણું, હટાવી દીધું. ઢાંકણ હટાવતાની સાથે જ તેમાંથી એવી દુર્ગધ છૂટી કે જેવા મરેલ સર્પની દુર્ગધ હોય. થાવતુ તેનાથી પણ અધિક અશુભ ! ત્યાર પછી જિતશત્ર વગેરેએ તે અશુભ ગંધથી અભિભૂત પોત-પોતાના ઉત્તરીય વસ્ત્રોથી મુખ ઢાંકી લીધું, મુખ ઢાંકીને તેઓ મુખ ફેરવિીને ઉભા રહ્યા.ત્યારે જિતશત્ર આદિએ વિદેહરાજવરકન્યામલ્લીનેકહ્યું- દેવાનુપ્રિયે ! અમે આ અશુભ ગંધથી ગભરાઈને યાવત્ વિમુખ થયા છીએ.” ત્યાર પછી વિદેહરાજ કન્યા મલ્લીએ તે જિતશત્રુ આદિને આ પ્રમાણે કહ્યું- દેવાનુપ્રિયો ! શા કારણે આપ પોત Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005056
Book TitleAgam Deep Agam 06 to 13 Gujarati Anuvaad Part 3
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy