________________
૧૧૮
નાયાધમ્મ કહાઓ-૧-૧૩/૧૪૫ ખોદાવવામાં પ્રવૃત્ત થયો. તેણે પુષ્કરિણી ખોદાવવાનું કામ શરૂ કરાવી દીધું. ચતુષ્કોણ અને સમાન કિનારાવાળી પુરી પુષ્કરિણી થઈ ગઈ. અનુક્રમથી તેના ઉપર ચારે તરફ ફરતો કિલ્લો બનાવ્યો, તેનું પાણી ઠંડુ થયું. પાણી પાંદડા, બિસતંતુ અને મૃણાલથી આચ્છાદિત થઈ ગયું. તે વાવ ઘણા જ ખીલેલાં ઉત્પલ, પ કુમુદ, નલિની, સુભગ જાતીય કમળ, સૌગંધિક કમળ, પુંડરીક, મહાપુંડરીક, શતપત્ર, કમળ, સહસ્ત્ર પત્ર કમળ ની કેસર યુક્ત થઈ. પરિહન્દ નામક જલજંતુ, ભ્રમણ કરતા મન્દોન્મત્ત બમરો અને અનેક પક્ષીઓના યુગલો દ્વારા કરેલા શબ્દોથી ઉન્નત અને મધુર સ્વરથી તે પુષ્કરિણી ગૂંજવા લાગી. તે પ્રસન્ન કરનાર, દર્શનીય અભિરૂપ અને પ્રતિરૂપ થઈ ગઈ.
ત્યાર પછી તે નંદ મણિયાર શ્રેષ્ઠીએ નંદા પુષ્કરિણીની ચારે દિશાઓમાં ચાર વનખંડ રોપાવ્યા. તે વનખંડની ક્રમશઃ સુંદર રખવાળી કરવામાં આવી,સારસંભાળ લેવામાં આવી સુંદર રીતે તેને વધારવામાં આવ્યા, તેથી તે વનખંડ કૃષ્ણવર્ણવાળા તથા ગુચ્છારૂપ થઈ ગયા. તે પાંદડાથી યુક્ત પુષ્પથી યુક્ત યાવતું શોભાયમાન બની ગયો. ત્યાર પછી નંદ મણિયાર શેઠે પૂર્વદિશાના વનખંડમાં એક વિશાળ ચિત્રભાષા બનાવી. તે સો સ્તંભોથી બનેલી હતી, પ્રસન્નતા જનક હતી, દર્શનીય, અભિરુપ અને પ્રતિરૂપ હતી. તે ચિત્ર સભામાં કૃષ્ણવર્ણવાળી યાવતુ શુકલ વર્ણવાળી અનેક પુતળીઓ બનાવ વામાં આવી હતી. વસ્ત્રના પદ આદિ હતાં. ચિત્રકમ હતું. માટીની પૂતળીઓ હતી, દોરાથી ગુંથેલ કલાકૃતિઓ હતી, ફૂલોથી બનાવેલ કલાકૃતિઓ હતી, તે જ પ્રમાણે પૂરિમા કર્મ અને સંઘાતિમકર્મોડી જોડીને બનાવેલ કલાકૃતિઓ હતી. તે કલા કૃતિઓ એટલી સુંદર હતી કે દર્શકગણ તેને એક બીજાને બતાવી બતાવીને વર્ણન કરતા હતા. તે ચિત્રસભામાં ઘણા આસન અને શયન નિરંતર બિછાવેલા રહેતા. ત્યાં ઘણા નાટક કરનાર ઘણા નૃત્ય કરનાર જીવિકા ભોજન તેમજ વેતન આપીને રાખવામાં આવ્યા હતા. તેઓ તાલાયર કરતા હતા. રાજગૃહી નગરથી બહાર ફરવા માટે નીકળેલા લોકો તે સ્થાન પર આવીને પહેલાંથી જ પાથરેલા આસનો અને શયનો પર બેસીને અને સૂઇ ને કથા વાત સાંભળતા હતા અને નાટક આદિ જોતા હતા અને આનંદનો અનુભવ કરતા સુખપૂર્વક વિચરણ કરતા હતા.
ત્યાર પછી નંદ મણિયાર શેઠે દક્ષિણ તરફના વનખંડમાં એક મોટી ભોજનશળા બનાવડાવી. તે પણ અનેક સેંકડો સ્તંભોવાળી પાવતુ પ્રતિરૂપ હતી. ત્યાં પણ ઘણા લોકોને જીવિકા તેમજ ભોજન અને વેતન આપીને રાખ્યા હતા. વિપુલ અશનાદિ આહાર પકાવતા હતા અને ઘણા શ્રમણો, બ્રાહ્મણો, અતિથિઓ, દરિદ્રો અને ભિક્ષકોને આપતા હતા. ત્યાર પછી તે નંદ મણિયાર શેઠે પશ્ચિમ દિશાના વનખંડમાં એક ચિકિત્સાલય બનાવ્યું તે પણ અનેક સ્તંભોથી યુક્ત યાવતું મનોહર હતું. તે ચિકિત્સાલયમાં અનેક વૈદ્યો, વૈદ્ય પુત્રો, જ્ઞાયક-જ્ઞાયકપુત્ર, કુશળ આજીવિકા, ભોજન અને વેતન ઉપર નિયુક્ત કર્યા હતા. તેઓ ઘણા વ્યાધિતોની; ગ્લાનોની રોગીઓની અને દુર્બલોની ચિકિત્સા કરતા હતા. તે ચિકિત્સાલયમાં બીજા પણ ઘણા લોકોને આજિવિકા ભોજન અને વેતન આપીને રાખ્યા હતા. તેઓ તે વ્યાધિતો, રોગીઓ, ગ્લાનો અને દુર્બલોની ઔષધ, ભેષજ, ભોજન અને પાણી આપીને સેવા કરતાં હતાં. ત્યાર પછી નંદ મણિયાર શેઠે ઉત્તર દિશાના વનખંડમાં એક મોટી અલંકારસભા બનાવડાવી. તે પણ અનેક સેંકડો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org