________________
અગ-૫
૪૧૯ અપરાધી છે માટે લેશ પણ ઢીલ કર્યા વિના હું તેને સીધોજ ફાંસીએ ચઢવી દઉં.
એજ પ્રમાણે, હે પએસી! નરકમાં પડેલો તારો દો પરતંત્રપણે જે દુખો ભોગવી રહ્યો છે તે તને વહાલા પૌત્રને કહેવા ન આવી શકે. મનુષ્યલોકમાં જઈને પાપકર્મનાં માઠાં ફળોની સૂચના કરી આવવાની એની તો ઘણીય ઈચ્છા હોય, પણ તે પેલા અપરાધી પુરુષની પેઠે ત્યાંથી છૂટોજ થઈ શકતો નથી. નરકમાં તાજ આવેલો અપરાધી-નારકી, મનુષ્યલોકમાં આવવાને તો ઈચ્છે છે, પણ ચાર કારણોને લીધે તે અહીં આવી શકતો નથી. નરકની ભયંકર વેદનાનો અનુભવ તેને અત્યંત વિહુવલ કરી નાખે છે અને તેથી તે કિંકર્તવ્યમૂઢ બની જાય છે, એ પ્રથમ કારણ છે. નરકના કઠોર સંત્રીઓ એ નારકીને ઘડીભર પણ છૂટો રાખતા નથી અને તેને વારંવાર સતાવ્યા કરે છે, એ બીજું કારણ છે. તાજા નારકીનું નારક વેદનીય કર્મ પૂરું ભોગવાઈ રહેલું નથી હોતું એ ત્રીજાં કારણ છે. અને ચોથું કારણ તેનું નરકનું આખું પૂરું થએલું નથી હોતું. એ છે, અથતું એ બધા પ્રતિબંધોને લીધે અહીં આવી શકતો નથી.
માટે, હે પએસી ! “શરીર સાથેજ જીવ અહીં બળી જાય છે અને તેથી મરેલો માણસ ફરી અહીં નથી આવી શકતો તેનું કારણ તેની પરતંત્રતાજ છે, નહિ કે તે નથી. માટે, હે પએસી! તું એમ સમજ કે-જીવ જુદો છે અને શરીર જાદુ છે- કોઈ કાળે તે બન્ને એક છે એવું નથી.
[૬] પએસી બોલ્યોઃ હે ભંતે ! મારી માન્યતાને દઢીભૂત કરનારી આ એક બીજો દાખલો સાંભળો – અહીં- આજ નગરીમાં મારી એક દાદી રહેતી હતી, જે મોટી
ધાર્મિક શ્રમણોપાસિકા હતી, વળી એ જીવ અજીવ પુણ્ય પાપ આસ્રવ સંવર વગેરે - તત્ત્વોની જાણકાર હતી અને તપ તથા સંયમવડે પોતાના આત્માને વાસિત કરતી બહુ પુણ્ય ઉપાર્જન કરતી હતી. તમારા કહેવા પ્રમાણે તો, કાળ આવતાં મરણ પામી, એ કોઈ એક સ્વર્ગમાં દેવ થએલી હોવી જોઈએ. હે ભંતે ! કેમ ખરુંને? વળી, એ મારી દાદીનો હું વહાલો પૌત્ર છું. હવે એ મારી દાદી, તમારા કહેવા પ્રમાણે દેવ થઈ હોય તો તેણીએ અહીં મારી પાસે આવીને એવું કહેવું જોઈએ કે હું તારી દાદી હતી અને ધાર્મિક હોવાને લીધે બહુ પુણ્યોપાર્જન કરી સ્વર્ગમાં દેવ થઈ છું, માટે હે પૌત્ર! તું પણ ધાર્મિક થજે અને દેશનો કારભાર પ્રામાણિકપણે કરજે. દાનાદિક વડે પુણ્ય ઉપાર્જન કરીશ તો મારી પેઠે સ્વર્ગનાં સુખો અનુભવીશ. હે ભંતે! મારી દાદી મારી પાસે આવીને એ પ્રમાણે કહે તો જીવ અને શરીર જુદાં જુદાં છે એવી મારી ખાત્રી થાય. પણ મને લાંબો વખત થયો છતાં અત્યારસુધીમાં, મારી દાદીએ અહીં મારી પાસે આવીને એવું કશું ય સૂચવેલું નથી, તેથી જીવ અને શરીર એ બન્ને એક જ છે પણ જુદાં જુદાં નથી એ મારી ખાત્રી પાકી થાય છે. કેશી કુમારશ્રમણ બોલ્યા : હે પએસી! તું એમ સમજ કે, દેવમંદિરમાં જવા માટે તું નાયેલો છે, ભીનાં કપડાં પહેરેલાં છે, તારા હાથમાં કળશ અને ધૂપની કડછી રહી ગઈ છે અને દેવમંદિરમાં પેસવાને તું પગલાં જ ઉપાડે છે, એવામાં પાયખાનામાં બેઠેલો કોઈ પુરુષ તને એમ કહે કે-હે સ્વામી! તમે અહીં પાયખાનામાં આવો, બેસો, ઊભા રહો અને થોડીવાર લાંબું શરીર કરો, તો હે પએસી! તું એ વાતને કાને ઘર ખરો? પએસી બોલ્યોઃ હે ભંતે! હું એવું કશું કાને ન ધરું. હે ભંતે! પાયખાનું તો ભારે ગંદુ છે, એવી ગંદી જગ્યામાં હું શી રીતે જઈ શકું? કેશી કુમારશ્રમણ બોલ્યા એજ પ્રમાણે, હે પએસી! સ્વર્ગમાં દેવ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org