________________
-
-
-
-
-
-
नमो नमो निम्मल देसणस्स પંચમ ગણધર શ્રી સુધમસ્વિામિને નમઃ
દા
નાયા ધમ્મ કહાઓ
"
છ અંગસુત્ર-ગુર્જરછાયા
(શ્રુતસ્કંધ-૧)
(કઅધ્યયન-૧-ઉત્રિા ) [૧] સર્વજ્ઞ ભગવંતને નમસ્કાર તે કાલે અને તે સમયે ચમ્પા નામક નગરી હતી.
[૨-૪] તે ચમ્પા નગરીની બહાર ઇશાન ભાગમાં પૂર્ણભદ્ર નામનું ચૈત્ય હતું. તે ચમ્પા નગરીમાં કોણિક નામનો રાજા હતો. તેનું વર્ણન પણ ઉવવાઈ સૂત્ર પ્રમાણે જાણવું. તે કાળ અને તે સમયમાં શ્રમણ ભગવાન્ મહાવીરના અંતેવાસી આર્યસુધમાં સ્થવિર હતા. તે જાતિ સંપન્ન, કુલસંપન્ન, રૂપસંપન, બલસંપન્ન, રૂપસંપન્ન, વિનય- સંપન, જ્ઞાદ-દર્શન-ચારિત્રસંપન્ન. લાઘવસંપન્ન ઓજસ્વી, તેજસ્વી, વર્ચસ્વી, યશવાળા, ક્રોધ, માન, માયા, લોભ, ચાર કષાયોને જીતેલા, જીતેદ્રિય, નિન્દ્રાવિજેતા, પરિષહને જીતેલા, જીવવાની આશા અને મરણના ભયથી રહિત, તપપ્રધાન, ગુણ પ્રધાન, તે જ પ્રમાણે ચરણ, કરણ, નિગ્રહ, નિશ્ચય, સરળ અમાની, લાઘ ક્ષમા, ગુપ્તિ, નિલભી, વિદ્યા, મંત્ર, બ્રહ્મ, વેદ,નય, નિયમ સત્ય, શૌર્ય, જ્ઞાન, દર્શન, ચારિત્ર, ઉદાર, ઘોર, ઘોસ્વત, ઘોરતપસ્વી, ઉત્કૃષ્ટ બ્રહ્મચર્ય, શરીરનો સત્કાર નહી કરનાર, વિપુલ તેજલેશ્યાને પોતાના શરીરમાં જ ધારણ કરનાર, ચૌદ પૂર્વના ધારક, મતિ આદિ ચાર જ્ઞાનોના ધારક, પાંચસો સાધુઓ સાથે વિચરતા, અનુક્રમે ચાલતા એક ગામથી બીજા ગામ જતાં, સુખ પૂર્વક વિચરતાં જ્યાં ચંપા નામની નગરી અને પૂર્ણભદ્ર ચૈત્ય છે ત્યાં પધાર્યા, પધારીને યથા યોગ્ય યાચનાપૂર્વક અવગ્રહ ગ્રહણ કર્યો, ગ્રહણ કરીને સંયમ અને તપવડે આત્માને ભાવિત કરતાં વિચારવા લાગ્યા.
[પ-૮] તે ચંપા નગરીમાંથી પરિષદ નીકળી કોણિક રાજા નીકળ્યો સુધમાં સ્વામીએ ધર્મ કહ્યો જે દિશાથી પરિષદ આવેલ હતી તે દિશા તરફ પાછી ફરી. તે કાળ અને તે સમયે આર્યસુધમસ્વિામી અણગારના જ્યેષ્ઠ અંતેવાસી આર્ય જંબૂનામના અણગાર હતા. તે કાશ્યપગોત્રી, સાત હાથ ઉંચા શરીરવાળા યાવતુ આર્ય સુધમાં
વિરની અતિદૂર નહીં તેમજ અતિ નજીક નહીં તેમ એક ઢીંચણ નમાવી એક ઉંચો રાખી નીચું મુખ રાખી ધ્યાન રૂપી કોષ્ઠકમાં રહ્યાં સંયમ અને તપથી પોતાના આત્માને ભાવિત કરતાં વિચરતા હતા. ત્યારપછી આર્ય જંબૂ નામક અણગાર, કે જેને તત્ત્વજ્ઞાનની ઈચ્છા થયેલ છે, સંશય થયો છે, કૌતુક થયેલ છે, જેને પૂછવાની વિશેષ શ્રદ્ધા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org