________________
૨૨૨
અંતગડ દસાઓ-૩/૮/૧૩ પામશે. આ જ તે પુરષ છે, તમે તેમ સમજજો. ત્યાર પછી તે કૃષ્ણ વાસુદેવ અરિહંત અરિષ્ટનેમિ ભગવાનને વંદન-નમસ્કાર કરે છે અને જ્યાં પ્રધાન હસ્તીરત્ન હતો ત્યાં આવે છે. આવીને હાથી પર સવાર થઈને દ્વારિકા નગરી જવા રવાના થયા.
આ બાજુ તે સોમિલ બ્રાહ્મણ બીજે દિવસે સૂર્યોદય થવા પર હૃદયમાં આ પ્રમાણે વિચાર આવ્યો-સૂર્યોદય થવા પર કૃષ્ણ વાસુદેવ અરિહંત અરિષ્ટનેમિ ભગવાનના ચરણોમાં વંદન નમસ્કાર કરવા ગયા છે અને અરિહંત ભગવાન આ ગજસુકુમાર મુનિ નો મરણવૃત્તાંત જાણે છે. અરિહંત ભગવાને આ વૃત્તાંત કોઈ દેવતાદિ પાસેથી સાં ભળ્યો હશે. કૃષ્ણ વાસુદેવને કહ્યો હશે. તેથી કૃષ્ણ વાસુદેવ કોણ જાણે કેવા ભયંકર મરણથી મને મારશે. આમ વિચારી તે ભયભીત થયો. તે પોતાના ઘેરથી નીકળે છે. બહાર નીકળીને દ્વારિકા નગરીમાં પ્રવેશ કરતાં કૃષ્ણ વાસુદેવ તેની અત્યંત નજીક ઓચિંતા આવી ગયાં. ત્યાર પછી તે સોમિલ બ્રાહ્મણ કુષ્ણ વાસુદેવને અચાનક પોતાની સામે જોઈને ડરી ગયો, ગભરાઈ ગયો અને ઊભા ઊભા જ આયુષ્ય કર્મની સ્થિતિનો ક્ષય કરીને મૃત્યુ પામ્યો. ભૂમિ પર બધા અંગોથી ધસ એવા શબ્દ સાથે પડી ગયો. ત્યાર પછી તે કૃષ્ણ વાસુદેવે સોમિલ બ્રાહ્મણને જોયો. જોઈને કહ્યું. હે દેવાનુપ્રિયો! આ સામે ધરતી પર પડેલ વ્યક્તિ મૃત્યુને ઈચ્છનાર યાવતું પુણ્ય અને લજ્જાથી રહિત સોમિલ બ્રાહ્મણ છે. જેણે મારા સહોદર નાનાભાઈ ગજસુકુમાર મુનિને અકાલમાં જ જીવનથી રહિત કરેલ છે. એમ કહીને સોમિલ બ્રાહ્મણને ચાંડાલો દ્વારા પગમાં દોરડું બંધાવીને ઘસડીને નગરીની બહાર ફેંકાવી દે છે. ભૂમિને પાણીથી શુદ્ધ કરાવે છે. શુદ્ધ કરાવીને જ્યાં પોતાનું ઘર હતું ત્યાં આવે છે અને પોતાના ભવનમાં પ્રવેશ કરે છે. | વર્ગ૩ અધ્યયન ૮ની મુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ ]
(વર્ગ-૩-અધ્યયનઃ૯થી૧૩) [૧૪હે જબૂ! તે કાળે તે સમયે દ્વારિકા નગરીમાં જેમ પ્રથમ અધ્યયનમાં વર્ણન કરેલ છે તેમ યાવતુ કૃષ્ણ વાસુદેવ રાજ્ય કરતા હતા. તે નગરીમાં બલદેવ નામના રાજા હતા. ધારિણી નામની રાણી હતી. તે ધારિણી દેવીએ સ્વપ્રમાં સિંહ ોયો. જેવી રીતે ગૌતમ કુમારનો જન્મ થયો હતો તેવી જ રીતે તેને એક કુમાર થયો. તેમાં અંતર માત્ર એટલું જ કે તેનું નામ “સુમુખકુમાર” હતું. સુમુખ કુમારનાં વિવાહ પચાસ કન્યાઓ સાથે કરવામાં આવ્યા. તેમજ પચાસ-પચાસ વસ્તુઓ દહેજમાં આપવામાં આવી. સમુખ કુમારે પછી દીક્ષા ગ્રહણ કરી. મુનિ થયા પછી તે ચૌદ પૂર્વોનું અધ્યયન કરે છે. ૨૦ વર્ષ સુધી દીક્ષાનું પાલન કરે છે. અંતે શત્રુંજય પર્વત પર સિદ્ધ થાય છે. જેવી રીતે સુમુખ કુમારના જીવનનો ઉલ્લેખ કર્યો છે, તેવી રીતે દ્વિમુખી દુખ) અને કૂપદારક આ રાજુકમારોના વિષયમાં પણ જાણવું. સુમુખ દ્વિમુખ અને કૂપદારક આ ત્રણે રાજા બલદેવના પુત્ર અને માતા ધારિણીના આત્મજ હતા. તેની જેમ જ દારૂક કુમારનું વર્ણન પણ જાણવું. અંતર માત્ર એટલું છે કે તેના પિતાનું નામ વસુદેવ અને માતાનું નામ ધારિણી હતું. દારૂકકુમારનાં ભાઈ અનાવૃષ્ટિકુમારનું વર્ણન પણ એમ જ જાણવું. વર્ગ-૩-અધ્યયન ૯થી ૧૩મુનિદીપરત્નસાગરે કરેલ ગુર્જરછાયાપૂર્ણ |
(વર્ગ-૩-ગુર્જરછાયાપૂર્ણ)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org