________________
૨૨૦
અંતગડ દસાઓ - ૩/૮/૧૩ દેવાનુપ્રિયો ! હું ઈચ્છું છું કે આપ આજ્ઞા આપો કૃષ્ણ વાસુદેવ તેમજ માતા પિતા જ્યારે ગજસુકુમારને અનુકૂળ પ્રલોભનોથી તથા પ્રતિકૂળ કથનોથી સમજાવવામાં સમર્થ ન થયા ત્યારે તેઓ નિરાશ થઈને આ પ્રમાણે કહેવા લાગ્યા- હે પુત્રો ! અમે તારી એક જ દિવસની રાજ્યશ્રીને જોવા ઈચ્છીએ છીએ. ત્યારે ગજસુકુમાર મૌન રહ્યા. એક દિવસ માટે તેમનો રાજ્યાભિષેક થયો.ગજસુકુમાર રાજા થઈ ગયાં.પૂછવામાંઆવ્યુંશી આજ્ઞા આપો છો ? ત્યારે રાજા ગજસુકુમારે સંયમના ઉપકરણો મંગાવવાની આજ્ઞા આપી. ઉપરકરણો આપી ગયા અને મહાબલ કુમારની જેમ દીક્ષા થઈ ગઈ. તે ઈરિયા સમિતિ આદિનુંપાલનકરવાલાગ્યા.યાવજિતેન્દ્રિય થઈ શુદ્ધ બ્રહ્મચર્યનું પાલન કરવા લાગ્યાં.
તે ગજસુકુમારે જે દિવસે દીક્ષા લીધી તે જ દિવસે સાંજના સમયે જ્યાં અરિહંત અરિષ્ટનેમિ હતા ત્યાં જાય છે. જઈને અરિષ્ટનેમિ ભગવાનને પ્રદક્ષિણા કરી. પ્રદક્ષિણા કરીને વંદન નમસ્કાર પૂર્વક આ પ્રમાણે કહેવા લાગ્યા. ભગવન્ ! આપશ્રીની આજ્ઞા પ્રાપ્ત કરીને મહાકાલ સ્મશાનમાં એક રાત્રિની એવી મહાપ્રતિમાં અંગીકાર કરવા ઈચ્છું છું ભગવને કહ્યું :- હે દેવાનુપ્રિય ! જેમ તમને સુખ ઊપજે તેમ કરો. ત્યાર પછી ગજસુ કુમા૨ અણગાર અરિહંત અરિષ્ટનેમિ દ્વારા આજ્ઞા પ્રાપ્ત થવા પર અરિહંત અરિષ્ટનેમિ ભગવાનને વંદન નમસ્કાર કરે છે. સહસ્રાબ્રવન નામના ઉદ્યાનમાંથી નીકળે છે. નીકળીને જ્યાં મહાકાલ સ્મશાન હતું ત્યાં આવે છે. આવીને શુદ્ધ ભૂમિ તથા મલમૂત્રની નિવૃત્તિ માટે યોગ્ય ભૂમિ જોઈ શરીરને થોડું નમાવીને બંને પગોને સંકુચિત કરીને એક રાત્રિની મહાપ્રતિમાની આરાધના કરવાનો આરંભ કરી દીધો.
આ બાજુ સોમિલ બ્રાહ્મણ પહેલેથી જ હવન માટે સમિધા- સૂકા લાકડાં લાવવા માટે દ્વારિકા નગરીની બહાર ગયો હતો. તે લાકડાં, દાભ, કુશ, પાંદડા લઈને જ્યારે પાછો ફર્યો ત્યારે સાંજ પડી ગઈ હતી. લોકોની અવ૨-જવર ઘણી થોડી થઈ ગઈ હતી. ત્યારે મહાકાલ સ્મશાન પાસેથી જતાં તેણે ગજસુકુમાર મુનિને જોતા જ તેના હૃદયમાં વેર જાગૃત થયું અને અત્યંત ક્રોધિત થઈને તેણે કહ્યું- અરે ! આ તો અનિચ્છનીય મૃત્યુની ઈચ્છા કરનાર પુણ્ય અને લજ્જાથી રહિત તે જ ગજસુકુમાર છે, જેણે નિર્દોષ અને જે જાતિ આદિથી બહિષ્કૃત થઈ નથી તેવી સન્માનિત અને વિવાહ યોગ્ય મારી પુત્રી સોમશ્રી ભાર્યાની આત્મજા સોમાને છોડીને મુંડિત અને દીક્ષિત થઈ ગયા છે. તેથી મારે ગજસુકુમારના વેરનો બદલો લેવો જોઈએ. આ પ્રમાણે વિચાર કરે છે. વિચાર કરીને ચારે બાજુ જુએ છે. ચારે બાજુ જોઈને ભીની માટી લે છે. લઈને જ્યાં ગજસુકુમાર મુનિ હતા ત્યાં આવે છે. આવીને ગજસુકુમાર મુનિના મસ્તક પર માટીની પાળ બાંધે છે. તેમાં બળતી ચિત્તામાં ખીલેલા પલાશના ફૂલોના રંગ સમાન લાલ લાલ ખિદરના અંગારાને ઠીકરાથી લે છે. લઈને ગજસુકુમાર મુનિના મસ્તક પર નાખે છે. ત્યાર પછી તે ભયભીત થઈને જલદી ત્યાંથી ભાગી જાય છે.
તે ધગધગતા અંગારાના કારણે ગજસુકુમાર મુનિના શરીરમાં અત્યંત તીવ્ર યાવત્ અસહ્ય વેદના થવા લાગી. ત્યાર પછી તે અણગાર ગજસુકુમાર સોમિલ બ્રાહ્મણ પર મનથી પણ કોઈ પણ જાતનો દ્વેષ કર્યા વગર તે ભયંકર વેદનાને સહન કરવા લાગ્યા. આ પ્રમાણે મહાન વેદનાને સહન કરનાર તે ગજસુકુમાર મુનિના શુભ પિરે ણામ અને પ્રશસ્ત અધ્યવસાય-ના કારણે, આત્મિક ગુણોના ઘાતક જ્ઞાનાવરણીયાદિ કર્મમલને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org