________________
૩૩૮
ઉવવાઇયં- (૧) શોભિત તથા રમ્ય હતી. તે નગરીના રાજમાર્ગ રાજાના ગમન, આગમનથી સદા વ્યાપ્ત હતા. ત્યાંના રસ્તા અનેક અશ્વો, મદોન્મત્ત હાથીઓ, રથોના સમૂહો, શિબિકાઓ અને મિયાનાથી વ્યાપ્ત હતા તથા શકટાદિથી અને ઘોડાબળદોથી યુક્ત હતા. ત્યાંનાં જલાશયો નવીન કમળોથી યુક્ત હતા. ત્યાંના મકાનો ચૂનાથી ધોળાએલા હોવાના કારણે સુંદર લાગતા હતા. તે નગરીની શોભા અનિમેષ દ્રષ્ટિથી જોવા લાયક હતી. ચિત્તને ' પ્રસન્ન કરનારી હતી-મનને રૂચે તેવા રૂપવાળી હતી.
[] તે ચંપાનગરીની બહાર, ઉત્તર-પૂર્વ દિશાની વચ્ચે પૂર્ણભદ્ર નામનું એક ચૈત્ય હતું. તે પ્રાચીન હતું. પ્રસિદ્ધ હતું-જાણીતું હતું, બહુ ગવાયેલું હતું. છત્ર, ધ્વજાથી યુક્ત, ઘંટાવાળું, પતાકાથી શોભિત,મોરના પીંછાના ગુચ્છાથી યુક્ત હતું. ત્યાં વેદિકા બનાવ વામાં આવી હતી. તેની ભૂમિ છાણથી લીપવામાં આવતી. તેની ભીંત તેથી ચમકતી હતી. ભીંતમાં ગોરોચન અને સરસ રક્ત ચંદનના થાપા લગાવવામાં આવ્યા હતા. દરેક દ્વાર પર ચંદનવાળા ઘટ હતા તેમજ સારી રીતે કરેલા સુંદર તોરણ દરવાજા પર શોભતાં હતાં. નીચે અટકતી તેમજ ઉપર સ્પર્શતી, વિસ્તૃત ગોળ લટકતી પુષ્પમાળાઓનો સમૂહ તેની ભીંત ઉપર હતો. પાંચ વર્ષના પુષ્પોના સમૂહોથી અનેક પ્રકારની રચનાઓ કરવા માં આવી હતી. ત્યાંનું વાતાવરણ મઘમ ઘાયમાન હતું. સુગંધ ના અતિશયથી ગંધ દ્રવ્યની ગુટિકા સમાન હતું. નટ, નૃત્યકાર, દોરડાપર નાચનાર, મલ્લ, મુષ્ઠિ પ્રહાર કર નાર, વિદૂષક, તરનાર, કથા કહેનારા, રાસ લેનાર, ભવિષ્ય કહેનાર, વાંસની ટોચ પર નાચનાર, ચિત્રપટ બતાવનાર, વીણા વગાડનાર, તંબૂરા વગાડનાર, સેવકો અને સ્તુતિ પાઠકોથી તે ચૈત્ય વ્યાપ્ત હતું. ઘણાં નગરજનો તથા બીજા દેશના માણસોમાં તેની પ્રસિદ્ધિ થઈ હતી. ઘણાં લોકો ત્યાં આહુતિ આપતાં. ત્યાંના લોકો તેને દક્ષિણાપાત્ર, વંદનીય, નમસ્કરણીય, અર્ચનીય, પૂજનીય, સત્કરણીય અને સમ્માનનીય માનતા હતા. તથા કલ્યાણ, મંગલ, દેવરૂપ, ચૈત્યરુપ, વિનયથી ઉપાસનીય માનતા હતા. દિવ્ય અને સત્ય માનતા, સફળ સેવારૂપ માનતા હતા. દેવની પાસે ઉપહારરુપ પ્રાસાદ રાખેલો નજરે પડતો હતો. યજ્ઞમાં હજારો માણસો દાન આપતા. ઘણાં લોકો આવી પૂર્ણભદ્ર ચૈત્યમાં પૂજા કરતાં.
[૩] તે પૂર્ણભદ્ર ચૈત્ય એક વિશાળ વનખંડથી સમસ્ત દિશાઓ તેમજ વિદિશા ઓમાં ઘેરાયેલ હતું. તે વનખંડ કાળો, કાળી પ્રભા વાળો, નીલ, નીલપ્રભાવાળો, લીલો લીલીપ્રભાવાળો, શીત સ્પર્શવાળો, શીતપ્રભા વાળો, સ્નિગ્ધ, સ્નિગ્ધપ્રભાવાળો, તીવ્ર, તીવ્રપ્રભાવાળો, કાળો, યાવત્ લીલી છાયાવાળો, ઠંડો, ઠંડી છાયાવાળો સ્નિગ્ધ, નિષ્પ છાયાવાળો, તીવ્ર, તીવ્રછાયાવાળો હતો. તે વન રમ્ય હતું તેથી એમ જણાતું કે એ મહામેઘોનો એક મોટો સમુદાય જ છે. . આ વનખંડમાં વૃક્ષો જમીનની અંદર ઊંડા ફેલાયેલાં મૂળયુક્ત હતાં, તેમજ કંદ યુક્ત, સ્કંધયુક્ત, ત્વચાયુક્ત હતાં, શાખાઓથી વિશિષ્ટ હતો, કૂંપળોથી યુક્ત હતાં, પાંદડાંઓથી ભરેલાં હતાં, ફૂલોથી શોભતાં હતાં, બીજોથી ભરપૂર હતાં. છત્રી જેવાં રમ્ય ગોળ આકારવાળા હતાં. એમનું થડ એક હતું અનેક શાખા-પ્રશાખા યુક્ત હતાં. અનેક પુરુષો ખૂબ પહોળા કરેલા હાથોથી પણ તેમનાં વિશાળ તેમજ વર્તુળાકાર થડને બાથ ભીડી શકતા નહોતા. પાંદડાં દૂર દૂર નહોતાં, બિલકુલ નજદીક ચોટેલાં જેવાં હતાં. એ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org