________________
શ્રતસ્કંધ-૧, અધ્યયન-૧૬
૧૩૫ “અરે નાગશ્રી ! અપ્રાર્થિતની પ્રાર્થના કરનારી દુષ્ટ,અશુભ લક્ષણોવાળી ! નિકટ કષ્ણ ચતુર્દશીમાં જન્મેલી! તું અધન્ય. અપુણ્ય યાવતું લિંબોળીની સમાન કડવી છે, તને ધિક્કાર છે ! જેને તથારૂપ સામ્બે માસખમણાના પારણે શરદ્ સંબંધી યાવતું શાક વહો રાવીને મારી નાખ્યા.” આ પ્રમાણે કહીને તે બ્રાહ્મણોએ ઊંચા. નીચા, આક્રોશ આક્રોશ વચન કહીને આક્રોશ કરી તેને ફીટકાર કર્યો. ભર્જના કરી. તેને નિચ્છોટન કરી. હે પાપિણી ! તારે તારા કર્મનું ફળ ભોગવવાનું જ છે, ઈત્યાદિ વચનોથી તર્જના કરી અને થપ્પડ આદિથી મારા મારી તાડન કરી. આ પ્રમાણે તર્જના અને તાડના કરીને તેણીને ઘરમાંથી કાઢી મુકી. ત્યાર પછી નાગશ્રી પોતાના ઘરેથી કઢાયેલી ચંપા નગરીના શૃંગાટક, ત્રિક, ચતુષ્કમાં ચત્વર (ચબુતર)માં, તથા ચતુર્મુખ દેવકુલોમાં ઘણાં લોકો વડે અવહેલના કરાતી કુત્સા કરાતી, નિંદા કરાતી, ગહ પામતી આંગળી બતાવીને તર્જના કરાતી, દંડ આદિથી માર મારીને વ્યથિત કરાતી, ધિક્કારાતી, થુંકાતી ક્યાંય પણ સ્થાન પામી નહીં તેમજ ક્યાંય રહેવાની જગ્યા મેળવી શકી નહીં. ટુકડા-ટુકડા જોડેલા વસ્ત્ર પહેરીને, ભોજન માટે શકોરાનો ટુકડો લીધો, પાણી પીવાને માટે ઘડાનો ટુકડો હાથમાં લીધો, મસ્તકપર અત્યંત વિખરાયેલા વાળને ધારણ કર્યા, જેની પાછળ માખીઓનું ટોળે ગુનગુન કરે છે તેવી તે નાગશ્રી ઘેર-ઘેર દેહવલિનાં દ્વારા પોતાની આજીવિકા ચલાવતી ભટકવા લાગી.
ત્યાર પછી તે નાગશ્રી બ્રાહ્મણીને તે જ ભવમાં સોળ રોગાતંક ઉત્પન્ન થયા. ત્યારપછી નાગશ્રી બ્રાહ્મણી સોળ રોગાતંકથી પીડિત થતી, અત્યંત દુઃખથી પીડિત થઇને કાળ સમયે કોલ કરીને છઠ્ઠી નરકમૃથ્વીમાં ઉત્કૃષ્ટ ૨૨ સાગરોપમની સ્થિતિથી નારકના રૂપે ઉત્પન્ન થઈ. ત્યાર પછી નરકમાંથી નીકળીને તે નાગશ્રી મત્સ્ય યોનિમાં ઉત્પન્ન થઈ. ત્યાં તેનો શસ્ત્રથી વધ થયો. તેથી દાહની ઉત્પત્તિથી કાલ માસમાં કાલ કરીને નીચે સાતમી નરકમાં ઉત્કૃષ્ટ ૩૩ સાગરોપમની સ્થિતિવાળા નારકના રૂપે ઉત્પન્ન થઈ. નાગશ્રી સાતમી નરકમાંથી નીકળીને સીધી બીજીવાર મત્સ્ય યોનિમાં ઉત્પન્ન થઈ ત્યાં પણ તેનો શસ્ત્રથી વધ થયો અને દાહની ઉત્પત્તિ થવાથી મૃત્યને પ્રાપ્ત થઈને પુનઃ નીચે સાતમી નરકમાં ઉત્કૃષ્ટ ૩૩ સાગરોપમના આયુષ્યવાળા નારક રૂપે ઉત્પન્ન થઈ. સાતમા નરકમાંથી નીકળીને ત્રીજીવાર પણ મત્સ્ય યોનિમાં ઉત્પન્ન થઈ. ત્યાં પણ તે શસ્ત્રથી વધ કરવા યોગ્ય થઈ યાવતુ કાળ કરીને બીજીવાર છઠ્ઠા નરકમાં બાવીસ સાગરોપમની સ્થિતિવાળા નારક રૂપે ઉત્પન્ન થઈ. ત્યાંથી નીકળીને ઉરગયોનિ સપમાં ઉત્પન્ન થઇ. આ પ્રમાણે જેમ ગોશાલકના વિષયમાં કહેલ છે તેમ જાણી લેવું. યાવતુ રત્નપ્રભા આદિ સાતે નરકોમાં ઉત્પન્ન થઈ ત્યાંથી નીકળીને યાવતું તે જો ખેચરની યોનિ છે તેમાં ઉત્પન્ન થઈ. ત્યાર પછી ખર (કઠીન) બાદર પૃથ્વીકાયના રૂપમાં અનેક લાખવખત ઉત્પન્ન થઈ.
[૧૬૧] ત્યાર પછી તે પૃથ્વીકાયમાંથી નીકળીને આ જમ્બુદ્વીપમાં, ભારત વર્ષ માં, ચંપાનગરીમાં, સાગરદત્ત સાર્થવાહની ભદ્રાભાયની કુક્ષિમા ઉત્પન્ન થઈ. ત્યારે ભદ્રાસાર્થવાહીએ નવ માસ પૂર્ણ કરીને બાલિકાને જન્મ આપ્યો. તે બાલિકા હાથીના તાલુની સમાન અત્યંત સુકોમળ હતી. તે બાલિકાના બાર દિવસ વ્યતીત થવા પર માતા-પિતાએ તેનું ગુણવાળું અને ગુણથી નિષ્પન્ન નામ “સુકુમાલિકા' રાખ્યું. ત્યારે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org