________________
૧૩૮
નાયાધમ્મ કહાઓ- ૧-૧૬/૧૫ ચિંતા કેમ કરે છે?” ત્યાર પછી સુકુમાલિકા દારિકાએ દાસચેટીકાને આ પ્રમાણે કહ્યું – દેવાનુપ્રિયે ! સાગરદારક મને સુખે સૂતેલી જાણીને મારી પાસેથી ઉક્યો અને વાસ ગૃહનું દ્વાર ઉઘાડીને યાવતું ચાલ્યો ગયો. ત્યાર પછી હું થોડી વારે ઉઠી, યાવતુ બારણું ઉઘાડું જોયું તો મેં વિચાર્યું: “સાગર ચાલ્યો ગયો.' તે કારણે ભગ્ન મનોરથ થઈને ચિંતા કરી રહી છું. ત્યાર પછી તે દાસચેટી સુકુમાલિકા દારિકાના આ અર્થને સાંભળીને સાગરદત્ત સાર્થવાહને તે વૃત્તાન્ત કહ્યો.
ત્યારપછી તે દાસચેટી પાસેથી આ વૃત્તાન્ત સાંભળી-સમજીને સાગરદત્ત કુપિત થયો અને જ્યાં જિનદત્ત સાર્થવાહ હતો, ત્યાં ગયો. આવીને તેણે જિનદત્ત સાર્થવાહને આ પ્રમાણે કહ્યું - હે દેવાનુપ્રિય! શું આ યોગ્ય છે? પ્રાપ્ત-ઉચિત છે? આ કુલને અનુરૂપ અને કુલના સશ છે ? કે જે સાગરદારક, સુકુમાલિકા દારિકાનો કંઈ પણ દોષ ન હોવા છતાં અને પતિવ્રતા હોવા છતાં છોડીને અહીં આવી ગયો? આમ કહીને ખુબ ખેદ યુક્ત ક્રિયાઓ કરીને તથા રુદનની ચેષ્ટા કરીને તેને ઠપકો આપ્યો. ત્યારે જિનદત્ત, સાગર દત્તના અર્થને સાંભળીને જ્યાં સાગરદારક હતો. ત્યાં આવ્યો. આવીને સાગરદારકને કહ્યું હે પુત્ર! તે ખરાબ કર્યું છે જે સાગરદત્તના ઘરેથી અહીં એકદમ ચાલ્યો આવ્યો. તેથી હે પુત્ર! એવું થવા છતાં પણ તૂ સાગરદત્તની સાથે તેના ઘરે જા.” ત્યારે સાગરપુત્રે જિનદત્તને આ પ્રમાણે કહ્યું- હે પિતા ! મને પર્વત પરથી પડવું સ્વીકૃત છે, વૃક્ષ ઉપરથી પડવું સ્વીકૃત છે, પાણીમાં ડુબવું, આગમાં બળવું, વિષ ભક્ષણ કરવું, પોતાના શરીરને સ્મશાન યા જંગલમાં છોડી દેવું કે જેથી જાનવર યા પ્રેત ખાય જાય, ગૃધ્રપૃષ્ઠ મરણ અથવા દીક્ષા લેવી યા પરદેશમાં ચાલ્યા જવું માન્ય છે પરંતુ નિશ્ચયથી હું સાગરદત્તના ઘરે જવાનો નથી.
તે સમયે સાગરદન સાર્થવાહે દીવાલની પાછળ રહીને સાગરપુત્રના આ અર્થને સાંભળ્યો. સાંભળીને તે એવો લજ્જિત થયો કે જો ધરતી ફાટી જાય તો હું તેમાં સમાઈ જાઉં. તે જિનદત્તના ઘરેથી બહાર નીકળ્યો. નીકળીને પોતાના ઘરે આવ્યો. આવીને સુકુમાલિકા પુત્રીને બોલાવી અને તેને પોતાની ગોદમાં બેસાડી પછી તેને આ પ્રમાણે કહ્યું. “હે પુત્રી ! સાગરદારક તને ત્યાગી દીધી તો શું થઈ ગયું? હવે હું તને એવા પુરુષને આપીશ જેને તું ઈષ્ટ અને મનોજ્ઞ થઈશ.” આ પ્રમાણે કહીને સુકુમાલિકા દારિકાને ઈષ્ટ વાણીથી આશ્વાસન આપ્યું અને આશ્વાસન આપીને વિદાય કરી. ત્યાર પછી સાગરદત્ત સાર્થવાહ કોઈ સમયે ભવનની ઉપરની અગાસી ઉપર સુખ પૂર્વક બેસીને વારંવાર રાજમાર્ગને જોઈ રહ્યો હતો. તે સમયે સાગરદત્તે એક મોટો ભિખારી પુરૂષ જોયો. તેણે સાંધેલા ટુકડાનું વસ્ત્ર પહેર્યું હતું હાથમાં કોરું અને પાણીનો ઘડો હતો. હજારો માખીઓ તેના માર્ગનું અનુસરણ કરતી હતી સાગરદને કૌટુમ્બિક પુરુષોને બોલાવ્યા. બોલાવીને તેને કહ્યું-દેવાનુપ્રિયો ! તમે જાઓ અને તે દ્રમક પુરુષને વિપુલ અશનાદિ, લાલચ આપીને ઘરની અંદર લઈ આવો. ઘરમાં લાવીને તેના શકોરાના ટૂકડાને અને ઘટને એક તરફ ફેંકી દો. ફેકીને આલંકારિક કર્મ કરાવો. પછી સ્નાન કરાવીને, બલિકમ કરાવીને, યાવતુ સર્વ અલંકારોથી વિભૂષિત કરો. પછી મનોજ્ઞ અશનાદિ, ભોજન કરાવીને મારી પાસે લઈ આવો.
ત્યારે તે કૌટુમ્બિક પુરુષોએ યાવત્ આજ્ઞા સ્વીકાર કરી. તે રીતે ઘરે લાવ્યા ત્યાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org