________________
શ્રુતસ્કંધ-૧, અધ્યયન-૧૩
૧૧૯
સ્તંભોવાળી યાવત્ મનોહર હતી. તેમાં ઘણા આલંકારિક પુરુષો જીવિકા, ભોજન અને વેતન આપીને રાખવામાં આવ્યા હતા. તેઓ ઘણા શ્રમણો, અનાથો, રોગીઓ, ગ્લાનો અને દુર્બલોનું અલંકાર કર્મ કરતા હતા.
તે નંદા પુષ્કરિણીમાં ઘણા સનાથ, અનાથ પથિક, પાંથિક, કાવડ ઉપાડનારા, કારીગરો, ઘસિયારો, પાંદડાના ભારાવાળા, કઠીયારાઓ આદિ આવતા હતા. તેમાંથી કોઈ કોઈ સ્નાન કરતા, કોઇ પાણી પીતા, કોઇ પાણી ભરીને લઇ જતા, કોઇ કોઇ પરસેવા, મેલ, મળ, પરિશ્રમ, નિદ્રા, ક્ષુધા અને પિપાસાને દૂર કરીને સુખપૂર્વક રહેતા હતા. નંદા પુષ્કરણીમાં રાજગૃહ નગરથી પણ નીકળેલા લોકો પાણીમાં રમણ કરતા હતા, વિવિધ પ્રકારે સ્નાન કરતા હતા, કેળાગૃહ, લતાગૃહ, પુષ્પશય્યા અને અનેક પક્ષીઓના સમૂહ ના મનોહર શબ્દોથી યુક્ત નંદા પુષ્કરણી અને વનખંડોમાં ક્રીડા કરતા વિચરતાં હતા. નંદા પુષ્કરિણીમાં સ્નાન કરનાર, પાણી પીનાર અને પાણી લઇ જનાર લોકો પરસ્પર આ પ્રમાણે વાતો કરતાં, “હે દેવાનુપ્રિય નંદ મણિયાર શેઠ ધન્ય છે,” કૃતાર્થ છે, યાવત્ તેનું જીવન અને જન્મ સફળ છે, જેની ચારે તરફ યાવત્ મનોહર આ નંદા પુષ્કરણી છે, જેનું
પૂર્વ દિશામાં વનખંડ છે. ઈત્યાદિ પૂર્વોક્ત લોકો ! નંદ મણિયારનો મનુષ્ય ભવ સુલબ્ધ
આદિ માર્ગોમાં,ગલી-ગલીમાં ઘણા લોકોઆપ્રમાણે કહેત હતા-દેવાનુપ્રિય ! નંદા મણિ યાર શેઠ ધન્ય છે,ઇત્યાદિ પૂર્વવત્ ત્યારે નંદ મણિયાર ઘણા લોકો પાસેથી આ વાત સાંભ ળીને હષ્ટ-તુષ્ટ થયો.મેઘનીધારાથીઆહતકદમ્બ વૃક્ષની સમાન તેના રોમ કૂપ વિકસિત થયા-તેની કલી-કલી ખીલી ઉઠી તે સાતાનિત પરમ સુખનો અનુભવ ક૨વા લાગ્યો.
[૧૪૬] પછી નંદમણિયાશ્રેષ્ઠીના શરીરમાં સોળ રોગાંતક ઉત્પન્ન થયા. શ્વાસ ઉધરસ જ્વર, જલન, કુક્ષિનોશુળ, ભગંદર, અર્ષ અજીર્ણ નેત્રશૂલ, મસ્તક શૂળ, ભોજન વિષયક અરુચિ, નેત્રવેદના, કાનની વેદના, ખરજવું જલોદર, અને કોઢ.
[૧૪૭] નંદ મણિયાર શેઠ આ સોળ રોગાતંકોથી પીડિત થયો. ત્યારે તેણે કૌટુ મ્બિક પુરુષોને બોલાવ્યા અને કહ્યું-દેવાનુપ્રિયો ! તમે જાઓ અને રાજગૃહ નગરમાં શ્રૃંગાટક યાવત્ નાના મોટા માર્ગોમાં ઊંચા અવાજથી ઘોષણા કરતાં કહો કે-હૈ દેવાનુ પ્રિયો ! નંદ મણિયાર શ્રેષ્ઠીના શરીરમાં સોળ રોગો ઉત્પન્ન થયા છે-જે કોઇ વૈદ્ય યા વૈદ્યપુત્ર, જાણકાર યા જાણકારપુત્ર, કુશળ યા કુશળનો પુત્ર, એક પણ રોગાંતક ઉપ શાંત ક૨વા ઇચ્છે યા મટાડી દે, તો હે દેવાનુપ્રિયો ! નંદ મણિયાર તેને વિપુલ ધન સંપત્તિ પ્રદાન કરશે.’ આ પ્રમાણે બીજીવાર ત્રીજીવાર ઘોષણા કરો ઘોષણા કરીને મારી આજ્ઞા પાછી આપો.” રાજગૃહ નગરમાં આ પ્રમાણેની ઘોષણા સાંભળીને અને હૃદયમાં ધારણ કરીને વૈદ્ય; વૈદ્યપુત્ર; યાવત્ કુશલપુત્ર હાથમાં શસ્ત્રકોશ લઇને કોશકનું પાત્ર હાથમાં લઇને, શિલિકા હાથમાં લઈને, ગોળીઓ હાથમાં લઇને અને ઔષધ તથા ભેષજ હાથમાં લઈને પોત-પોતાના ઘરેથી નીકળ્યાં. નંદ મણિયારના શરીરને જોયુ અને નંદ મણિયાર શેઠને રોગનું કારણ પૂછ્યું. પછી ઉદ્વર્તન દ્વારા; સ્નેહપાન દ્વારા, વમનદ્વારા, રેચનદ્વારા સ્વેદન દ્વારા, અવદહનથી અપસ્નાનથી, અનુવાસનાથી વસ્તિકર્મથી નિરુહ દ્વારા શિરા વેધથી તક્ષણથી શિરોવસ્તિથી,તર્પણથી,પુટપાકથી,રોહિણીઆદિનીછાલોથી, ગિલોય આદિ વેલોથી, મૂલોથી, કંદથી, પાંદડાથી, પુષ્પોથી ફળોથી, બીજથી શિલિકાથી, ગોળી ઓથી,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org