________________
૧૭૮
નાયાધમ્મ કહાઓ – ૧/૫/૧ થી ૩૩/૨૩૪ ભવમાં તે બધી સાકેત નગરમાં ઉત્પન્ન થઈ હતી. ઉત્તરકુરુ ઉદ્યાનમાં તેમની દીક્ષા થઇ. કુમારીઓના નામની સમાન માતા-પિતાના નામ જાણવા. શેષ સર્વ પૂર્વવત.
વર્ગ- ૬ - ની મુનિ દીપરત્નસાગરે કરેલ ગુર્જરછાયાપૂર્ણ
૬ વર્ષ:૭
અધ્યયન-૧-૪
[૨૩૫] હે જમ્મૂ ! સાતમા વર્ગનાં ભગવાને ચાર અધ્યયન પ્રરૂપેલા છે. તે આ પ્રમાણે સૂર્યપ્રભા આતપા અર્ચિમાલી અને પ્રભંકરા હે જમ્મૂ ! તે કાળ અને તે સમયમાં રાજગૃહ નગરમાં યાવત્ ભગવાન સમોસર્યા. યાવત્ પરિષદ નીકળી. પર્યાપાસના કરવા લાગી. તે કાળ અને તે સમયમાં સૂર્યપ્રભાવદેવી સૂર્ય વિમાનમાં, સૂર્યપ્રભ સિંહાસન ઉપર આરૂઢ હતી. શેષ સર્વ વૃત્તાન્ત કાલીની સમાન. વિશેષતા એ કે પૂર્વભવમાં અરક્ઝુરી નગરીમાં, સૂર્યપ્રભ ગાથાપતિની સૂર્યશ્રી નામે પત્ની હતી. તેને સૂર્યપ્રભાનામે પુત્રી હતી. યાવત્ તે સૂર્ય નામક ઈન્દ્રની અગ્રમહિષી થઇ. તેની પાંચસો વર્ષ-અધિક અર્ધ પલ્યોપમની સ્થિતિ જાણવી. શેષ સર્વ કાલી દેવી સમાન જાણવું. તે જ પ્રમાણે શેષ સર્વત્રણે દેવીઓનો વૃત્તાંત જાણવો અરક્ઝુરી નગરીમાં ઉત્પન્ન થઇ ઇત્યાદિ.
Jain Education International
વર્ગ - ૭ - ની મુનિ દીપરત્નસાગરે કરેલ ગુર્જરછાયાપૂર્ણ
--
૬ વર્ગઃ ૮ F
અધ્યયન:૧-૪
[૨૩૬] ‘હે જમ્મૂ ! યાવત્ ભગવાન્ મહાવીરે આઠમા વર્ગના ચાર અધ્યયન કહેલા છે. તે આ પ્રમાણે- ચંદ્રપ્રભા દોષીનાભા અર્ચિમીલી અને પ્રભંકા. હે જમ્મૂ ! તે કાળ અને તે સમયમાં રાજગૃહ નગરમાં યાવત્ સ્વામી ભગવાન સમોસર્યા યાવત્ પરિષદ પર્યુપાસના કરવા લાગી.' તે કાળ અને તે સમયમાં ચંદ્રપ્રભા દેવી ચંદ્રપ્રભા નામના વિમાનમાં, ચંદ્રપ્રભા સિંહાસન ઉપર બેઠી હતી. શેષ વૃત્તાન્ત કાલી દેવીની સમાન જાણવો. વિશેષતા એ કે પૂર્વભવમાં મથુરા નગરીમાં, ચંદ્રવતંસક ઉદ્યાન હતું. ત્યાં ચંદ્રપ્રભા ગાથાપતિ હતો. ચંદ્રશ્રી તેની પત્ની હતી ચંદ્રપ્રભા તેમની પુત્રી હતી શેષ પૂર્વવત યાવત્ ચંદ્ર નામક ઈન્દ્રની અગ્રમહિષી થઇ. તેની સ્થિતિ પચાસ હજાર વર્ષ અધિક અર્થપલ્યોપમની કહેલી છે. શેષ સર્વ કાલીની સમાન જાણવું. તે જ પ્રમાણે શેષ ત્રણે દેવીઓ પણ મથુરા નગરીમાં ઉત્પન્ન થઇ યાવત્ માતા પિતાના નામ તે તે પુત્રીના નામ સમાન જાણવા. શેષ પૂર્વવત્ જાણવું.
વર્ગ- ૮ -ની મુનિ દીપરત્નસાગરે કરેલ ગુર્જરછાયાપૂર્ણ વર્ગ-૯
[૨૩૭] ‘હે જમ્મૂ ! નવમા વર્ગનાં આઠ અધ્યયન કહેલા છે. તે આ પ્રમાણે- પદ્મા શિવા સતી અંજૂ રોહિણી નમિકા અચલા અને અપ્સરા ‘હે જમ્મૂ ! તે કાળ અને તે સમયમાં રાજગૃહ નગર હતું. ભગવાન સમોસર્યા યાવત્ પરિષદ પર્યુપાસના કરવા લાગી. તે કાળ અને તે સમયમાં પદ્માવતી નામની દેવી હતી. સૌધર્મ કલ્પમાં, પદ્માવતંસક વિમાનમાં, સુધર્મા સભામાં, પદ્મનામક સિંહાસન ઉપર બેઠી. શેષ વૃત્તાન્ત કાલી દેવી સમાન જાણવો. આ પ્રમાણે કાલી દેવીના ગમના વૃત્તાન્ત અનુસારે
For Private & Personal Use Only
www.jainelibrary.org