SearchBrowseAboutContactDonate
Page Preview
Page 383
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૮૦. રાયખસેલિયં-(૬) એમ તે સૂર્યાભદેવ વિચાર કરે છે. એ પ્રમાણે ગંભીરપણે વિચારીને તેણે પોતાના આભિયોગિક દેવોને બોલાવી તેમને આ પ્રમાણે કહ્યું : [૭]"હે દેવાનુપ્રિયો ! એમ છે કે, યોગ્ય અવગ્રહને ગ્રહણ કરી સંયમ અને તપથી આત્માને ભાવિત કરતા શ્રમણ ભગવાન મહાવીર જબૂદ્વીપના ભારતવર્ષમાં આમલકપા નગરીની બહાર અંબાલવણ ચૈત્યમાં આવીને વિહરે છે. તો હે દેવાનુપ્રિયો! તમે ત્યાં જાઓ અને અંબસાલવણ ચૈત્યમાં બિરાજતા શ્રમણ ભગવાન મહાવીરને ત્રણ પ્રદક્ષિણા કરી તેમને વાંદો, નમો અને પછી તમારા નામ અને ગોત્રો તેમને કહી સંભળાવો, તથા શ્રમણ ભગવાન મહાવીરના ઊતારાની આસપાસ ચારે બાજુ યોજન-પ્રમાણ જમીનમાં અપવિત્ર, સડેલાં, દુર્ગધી તણખલાં, લાકડાં, પાંદડાં કે કચરો વગેરે જે કાંઈ પડ્યું હોય તેને ત્યાંથી ઉઠાવી દૂર કરો અને એ જમીનને તદ્દન ચોકખી કરો. વળી, તેટલી જમીન ઉપર સુગંધી પાણીનો છંટકાવ એવી રીતે કરો જેથી ત્યાંની ઉડતી બધી ધૂળ બેસી જાય, બહુ પાણીપાણી ન થાય અને વધારે કિચ્ચડ પણ ન થાય. પછી, જેની રજ જરા પણ ઉડતી નથી એવી જમીન ઉપર જલજ અને સ્થલજ એવાં પાંચ પ્રકારનાં સુગંધી પુષ્પોનો વરસાદ એવી રીતે વરસાવો કે ત્યાં બધાં પુષ્પો ચત્તાંજ પડે, તેમનાં ડિટિયાં નીચે રહે અને એ પુષ્પો બધે જમીનથી ઉચે એક એક-જાનુ-હાથ-સુધી ઉપરાઉપર ખીચો ખીચ રહે. આ ઉપરાંત તે જમીનને કાળો અગરૂ, ઉત્તમ કિનરૂ અને તુક્કના સુગંધી ધૂપથી મધમધિત કરો અને એ રીતે એ ભૂમિને સર્વ પ્રકારે દિવ્ય કરો- જ્યાં ઉત્તમ દેવ આવી શકે એવી સુંદરમાં સુંદર, સુંગધીમાં સુગંધી અને પવિત્ર બનાવો-આમ કરી કરાવીને પછી મને શીધ્ર સમાચાર પણ આપો.” [૮] આભિયોગિક દેવોએ “શ્રીમાન દેવ જે કહે છે તે બરાબર છે એમ કહી સૂયાભદેવની એ આજ્ઞાને તે સહર્ષ વિનયપૂર્વક હાથ જોડીને સ્વીકારી અને પછી તેઓ ઈશાન કોણ તરફ જવા નીકળ્યા. ઈશાન કોણ તરફ જઈ વૈક્રિયસમુદ્દાત વડે તેમણે સંખ્યય યોજન લાંબો દંડ કાઢ્યો અથતુ એ દ્વારા તે દેવોએ રત્ન, વજ, વૈડુર્ય, લોહિતાક્ષ, મસારગલ્લ, હંસગર્ભપલ, સૌગંધિત, જ્યોતિરસ, અંજનપુલક, અંજન, રજત, જાત રુપ, અંક, સ્ફટિક અને રિષ્ટનાં મોટાં-જાડાં પગલો દૂર કરી સૂક્ષ્મ પુદ્ગલો લીધાં. પછી ફરી પણ વૈક્રિયસમુદ્દઘાત કરી તેમણે પોતાનાં ઉત્તર વૈક્રિયપો બનાવ્યાં. આ રીતે તેઓ-પોતાનાં રુપોને બનાવી ઘણી જ વરાવાળી, વિશેષ વેગ વાળી, અતિશય શીઘ્ર તાવાળી, વધુમાં વધુ ચાલતાવાળી, પ્રચંડ દિવ્ય ગતિથી તીરછી દિશામાં જવા ઉપડ્યા. અસંખ્ય દ્વીપ અને સમુદ્રોની વચ્ચોવચ્ચ થતા તેઓ જેબૂદ્વીપના ભારતવર્ષમાં આવી પહોંચ્યા.પછી ત્યાં આમલકપ્પા નગરીની બહાર જે તરફ અંબસા લવણ ચૈત્યમાં શ્રમણ ભગવાન મહાવીર બિરાજ્યા હતા તે તરફ જઈ તે આભિયોગિક દેવોએ ભગવાન મહાવીરની ફરતી ત્રણ પ્રદક્ષિણા કરી તેમને વાંધા, નમસ્કાર કર્યો અને પછી તેઓ આ પ્રમાણે બોલ્યા : “હે ભગવાન ! અમે સૂયભિદેવના આભિયોગિક દેવો છીએ, આપ દેવાનુપ્રિયને વાંદીએ છીએ, નમીએ છીએ, સત્કારીએ છીએ, સન્માનીએ છીએ અને કલ્યાણપ, મંગળરુપ, દેવરુપ અને ચૈત્યરુપ એવા આપ દેવાનુપ્રિયની પર્યાપાસના કરીએ છીએ.” [૯] હે દેવો' એમ કહીને શ્રમણ ભગવાન મહાવીરે તે દેવોને આ પ્રમાણે કહ્યું: “હે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005056
Book TitleAgam Deep Agam 06 to 13 Gujarati Anuvaad Part 3
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy