SearchBrowseAboutContactDonate
Page Preview
Page 343
Loading...
Download File
Download File
Page Text
________________ 3YO ઉવવાઇયં- (પ) વાર, નીલકમળ, બળદેવના વસ્ત્ર, આકાશ, કેશ, કાજળની ડબ્બી, ખંજનપક્ષી, ભેંસા દિના શીંગડા, નીલવર્ણના રત્ન, જાંબુ, બીયક નામે વૃક્ષ વિશેષ, શણના ફૂલ, નીલ કમળ ના પાંદડાઓનો સમૂહ, અળસીના પુષ્પ સમાન તેની કાળી પ્રભા હતી. પન્ના મસારઆંખની કીકી સમાન, સજલ મેઘ સમાન શ્યામ હતો. તેના આઠ ખૂણા હતા. તેના તળિયાનો ભાગ દર્પણ જેવો ચમકતો સરખ્ય હતો. -વર, બળદ, અશ્વ, મનુષ્ય, મગર, પક્ષી, સર્પ, કિન્નર, મૃગ, અષ્ટપદ, ચમર, હાથી, વનલતા તેમજ પદ્મલતાના ચિત્રોથી સુંદર હતો. તેનો સ્પર્શ ચર્મમય વસ્ત્ર, રૂ, બૂર, માખણ, આકડાના રૂ સમાન કોમળ હતો. સિંહાસન જેવો તેનો આકાર હતો. યાવતુ પ્રતિરુપ હતો. | [] તે ચંપાનગરીમાં કૃણિક નામે રાજા હતો. તે મહાહિમવંત પર્વત, મહામલય પર્વત, મેરુ પર્વત, મહેન્દ્ર પર્વત જેવો હતો. અત્યંત વિશુદ્ધ, પ્રાચીન રાજકુળ વંશમાં ઉત્પન્ન થયો હતો. અખંડિત રાજચિહ્નોથી તેના અંગોપાંગ સુશોભિત હતા. અનેક લોકો દ્વારા તે બહુમાન, સત્કાર પામતો હતો. સર્વ ગુણોથી સમૃદ્ધ હતો. પ્રસન્નચિત્ત, ક્ષત્રિય હતો. પિતા, પિતામહાદિ રાજાઓ વડે તેનો રાજ્યાભિષેક થયો હતો. માતા, પિતાનો વિનય કરનાર હતો. દયાળુ હતો, કુળમયદાનું પાલન કરનાર, પ્રાપ્ત વસ્તુનું પાલન કરનાર, તેમજ તેને ધારણ કરનાર, મનુષ્યોમાં ઈન્દ્ર સમાન, જનપદનો પિતા, પાલક, પુરોહિત હતો. માર્ગદર્શક, અદ્દભુત કાર્ય કરનાર, મનુષ્યોમાં શ્રેષ્ઠ, પુરુષોમાં શ્રેષ્ઠ, પુરુષોમાં સિંહ, પુરુષોમાં વાઘ, પુરષોમાં આશીવિષ સર્પ, પુરુષોમાં કમળ, પુરુષો માં ઉત્તમ ગંધ હસ્તી સમાન હતો. સમૃદ્ધ, દર્પવાળો, પ્રખ્યાત હતો. તેના વિશાળ મોટા, મોટા ભવન હતા. અનેક પ્રકારની શય્યા, આસન, યાન, વાહનો તેમની પાસે હતા. કોઠા રમાં ઘણું ધાન્ય હતું. પુષ્કળ સોનું તથા ચાંદી હતી. ધનલાભના વ્યાપાર માં તેઓ હંમેશ ઉદ્યમશીલ રહેતા હતાં. તેમના રસોડામાં ભોજન કર્યા બાદ પણ ઘણું ભોજન વધતું. જેથી ગરીબોનું પોષણ થતું હતું. તેની સેવા માટે ઘણાં દાસ, દાસી રહેતા હતા, તેમની પશુશાળામાં ગાય, ભેંસ ઘેટાં, પુષ્કળ પ્રમાણમાં હતા. યંત્ર, કોશ, કોઠાર, શસ્ત્રગાર પરિપૂર્ણ હતા. ઘણું સૈન્ય હતું. શત્રુઓ બળહીન હતા. તેમનું રાજ્ય કંટક રહિત હતું. તેમનું રાજ્ય નિષ્કટક થયું હતું. એ પ્રકારે જ તેનું રાજ્ય ઉપહતશત્રુ, હિતશત્રુ, મથિતશત્રુ, ઉદ્ધતશત્રુ નિર્જિતશત્રુ તેમ જ પરાજિતશત્રુ હતું. તેથી તે દુભિક્ષ, મારિ, અને ભયથી મુક્ત, ક્ષેમ કલ્યાણમય, સુભિક્ષયુક્ત અને વિજ્ઞથી રહિત રાજ્યનું શાસન કરતા રહેતા હતા. [૭] તે કોણિક રાજાને ધારિણી નામની રાણી હતી. તેણી સુકોમળ હાથ, પગ વાળી હતી. તેનું શરીર લક્ષણોથી અહીન, સ્વરૂપથી પરિપૂર્ણ પાંચેય ઇન્દ્રિયોથી યુક્ત હતું. સ્વસ્તિક આદિ લક્ષણ, ચિતતલાદિ, તથા ગુણોથી સુસંપન્ન હતી માન, ઉન્માન, પ્રમાણથી પરિપૂર્ણ હતી. સવગ સુંદરી હતી. ચંદ્રસમાન સૌમ્ય આકૃતિથી મનોહર હતી. તેનું દર્શન પ્રિય લાગતું હતું. તે સુરૂપા હતી. તેનો કટિપ્રદેશ મુઠ્ઠીમાં સમાઈ શકે તેવો પતો હતો, પ્રશસ્ત હતો તથા ઉદર ત્રિવલી યુક્ત હતું. ગાલપર જે પત્રાવલી બનાવી હતી તે કુંડલોથી ઘસાતી હતી. સૌમ્યમુખ ચંદ્રિકાથી શોભતા ચંદ્રમા સમાન નિર્મળ હતું. તેનો વેષ જાણે શણગારનું ઘર હતું. તેની ચાલ હાથી સમાન હતી. હસવું સુંદર હતું. ભાષા કોયલ જેવી હતી. તેની ચેષ્ટાઓ અને વિલાસ મનોહર હતા. પરસ્પર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005056
Book TitleAgam Deep Agam 06 to 13 Gujarati Anuvaad Part 3
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy