SearchBrowseAboutContactDonate
Page Preview
Page 346
Loading...
Download File
Download File
Page Text
________________ • સત્ર-૧૦ કાદિ તથા મંગલાદિ ચિલોથી સુશોભિત ચરણવાળા, અસાધારણ રૂપવાળા, ધૂપ્રરિહત અગ્નિ તથા વીજળી જેવા ચમકતા તથા મધ્યાહ્નના સૂર્ય સમાન તેજવાળા. તે આસ્રવ રહિત, મમત્વરહિત, પરિગ્રહરહિત, ભવપંરપરાનો છેદ કરી નાખનાર, નિર્લેપ, પ્રેમરાગ, દ્વેષ અને મોહથી રહિત, નિર્ચન્થપ્રવચનના ઉપદેશક, સાર્થના નાયક, પ્રતિષ્ઠાપક શ્રમણોના સ્વામી,શ્રમણવૃન્દના -વધારનાર, ચોત્રીશ અતિશયોથી યુક્ત, પાંત્રીશ ગુણોથી યુક્ત ભગવાન હતા. આકાશમાં રહેલ ચક્રથી, આકાશમાં રહેલ છત્રથી, આકા શગત તેમજ પાદપીઠ સહિત સિંહાસનથી, અતિશયમહિમાથી આગળ ચાલનાર ધર્મધ્વજાથી યુક્ત. ૧૪ હજાર શ્રમણો, ૩૬ હજાર સાધ્વીઓના પરિવારથી યુક્ત ભગ વાન મહાવીર ક્રમશઃ વિચરતા, એક ગામથી બીજા ગામમાં પધારતા, સુખપૂર્વક વિચ રતા, ચંપા નગરીની બહાર નગરની સમીપના ગામમાં પધાર્યા [૧૧] ત્યારે ભગવાનના સમાચાર લઈ જવા માટે નિમાયેલા તે પુરુષે આ વાત જાણી. તેથી તેના મનમાં અત્યંત હર્ષ અને સંતોષ થયો. અતિ આનંદિત થયો. મનમાં પ્રીતિ થઈ. હર્ષના આવેશથી તેનું દય ઉછળવા લાગ્યું, સ્નાન કર્યું, કુળદેવીનું પૂજન કર્યું અથવા પશુ, પક્ષી આદિને અન્ન આપ્યું. દોષના નિવારણ માટે મશીતિલકદિ કર્યા અક્ષતાદિને ધારણ કર્યો. શુદ્ધ, મંગલ, શ્રેષ્ઠ વસ્ત્રોને પહેય, અલ્પ, પરંતુ કિંમતી આભૂ ષણો શરીર પર ધારણ કર્યો. પછી પોતાના ઘેરથી નીકળ્યો, નીકળીને ચંપા નગરીના મધ્યમાં થઈને જ્યાંકોણિક રાજાનોમહેલ હતો, જ્યાં બહારની સભા હતી અને જેમાં ભંભા સારના પુત્ર કોણિક રાજા બેઠા હતા ત્યાં ગયો. ત્યાં જઈને બંને હાથ જોડી મસ્તકને આવતન કરીઅંજલિકરીજયવિજયશબ્દો દ્વારા વધાવ્યા.વધાવીને આ પ્રમાણે કહ્યું- હે દેવાનું પ્રિય ! જેનાં દર્શનની ઈચ્છા કરો છો, જેના દર્શનની સ્પૃહા રાખો છો, પ્રાર્થના કરો છો, અભિલાષા કરો છો,જેના નામ અને ગોત્રને સાંભળીને આપનું સ્ક્રય હર્ષિત, સંતુષ્ટ થાય છે તે શ્રમણ ભગવાન મહાવીર પ્રામાનુગ્રામ વિહાર કરતાં ચંપાનગરીની સમીપ પધાય છે. હું આપને આ પ્રિય આત્મહિતકારી સમાચાર નિવેદન કરું છું આપનું પ્રિય થાઓ. [૧૨] ત્યાર પછી ભભસારપુત્ર કોણિક રાજાએ તે સંદેશવાહકની પાસેથી આ અર્થ સાંભળીને દ્ધયમાં સારી રીતે ધારણ કરીને હર્ષિત સંતુષ્ટિત યાવતુ આનંદિત થયા. વરસાદની ધારાથી સીંચાયેલા કદંબના સુગંધિત ફૂલો ખીલી ઉઠે તેમ આ વાત સાંભળી રાજાના રોમેરોમ આનંદથી પુલકિત થઈ ગયા. નેત્રકમળ તથા મુખકમળ વિકસીત થયા. અપાર હર્ષના કારણે કંપાયમાન થતાં શ્રેષ્ઠ કડાં બાહુરક્ષક ભૂષણ, બાજુ બંધ, મુગટ, બંને કુંડલ તથા હારથી સુશોભિત વક્ષઃસ્થલ હતું તે સર્વ આભૂષણો કંપિત થયા. એવા રાજા ઘણા આદરથી જલદી ચંચળ થઈ સિંહાસન ઉપરથી ઉઠ્યા, ઉઠીને પાદપીઠ પર પગ રાખીને નીચે ઉતર્યા. નીચે ઉતરીને શ્રેષ્ઠ વૈડૂર્ય, રિષ્ટ તેમજ અંજન નામના રત્નોથી જડત.ચમકતી મણિ રત્નથી શોભીત એવી પાદુકાને પગમાંથી ઉતારી નાખી. ઉતારીને પાંચ રાજચિહ્નોનો ત્યાગ કર્યો. તે આ પ્રમાણે તલવાર, છત્ર, મુકુટ, પાદુકા, ચામર. પાછી ફાટ્યા તથા સીવ્યાવિનાના એક ઉત્તરીય વસ્ત્રને ધારણ કર્યું. ધારણ કરીને અલિપુટ કરીને જે દિશામાં ભગવાન બિરાજમાન હતા તે તરફ સન્મુખ થઈ સાત આઠ પગલા આગળ ગયા, ડાબો ઢીંચણ ઉપર રાખ્યો, જમણો ઢીંચણ જમીન પર રાખ્યો અને ત્રણવાર પોતાના મસ્તકને જમીન પર નમાવ્યું. નમાવ્યા પછી થોડા નમ્ર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005056
Book TitleAgam Deep Agam 06 to 13 Gujarati Anuvaad Part 3
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy