________________
સંગ્રહણી ગાથા
૨૧૧ [૭૦]બે શ્રાવકોને અવધિજ્ઞાન ઉત્પન્ન થયું પૂર્વ દિશાઃ લવણ, સમુદ્રમાં પાંચસો યોજન સુધી, આ પ્રકારે દક્ષિણ અને પશ્ચિમમાં. ઉત્તર દિશાઃ ચુલ્લ હિમવંત પર્વત સુધી. ઊર્ધ્વ દિશા : સૌધર્મ દેવલોકમાં સૌધર્મ કલ્પ વિમાન સુધી. અધો દિશા : પ્રથમ રત્નપ્રભા નામની પ્રથમ નરકમાં લોલુપાશ્રુત નામના સ્થાન સુધી જ્યાં૮૪00 વર્ષની આયુવાળા નારકી જીવ રહે છે. મહાશતકે ત્રણે દિશાઓમાં હજાર હજાર યોજન સુધી અવધિ જ્ઞાનથી જાણ્યું અને જોયું.
[૭૧]દરેક શ્રાવકે અગિયાર પ્રતિમાઓ સ્વીકાર કરી. તે આ પ્રમાણે દર્શન, સચિત્તપરિત્યાગ, વ્રત, આરંભપરિત્યાગ, સામાયિક, પ્રખ્ય પૌષધ, દિવસ બ્રહ્મચર્ય ઉદ્ધિષ્ટ ભોજનનો પરિત્યાગ, બ્રહ્મચર્ય, શ્રમણતભૂત.
[૭૨]દરેક શ્રાવકે વીસ વર્ષ સુધી વ્રત અને પ્રતિમાનું પાલન કર્યું અને અંતમાં સંલેખના દ્વારા શરીરનો પરિત્યાગ કરીને સૌધર્મ દેવલોકમાં ચાર પલ્યોપમનું આયુષ્ય પ્રાપ્ત કર્યું. ત્યાંથી ચ્યવન કરીને બધા શ્રાવકો મહાવિદેહ ક્ષેત્રમાં ઉત્પન્ન થશે અને સિદ્ધિ પ્રાપ્ત કરશે.
૭ ઉવાસગદસાઓ-ગુર્જરછાયાપૂર્ણ
સાતમુંઅંગસૂત્ર-ગુર્જરછાયાપૂર્ણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org