________________
હK
૧૩૬
નાયાધમ્મ કહાઓ - ૧/-/૧૬/૧૬૧ પછી સુકમાલિકા બાલિકને પાંચ ધાવમાતાએ ગ્રહણ કરી પર્વતની ગુફામાં રહેલી ચંપકલતા જેમ વાયુ વિહીન પ્રદેશમાં વ્યાધાત રહિત વધે છે તેમ તે પણ વધવા લાગી. ત્યાર પછી તે સુકુમાલિકા બાલ્યાવસ્થાથી મુક્ત થઈ. યાવતુ રૂપથી, યૌવનથી, લાવણ્યથી ઉત્કૃષ્ટ અને ઉત્કૃષ્ટ શરીરવાલી થઈ.
[૧૬] ચંપા નગરીમાં જિનદત્ત નામક એક ધનિક સાર્થવાહ નિવાસ કરતો હતો. તે જિનદત્તની ભદ્રા નામની પત્ની હતી. તે સુકુમારી હતી, જિનદાસને પ્રિય હતી. યાવતું મનુષ્ય સંબંધી કામભોગોનું આસ્વાદન કરતી તે રહેલી હતી. તે જિનદત્ત સાર્થવાહનો પુત્ર અને ભદ્રા ભાયનો આત્મજ સાગર નામનો દીકરો હતો. તે પણ સુકુમાર યાવતું સુંદર રૂપથી સંપન્ન હતો. એકવાર જિનદત્ત સાર્થવાહ પોતાના ઘરેથી નીકળયો નીકળીને સાગરદત્તના ઘરની પાસેથી જતો હતો. અહીં સુકુમાલિકા છોકરી સ્નાન કરી, દાસીઓના સમૂહથી ઘેરાયેલી, ભવનની ઉપરના છત પર સુવર્ણના દડાથી ક્રીડા કરતી વિચરતી હતી. ત્યારે જિનદત્ત સાર્થવાહ સુકુમાલિક છોકરીને જોઇ. જોઈને તેને સુકુમાલિકા છોકરીના રૂપ પર યૌવન પર અને લાવણ્ય પર આશ્ચર્ય થયું તેને કૌટુમ્બિક પુરુષોને બોલાવ્યા. બોલાવીને પૂછ્યું દેવાનુપ્રિયો આ કોની છોકરી છે? તેનું નામ શું છે? જિનદત્ત સાર્થવાહના એ પ્રમાણે કહેવા પર તે કૌટુમ્બિક પુરુષો હર્ષિત અને સંતુષ્ટ થયા તેઓએ હાથ જોડીને આ પ્રમાણે ઉત્તર આપ્યો-દેવાનુપ્રિય ! તે સાગરદત્ત સાર્થવાહની પુત્રી ભદ્રાની આત્મજા સુકુમાલિકા નામની છોકરી છે.
જિનદત્ત સાર્થવાહ તે કૌટુમ્બિક પુરુષો પાસેથી તે અર્થને સાંભળી પોતાના ઘરે ચાલ્યો ગયો. પછી નાહી-ધોઈને તથા મિત્રજનો અને જ્ઞાતિજનોથી પરિવૃત્ત થઈને ચંપા નગરીની મધ્યભાગમાં થઈને જ્યાં સાગરદત્તનું ઘર હતું, ત્યાં આવ્યા. ત્યારે સાગરદત સાર્થવાહે જિનદત્ત સાર્થવાહને આવતો જોયો. આવતા જોઈને તે આસન ઉપરથી ઉભો થયો. ઉઠીને તેણે જિનદત્તને આસન ગ્રહણ કરવાનું નિમંત્રણ આપ્યું. વિશ્રાન્ત અને વિશ્વસ્ત થયેલા અને સુખદ આસન પર આસીન થયેલા જિનદત્તને પૂછ્યું ! દેવાનુપ્રિય ! આપના આગમનું શું પ્રયોજન છે? ત્યારે જિનદત્ત સાર્થવાહે કહ્યું- ‘દેવાનુપ્રિય ! હું આપની પુત્રી, સુકમાલિકાની સાગરદત્તની રત્નીના રૂપમાં માંગણી કરું છું. અગર આપ આ યુક્ત સમજો, પાત્ર સમજે, પ્રશંસનીય સમજો અને એમ સમજો કે આ સંયોગ સમાન છે, તો સુકુમાલિકા સાગરદત્તને આપો. અગર આપ આ સંયોગ ઇષ્ટ સમજો છો, તો સુકુમાલિકાને માટે શું મૂલ્ય આપીએ ? ત્યાર પછી સાગરદત્ત કહ્યું- સુકુમાલિકા અમારી એકની એક પુત્રી છે, એક જ ઉત્પન્ન થઈ છે, અમને પ્રિય છે. તેનું નામ સાંભળવાથી જ અમને હર્ષ થાય છે તો જોવાની તો શું વાત કરવી? તેથી હું સુકુમાલિ કાનો એક ક્ષણ માટે પણ વિયોગ ઇચ્છતો નથી. જો સાગરપુત્ર અમારા ઘરનો જમાઈ બની જાય તો હું સુકુમાલિકા આપું.'
- ત્યાર પછી જિનદત્ત સાર્થવાહ, સાગરદત્ત સાર્થવાહના આ પ્રમાણે કહેવા પર પોતાના ઘરે ગયો. ઘરે જઈને સાગર નામના પુત્રને બોલાવ્યો અને કહ્યું- હે પુત્ર ! સાગર દત્ત સાર્થવાહે મને આ પ્રમાણે કહ્યું છે કે સાગરપુત્ર મૌન રહ્યો. ત્યાર પછી એકવાર કોઈ સમયે શુભ તિથિ અને કરણમાં જિનદત્ત સાર્થવાહે વિપુલ અશન, પાન, ખાદિમ અને સ્વાદિમ તૈયાર કરાવ્યા. યાવતુ જમાડીને પછી સન્માનિત કર્યા. પછી સાગરપુત્રને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org