________________
વર્ગ-૩, અધ્યયન-૮
૨૧૯ બાળકનું નામ ગજસુકુમાર રાખવું જોઈએ. બાકીનું વર્ણન મેઘકુમારની જેમ જાણવું. યાવતુ તે ભોગ ભોગવવામાં સમર્થ થઈ ગયો.
તે દ્વારિકા નગરીમાં સોમિલ નામનો એક બ્રાહ્મણ રહેતો હતો. તે ધનવાન હતો. ઋગ્વદ આદિ વેદોમાં તથા વેદાંગોમાં પારંગત હતો. સોમિલ બ્રાહ્મણની સોમશ્રી નામની ધર્મપત્ની હતી, તે કોમળ હતી, તે સોમિલની પુત્રી અને સોમશ્રી બ્રાહ્મણની આત્મજા-સોમા નામની પુત્રી હતી, તે સુકુમારી હતી, સ્વરૂપવતી હતી, લાવણ્ય સૌન્દર્ય ની દ્રષ્ટિથી તેમાં કોઈ દોષ ન હતો તેથી તે ઉત્તમ અને ઉત્તમ શરીરવાળી હતી. કોઈ સમયે સોમાં બાલિકાએ સ્નાન કર્યું, આભૂષણોથી વિભૂષિત થઈ. કુન્નાદાસી યાવતું બીજી ઘણી દાસીઓથી ઘેરાઈને પોતાના ઘરેથી નીકળી. નીકળીને રાજમાર્ગ ઉપર આવી અને રાજમાર્ગમાં સોનાના દડાથી રમવા લાગી. તે કાળે અને તે સમયે અહંત અરિષ્ટનેમિ પધાર્યા. તેમનાં દર્શન કરવા પરિષદ નીકળી. ત્યાર પછી કૃષ્ણ વાસુદેવ આ વૃત્તાન્તને જાણી સ્નાન કરે છે. આભૂષણોથી અંલકૃત થઈ રાજકુમાર ગજસુકુમારને સાથે લઈ હાથીની અંબાડી ઉપર બેસે છે, તેઓએ કોટવૃક્ષના ફૂલોથી યુક્ત છત્ર ધારણ કર્યું હતું. સુંદર શ્વેત ચામર તેની ઉપર ઢોળાઈ રહ્યા હતા. દ્વારિકા નગરીની વચોવચથી અરિહંત અરિષ્ટનેમિ ભગવાનના ચરણ-વંદન કરવા જઈ રહ્યા હતા. ત્યાં તે સોમા બાલિકાને જુએ છે. જોઈને સોમા બાલિકાના રૂપથી, યૌવનથી, લાવણ્યથી વિસ્મય પામ્યા. ત્યાર પછી કષ્ણ મહારાજ પોતાના કૌટુમ્બિક પુરુષો- કર્મચારીઓને બોલાવે છે. બોલાવીને કહે છે કે હે દેવાનુપ્રિયો ! તમે સોમિલ બ્રાહ્મણ પાસે જાઓ અને સોમા બાલિકાની યાચના કરો અને લઈ કન્યાઓના અંતપુરમાં રાખો. પછી આ બાલિકા રાજુકમાર ગજસુકુમારની પત્ની થશે.
પછી કૃષ્ણ વાસુદેવ દ્વારિકા નગરીના મધ્ય ભાગમાંથી નીકળે છે. નીકળીને જ્યાં સહસ્ત્રાભ્રવન નામનું ઉદ્યાન હતું ત્યાં જઈ યાવતુ ઉપાસના કરવા લાગ્યા. પછી અરિહંત અરિષ્ટનેમિ ભગવાન કૃષ્ણ વાસુદેવને ગજસુકુમારને અને આવેલા અન્ય જનસમૂહને ધર્મકથા સંભળાવી. પછી શ્રીકૃષ્ણ પાછા ગયા. પછી તે રાજકુમાર ગજસુકુમાર અરિહંત અરિષ્ટનેમિ ભગવાનનો ધમપદેશ સાંભળીને કહે છે હું પ્રવ્રજ્યા ગ્રહણ કરવા ઈચ્છે છું, માટે માતા-પિતાને પૂછીને આપની સેવામાં આવીશ ઈત્યાદિ વર્ણન જેમ મેઘકુમારનું છે તેમ અહીં જાણવું. પરંતુ અહીં પત્ની પાસે અનુમતિ માંગવાની વાત ન કહેવી. હે પુત્ર! તું અવિવાહિત છો. તેથી વિવાહિત થાય. ધાવતુ કુલની વૃદ્ધિ કરી અર્થાત્ સંતાન થાય ત્યાર પછી દીક્ષા ગ્રહણ કરજે. ગજસુકુમાર દીક્ષા લેવા ઈચ્છે છે, આ સમાચાર જ્યારે શ્રી કૃષ્ણ વાસુદેવને મળ્યા ત્યારે તે ગજસુકુમારની પાસે આવે છે. આવીને તેને ભેટે છે. ખોળામાં બેસાડે છે અને આ પ્રમાણે કહે છે. તું મારો સહોદર નાનો ભાઈ છે તેથી હે દેવાનુપ્રિય ! હમણાં અરિહંત અરિષ્ટનેમિ ભગવાન પાસે મુંડિત થઈને યાવતુ દીક્ષિત. થવાનો વિચાર છોડી દે. હું તને મોટા સમારોહ સાથે દ્વારિકા નગરીનો રાજા બનાવીશ.
કૃષ્ણ વાસુદેવના આ પ્રમાણે કહેવા પર ગજસુકુમાર મૌન રહે છે. તત્પશ્ચાત વિચાર કરીને કૃષ્ણ વાસુદેવને તથા માતા-પિતાને ગજસુકુમાર બીજીવાર અને ત્રીજી વારઆપ્રમાણેકહેવાલાગ્યા.દેવાનુપ્રિયો!મનુષ્ય જીવિનસંબંધી કામભોગોના આધાર રૂપઆશરીરકફમલ-મૂત્રઆદિનું ઘર છે. યાવતુ એક દિવસ તો તે છોડવું જ પડશે. માટે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org