________________
૧૧૦
શ્રુતસ્કંધ-૧, અધ્યયન-૧૩. વડે જોતાં જોતાં ભગવાન મહાવીરને જોયા. ત્યારે તે પરિવારની સાથે ભગવાનની પાસે આવ્યા. અને સૂયભદેવની સમાન નાટ્યવિધિ બતાવીને પાછા ગયા. ગૌતમભગવાને શ્રમણ ભગવાન મહાવીરને વંદન નમસ્કાર કર્યા. વંદન-નમસ્કાર કરીને આ પ્રમાણે કહ્યું “હે ભગવન્! દદેવ મહાન ઋદ્ધિવાળો આદિ છે તો હે ભગવન્! તે દર દેવની વિક્રિયા કરેલી તે દિવ્ય દેવદ્ધિ ક્યાં ચાલી ગઈ ? ક્યાં સમાઈ થઈ?” ભગવાને ઉત્તર આપ્યો- હે ગૌતમ ! તે દિવ્ય દેવઋદ્ધિ શરીરમાં ચાલી ગઈ, શરીરમાં સમાઈ ગઈ.' આ વિષયમાં કુટાગારનું દ્રષ્ટાંત સમજવું જોઇએ.
“ભગવાન દર દેવે તે તે દિવ્ય દેવદ્ધિ કેવી રીતે મેળવી હતી? કયા પ્રકારે તે તેમની સમક્ષ આવી?” ભગવાન ઉત્તર આપે છે- હે ગૌતમ ! આ જમ્બુદ્વીપમાં, ભરત ક્ષેત્રમાં રાજગૃહ નગર હતું. ગુણશીલત્ય હતું. શ્રેણિક નામનો રાજા હતો. નંદ નામક મણિકાર રહેતો હતો. તે સમૃદ્ધ હતો. તેસ્વી હતો અને કોઇથી પરાભવ પામતો ન હતો.
હે ગૌતમ ! તે કાળ અને તે સમયમાં હું ગુણશીલ ઉદ્યાનમાં આવ્યો. પરિષદૂ વંદના કરવા માટે નીકળી. શ્રેણિક રાજા પણ નીકળ્યો ત્યારે નંદ મણિયાર શેઠ આ કથા નો અર્થને જાણીને સ્નાન કરીને તેમજ વિભૂષિત થઇને, પગપાળા ચાલતો આવ્યો. યાવતું મારી ઉપાસના કરવા લાગ્યો. પછી તે નંદ મણિયાર શેઠ ધર્મ સાંભળીને શ્રમણો પાસક બની ગયો. ત્યાર પછી હું રાજગૃહ નગરની બહાર નીકળીને જનપદમાં વિચારવા લાગ્યો. નંદ મણિયાર શ્રેષ્ઠી સાધુઓના દર્શન ન થવાથી, તેઓની ઉપાસના ન કરવાથી, તેમનો ઉપદેશ ન સાંભળવાથી અને વીતરાગની વાણી સાંભળવાથી ઈચ્છા ન થવાથી ક્રમશઃ સમ્યકત્વ પર્યાયિની હીનતા થતી ગઈ અને મિથ્યાત્વની પયય ક્રમથી વૃદ્ધિ પામતાં, કોઈ સમયે તે મિથ્યાત્વી થઈ ગયો. ત્યાર પછી નંદ મણિયાર શ્રેષ્ઠીએ કોઇ સમયે ગ્રીષ્મઋતુના અવસર પર જેઠ માસમાં અષ્ટમ ભક્ત ગ્રહણ કર્યું ગ્રહણ કરીને તે પૌષધ શાળામાં વિચરવા લાગ્યો. ત્યાર પછી નંદ શ્રેષ્ઠીનો અમભક્ત જ્યારે પૂર્ણ થવા આવ્યું હતું ત્યારે તે ભૂખથી અને તરસથી ખુબ પીડિત થયો. તેના મનમાં આવો વિચાર ઉત્પન્ન થયો કે- તેઓ યાવતુ ઈશ્વર સાર્થવાહ આદિ ધન્ય છે, જેની રાજગૃહ નગરની બહાર ઘણી વાવડીઓ છે, પુષ્કરિણીઓ છે, યાવતું સરોવરની પંક્તિઓ છે, જેમાં ઘણાં લોકો પાણી પીવે છે, સ્નાન કરે છે અને તેમાંથી પાણી ભરી જાય છે. તો હું પણ કાલે પ્રભાત થવા પર શ્રેણિક રાજાની આજ્ઞા લઈને, રાજગૃહ નગરની બહાર, ઉત્તરપૂર્વ દિશામાં, વૈભાર પર્વત ની કંઇક નજીકમાં, વાસ્તુશાસ્ત્રના પાઠકની પસંદ કરેલ ભૂમિ ભાગમાં, યાવતું નંદા પુષ્કરિણી ખોદાવું, તે મારા માટે ઉચિત છે.
આ પ્રમાણે વિચાર કરીને બીજા દિવસે પ્રભાત થવા પર પૌષધ પાળ્યો. પૌષધ પાળીને સ્નાન કર્યું, પછી બલિકર્મ કર્યું, પછી મિત્રો જ્ઞાતિજનોની સાથે પરિવૃત્ત થઈને બહુમૂલ્ય અને રાજાને યોગ્ય ઉપહાર લીધો અને શ્રેણિક રાજાની પાસે પહોંચ્યો. ઉપહાર . રાજાની પાસે રાખીને આ પ્રમાણે બોલ્યો- “સ્વામિનું ! આપની અનુમતિ મેળવીને રાજગૃહ નગરની બહાર યાવતુ પુષ્કરિણી ખોદાવા ચાહુ છું.” રાજાએ ઉત્તર આપ્યો - દેવાનુપ્રિય! જેમ સુખ ઉપજે તેમ કરો. ત્યાર પછી નંદ મણિયાર શેઠ શ્રેણિક રાજા પાસે થી આજ્ઞા મેળવીને હષ્ટતુષ્ટ થયો. તે રાજગૃહ નગરની વચ્ચોવચ્ચે થઈને નીકળ્યો નીકળીને વાસ્તુશાસ્ત્રના પાઠકો દ્વારા પસંદ કરેલ ભૂમિભાગમાં નંદા નામની પુષ્ક રિણી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org