________________
શ્રુતસ્કંધ-૧, અધ્યયન-૧૬
૧૫૭ હતાં, ત્યાં જવાને માટે ઉદ્યત થયો. ત્યાર પછી કૃષ્ણ વાસુદેવે પદ્મનાભ રાજાને આવતો જોયો. જોઈને તે પાંચ પાંડવો પ્રતિ બોલ્યા-અરે બાળકો ! તમે પદ્મનાભની સાથે યુદ્ધ કરશો કે જોશો ? ત્યારે પાંચ પાંડવો એ કૃષ્ણ વાસુદેવને કહ્યું હે સ્વામિનું! અમે યુદ્ધ કરીએ અને આપ અમારું યુદ્ધ જુઓ.” ત્યાર પછી પાંચે પાંડવો તૈયાર થઈને યાવતુ શસ્ત્ર લઈને રથ પર સવાર થયા અને જ્યાં પાનાભ હતો, ત્યાં પહોંચ્યા. પહોંચીને “આજ અમે છીએ અથવા પદ્મનાભ રાજા છે એમ કહીને તે યુદ્ધ કરવામાં પ્રવૃત્ત થઈ ગયા. ત્યાર પછી પદ્મનાભ રાજાએ તે પાંચે પાંડવો પર શીઘ્રતાથી શસ્ત્રનો પ્રહાર કર્યો તેના અહંકારને મસળી નાખ્યો અને તેમના ઉત્તમ ચિહ્ન પર પતાકા પાડી દીધી. યાવતુ તેમને આમ-તેમ ભગાડી દીધા. ત્યારે તે પાંચે પાંડવો પદ્મનાભ રાજા દ્વારા શસ્ત્રથી હતા થયેલા, મથિત અહંકારવાળા અને પતિત પતાકા વાળા થઈને યાવતુ પદ્મનાભ દ્વારા ભગાડેલા શત્રુ સેનાનો નિરાકરણ કરવામાં અમર્થ થઈને વાસુદેવ કૃષ્ણ પાસે આવ્યા. ત્યારે કૃષ્ણ વાસુદેવ પાંચ પાંડવોને કહ્યું- દેવાનુપ્રિયો ! તમે પદ્મનાભ રાજાની સાથે કેવી રીતે યુદ્ધમાં સંલગ્ન થયા હતા?” ત્યારે પાંચ પાંડવોએ કૃષ્ણ વાસુદેવને આ પ્રમાણે કહ્યુંહે દેવાનુપ્રિય ! અમે આપની આજ્ઞા મેળવીને સૂસર્જિત થઈને રથ પર આરૂઢ થયા. ઇત્યાદિ બધું પૂર્વવત્ કહેવું. પાંડવોનો ઉત્તર સાંભળીને કૃષ્ણ વાસુદેવે પાંચે પાંડવોને કહ્યું-દેવાનુપ્રિયો ! અગર તમે એમ બોલ્યા હોત કે “અમે છીએ, પદ્મનાભ રાજા નથી' આમ કહીને પદ્મનાભ રાજાની સાથે યુદ્ધમાં પ્રવૃત્ત થયા હોત તો પદ્મનાભ રાજા તમારું હનન ન કરી શકત, મથન ન કરી શકત અને તમને યાવત્ દિશાઓમાં ભગાડી ન શકત હવે હે દેવાનુપ્રિયો ! તમે જુઓ. હું છું, પદ્મનાભ રાજા નહી એમ કહીને હું પદ્મનાભની સાથે યુદ્ધ કરું છું. ત્યાર પછી કૃષ્ણ વાસુદેવ રથ પર આરૂઢ થયા. આરૂઢ થઇને પદ્મનાભ રાજાની પાસે પહોંચ્યા. પહોંચીને તેણે શ્વેત ગાયના દૂધ અને મોતીઓના હારની સમાન ઉજ્જવલ, મલ્લિકાના ફૂલ, માલતી, કુસુમ, સિન્દુરવાર પુષ્પ, કુન્દ પુષ્પ અને ચંદ્રની સમાન શ્વેત, પોતાની સેનાને હર્ષ ઉત્પન્ન કરનાર અને શત્રુ સેનાનો વિનાશ કરનાર પાંચજન્ય શંખ હાથમાં લીધો અને મુખના પવનથી તેને પૂર્ણ કર્યો ફેંક્યો.
- ત્યાર પછી શંખના શબ્દથી પદ્મનાભની સેના ભય પામી યાવત્ દિશા-વિદિ, શામાં ભાગી ગઇ. ત્યાર પછી કૃષ્ણ વાસુદેવે સારંગ નામનું ધનુષ હાથમાં લીધું, ધનુષ પર પ્રત્યંચા ચઢાવી. પ્રત્યંચા ચઢાવી ટંકાર કર્યો. ત્યારે પદ્મનાભની સેનાનો બીજો કાલો ભાગ્યો તે ધનુષની ટંકારથી હત-મથિત થઈ ગયો યાવતું આમ તેમ ભાગવા લાગ્યો. ત્યારે પદ્મનાભની સેનાનો એક કાફલો જ શેષ રહી ગયો. તેથી તે સામર્થ્યહીન, બલ હીન વીર્યહીન અને પરાક્રમથી હીન થઈ ગયો. તે કૃષ્ણના પ્રહારને સહન કરવામાં યા નિવારણ કરવામાં અસમર્થ થઈને શીઘ્રતાપૂર્વક ઉતાવળથી ત્વરાથી અમરકંકા રાજ ધાનીમાં જઈ પહોંચ્યો. તેણે અમરકંકા રાજધાનીમાં પ્રવેશ કર્યો. અને બારણું બંધ કરી દીધું. દ્વાર બંધ કરીને તે નગરરોધ માટે સજ્જ થઈને સ્થિત થઈ ગયો. ત્યાર પછી કૃષ્ણ વાસુદેવ જ્યાં અમરકંકા રાજધાની હતી, ત્યાં ગયા ત્યાં જઇને રથ ઉભો રાખ્યો. વૈક્રિય સમુઘાતથી મહાન નરસિંહનું સ્વરૂપ ધારણ કર્યું. પછી જોરજોરથી શબ્દ કરીને પગો નું આફાટન કર્યું પછાડ્યા. કૃષ્ણ વાસુદેવના જોર જોરની ગર્જનાની સાથે પગ પછાડ વાથી અમરકંકા રાજધાનીના પ્રકાર, ગોપુર, અટ્ટાલિકા ચારિયઅને તોરણ પડી ગયા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org