________________
શ્રુતસ્કંધ-૧, અધ્યયન-૨
૨૯૯ મણિઓ અને રત્નોથી જડેલા, રૈવેયક પહેરેલા હતા તથા અન્ય કવચાદિ સામગ્રથી યુકત હતા. તે ધ્વજા, પતાકા તથા પંચવિધ શિરોભૂષણોથી વિભૂષિત હતા તેમ જ તેઓના પર આયુધ અને પ્રહરણાદિ ધારણ કરનાર મહાવત સવાર થઈ રહ્યા હતા.
શ્રી ગૌતમ સ્વામીએ ત્યા અનેક અણ્વોને પણ જોયા, તે યુદ્ધને માટે તૈયાર હતા તથા તેમને કવચ પહેરાવેલો હતા. તેઓના શરીર પર ઝૂલ પડેલી હતી, મુખમાં લગામ દીધેલી હતી અને તે ક્રોધથી હોઠોને ચાવી રહ્યા હતા અને ચામર તથા સ્થાસકથી તેમનો કટિ ભાગ વિભૂષિત થઈ રહ્યો હતો. તેના પર બેઠેલો ઘોડે સવારો આયુધ અને પ્રહરણા દિથી યુક્ત હતા. આ રીતે ગૌતમએ ત્યાં ઘણાં પુરુષોને પણ જોયા જેઓએ દઢ બંધનોથી બાંધેલા અને લોહમય કસૂલકાદિથી યુક્ત કવચો શરીર પર ધારણ કરેલા હતા. તેમની ભુજમાં શરાસન પટ્ટી બાંધેલી હતી. ગળામાં આભૂષણ ધારણ કરેલા હતા અને તેમના શરીર પર વિશિષ્ટ પ્રકારની નિશાની વાળી પટ્ટી લાગેલી હતી તથા આયુધ અને પ્રહર ણાદિ ધારણ કરેલા હતા. તે પુરુષોની વચ્ચે ભગવાન ગૌતમે એક બીજા માણસને જોયો, જેના ગળા અને હાથોને વાળીને પૃષ્ઠ ભાગ સાથે બન્ને હાથોને દોરડાથી બાંધવામાં આવ્યા હતા, તેના કાન અને નાક કાપેલા હતા. તેનું શરીર ઘીથી ચીકણું કરવામાં આવ્યું હતું, તથા તે વધ્ય-પુરુષના પહેરવાના બે વસ્ત્રોથી યુક્ત હતો. તેના ગળામાં કંઠસૂત્રની સમાન લાલ પુષ્પોની માળા હતી અને તેનું શરીર ગેરુના ચૂર્ણથી પોતેલું હતું. જે ભયથી ત્રાસ પામેલો તથા પ્રાણ ધારણ કરી રાખવાનો ઈચ્છુક હતો, તેના શરીરને તલ તલ જેટલા ટુકડા કરીને કાપી રહ્યા હતા અને શરીરના નાના નાના માંસના ટુકડા કાગડા આદિ પક્ષીઓના લક્ષ્ય થઈ રહ્યો હતો. એવો તે પાપી પુરુષ સેંકડો પત્થરો તથા ચાબૂકોથી મરાઈ રહ્યો હતો અને અનેક સ્ત્રી પુરૂષોથી ઘેરાયેલો, પ્રત્યેક ચોરા આદિ - પર તેની ઉધોષણા કરવામાં આવતી હતી. હે મહાનુભાવો! “ઉઝિક બાળક પ્રત્યે કોઈ રાજા કે રાજપુત્રો કોઈ અપરાધ નથી કર્યો પરંતુ આ તેના પોતાના જ કર્મોનો દોષ છે, જેના કારણે આ ખરાબ અવસ્થાને પ્રાપ્ત થઈ રહ્યો છે.”
[૧૩] ત્યારબાદ તે પુરુષને જોઈને ભગવાન ગૌતમના મનમાં એવો વિચાર, કલ્પના કે સંકલ્પ ઉત્પન્ન થયો કે અહો! આ પુરુષ કેવી નરક-સમાન વેદનાનો અનુભવ કરી રહ્યો છે ! તત્પશ્ચાતુ વાણિક્ઝામ નગરમાં ઊંચ, નીચ અને મધ્યમ કોટિના ઘરોમાં ભિક્ષા લઈને ભગવાનું મહાવીર સ્વામીની પાસે આવ્યા અને તેમને લાવેલી ભિક્ષા. બતાવી, ત્યાર બાદ ભગવાનને વન્દના, નમસ્કાર કરીને સર્વ વાત કહી. ભદન્ત! તે પુરૂષ પૂર્વભવમાં કોણ હતો? - ગૌતમ ! તે પુરુષના પૂર્વભવનો વૃત્તાન્ત આ પ્રમાણે છે. તે કાળ અને તે સમયમાં આ જંબુદ્વીપ નામાના દ્વીપમાં ભારત વર્ષમાં હસ્તિનાપુર નામનું એક સમૃદ્ધિશાળી નગર હતું. તે નગરમાં સુનન્દ નામનો રાજા હતો. તે મહાહિમવન્ત પર્વત સમાન પુરુષોમાં મહાન્ હતો. તે હસ્તિનાપુર નગરના લગભગ મધ્ય પ્રદેશમાં સેંકડો સ્તમ્ભોથી બનાવે પ્રાસાદિક,દર્શનીય,અભિરૂપ,અને પ્રતિરૂપએકમહાન ગોમંડપ હતો. ત્યાં નગરમાં સનાથ અને અનાથ પશુ સુખપૂર્વક રહેતા હતા. તેમને ત્યાં ઘાસ પાણી પતિ હતા તે ભય અને ઉપસર્ગ આદિથી રહિત થઈને ઘૂમતા. તે હસ્તિનાપુર નગરમાં મહાન અધર્મી યાવતું મહામહેનતે પ્રસન્ન થનાર ભીમ નામનો એક ફૂટગ્રાહ રહેતો હતો. તેની ઉત્પલા નામની સ્ત્રી હતી, કે જે સંપૂર્ણ પંચેન્દ્રિય યુક્ત શરીરવાળી હતી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org