________________
રાયપ્પસેણિયું - (૮૦)
૪૨૮
ભાન થયું, એ પ્રવૃત્તિ સર્વની જેમ ઓછી બને અને સંવરમાં જેમ અધિક રહેવાય તેમ તે વર્તવા લાગ્યો, એટલે રાજ્ય, રાષ્ટ્ર, બળા, વાહન, ભંડાર, કોઠાર, ગામ નગર અને અંતઃપુર તરફ તેનું ધ્યાન આપોઆપ ઓછું રહેવા લાગ્યું.
[૮૧] જ્યારથી રાજા પએસીનું ધ્યાન રાજ્યકારભાર અને વિષયોપભોગો તરફ ઓછું રહેવા લાગ્યું-ઓસરવા લાગ્યું, ત્યારથી તેની રસીલી રાણી સૂર્યકાંતાને એવો વિચાર થયો કે હવે કોઈ શપ્રયોગ, અગ્નિપ્રયોગ, મંત્રપ્રયોગ કે વિષપ્રયોગદ્વારા રાજા પએસીને ઠેકાણે કરવો જોઈએ, મારે વિવિધ વિષયોપભોગોમાં રસ લેતાં લેતાં રાજ્યશ્રીને સંભાળતા રહેવું જોઈએ. તેણીએ આ પોતાનો સંકલ્પ રાજકુમાર સૂર્યકાંતને સૂચવ્યો અને રાજાને મારી નાખી તેને રાજ્યસિંહાસન આપવાનું જણાવ્યું. રાજકુમાર સૂર્યકાંત પોતાની માતાના તેવા ક્રૂર વિચારમાં સંમત ન થયો અને તે બાબત કશો ઉત્તર ન આપતાં મૌન જ રહ્યો. પોતાના એ વિચારમાં રાજકુમારની અસંમતિ જાણી તેણીને એમ થયું કે રખેને રાજકુમાર તેના આ રહસ્યનો ભેદ ફોડી નાખે અને રાજાને બધું કહી દે. આમ વિચારી તેણી રાજા પએસીને મારવાનો લાગ શોધવા લાગી, તેનાં છિદ્રો જોવા લાગી અને હવે તેને શીઘ્ર મારી નાખવાની બાબતમાં સાવધાન રહેવા લાગી.
ન
એકવાર લાગ મળતાં જ તેણીએ રાજા પએસીના ખાનપાનમાં, તેને પહેરવાનાં વસ્ત્રોમાં, સુંઘવાની માળાઓમાં અને તેના શણગારનાં ઘરેણાંઓમાં વિષ ભેળવ્યું. નાહી ધોઈ લિકર્મ કરી જેવો રાજા રસવતી શાળામાં જમવા આવ્યો, તેવું જ તેને તેણીએ વિષમય ભોજન પીરસ્યું, વિષમય વસ્ત્રો પહેરાવ્યાં, વિષમય માળાઓ આપી અને વિષમય શણગાર સજાવ્યો. એમ થતાં રાજા પએસીના શરીરમાં તીવ્ર વસમી વેદના ઊપજી અને વિષમ પિત્તજ્વરનું જોર વ્યાપતાં, નહિ સહી શકાય તેવી ભારે બળતરા થવા લાગી. રાજા તો સમજી ગયો કે પોતે રાણીના કાવતરાથી ઠગાયો છે, છતાં તેણે રાણી ઉપર લેશ પણ રોષ ન આણતાં પોષધશાળા તરફ જવાનો મનસુબો કર્યો. ત્યાં જઈ તેને પૂંજી પ્રમાર્જી તથા શૌચની અને લઘુશંકાની જગ્યાને તપાસી પછી તે પૂર્વાભિમુખ થઈ ડાભના સંથારામાં પથંકાસને સ્થિર બેઠો અને હાથ જોડી માથું નમાવી આ પ્રમાણે બોલ્યો ઃ અરહંત ભગવંતોને નમસ્કાર. મારા ધર્માચાર્ય અને ધર્મોપદેશક કેશી કુમાર શ્રમણને નમસ્કાર. અહીં રહી તેમને વંદન કરતા મને ભગવંત કેશી કુમારજી જુઓ, હું તેમને વારંવાર વાંદું છું- નમું છું.
મેં પહેલાં એ મારા ધર્માચાર્ય પાસેથી સ્થૂલ પ્રાણાતિપાત વગેરેના ત્યાગથી પ્રતિજ્ઞાઓ લીધી હતી અને હમણાં પણ તેમની જ સાક્ષીમાં સર્વ પ્રકારના પ્રાણતિપાત વગેરેના ત્યાગનો નિયમ લઉં છું, નહિ કરવા જેવું બધું કાર્ય તજી દઉં છું અને જીવતાંસુધી ચારે પ્રકારના આહારનો પણ પરિત્યાગ કરું છું. વળી, આ શરીર જે મને અત્યંત વહાલું છે તેને પણ છેલ્લા શ્વાસોચ્છ્વાસ ચાલતાં સુધી વોસરાવી દઉં છું. એમ કરીને તે રાજાએ પોતાના સારાં નરસાં બધાં કાર્યોની આલોચના કરી, પ્રતિક્રમણા કરી અને તેણે કાલ માસે મરણ આવતાં સમાધિપૂર્વક કાળ કરી સૌધર્મકલ્પના સૂર્યભવિમાનમાં સૂર્યભ દેવરુપે અવતાર મેળવ્યો. તે ત્યાં હમણાં તાજો ઉત્પન્ન થયેલો સૂર્યાભદેવ પાંચ પ્રકારની પર્યાપ્તિઓદ્વારા શરીરાદિકની પૂર્ણતા મેળવે છે, તો હે ગૌતમ ! આ સૂભદેવે એ દિવ્ય દેવઋદ્ધિ, દિવ્ય દેવશક્તિ અને દિવ્ય દેવપ્રભાવ એ રીતે મેળવેલાં છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org