________________
૨૭૦
પહાવાગરણ-૧૪/૧૯ અંગ સુંદર હોય છે. મોંઘા અને મોટા નગરમાં ઉપજતાં વિધવિધ રંગરાગ એ ચક્રવર્તી ભોગવે છે. મૃગચર્મને કેળવીને બનાવેલાં અને વૃક્ષની છાલનું સૂતર બનાવી તેમાંથી વણેલાં વસ્ત્રો પહેરે છે. કમર પર કટિસૂત્ર પહેરીને અંગને શણગારે છે. વળી તેઓ અંગને મધુર સુગંધો કસ્તુરી ઈત્યાદિનાં ચૂણથી સુવાસિત કરે છે. મસ્તક ઉપર સુંદર સુગંધી પુષ્પોનો શણગાર કરે છે. નિપુણ કારીગરોએ તૈયાર કરેલા અલંકારો જેવાં કે કુશાયિની માળા, કંકણ, બાહુબંધ, બેરખા, ઈત્યાદિ શરીર ધારણ ખરે છે, કંઠમાં એકાવલિ હાર પહેરીને છાતીને શોભાવે છે, બેઉ પાસે લટકતા ઉત્તરીયા વસ્ત્રને સુંદર રીતે ધારણ કરે છે, સુવર્ણની પીળા રંગની વીંટીથી આંગળીને શોભાવે છે, તેઓ તેને કરીને સૂર્યની પેઠે દેદીપ્યમાન દેખાય છે. શરદના નવા મેઘના જેવો મધુર, ગંભીર અને નિષ્પ તેમનો શબ્દ હોય છે. ૧૪ રત્નોના તેઓ સ્વામી છે, નવે નિધિના ધણી છે, તેમના
ભંડારો ભરેલા છે, ચારે દિશાના અંતવિભાગ છે. જ્યાં તે જાય ત્યાં ચાર પ્રકારની સેના તેમની પાછળ જાય છે. તેમનું પુષ્કળ લશ્કર છે. શરઋતુના પૂર્ણ ચંદ્ર જેવું સૌમ્ય તેમનું વદન છે. તેઓ શૂરા છે, ત્રિલોકમાં તેમનો પ્રભાવ વ્યાપેલો છે, સુવિ ખ્યાત છે, સમસ્ત ભારતના અધિપતિ નરેંદ્ર છે. રાજવીઓમાં જે સિંહ જેવા છે, તે ચક્રવર્તીઓ પૂર્વે કરેલા તપના પ્રભાવે કરીને સંચિત કરેલું સુખ હજારો વર્ષના આયુષ્ય સુધી હજારો સ્ત્રીઓની સાથે ભોગવતા, અનુપમ શબ્દ-સ્પર્શ-રસ-રુપ અને ગંધનો ઉપભોગ કરતાં છતાં કામ ભોગમાં અતૃપ્ત રહ્યાં થકા મૃત્યુને પામે છે.
વળી બળદેવ અને વાસુદેવ પણ મરણ પામે છે. તેવો પ્રવર પુરુષ છે, મોટા, બળ-પરાક્રમવાળા છે, મોટા ધનુષનો ટંકાર કરનારા છે, મહા સત્સાહસના સાગર છે, પ્રતિસ્પર્ધીથી જીતી ન શકાય તેવા છે, ધનુર્ધર છે, પુરુષોમાં વૃષભ સમાન છે, એ રામ (બળદેવ) અને કેશવ (વાસુદેવ) એ બે ભાઈ પરિવાર સહિત છે. વાસુદેવ, સમુદ્રવિજય આદિ દશ દશાઈ હૃદયના વલ્લભ છે; પ્રદ્યુમ્નકુમાર, આદિ યાદવોના સાડા ત્રણ કરોડ કુમારોના હૃદયના વલ્લભ છે, તથા દેવી રોહિણી અને દેવી દેવકીના હૃદયને આનંદનો ભાવ ઉત્પન્ન કરનારા છે. સોળ હજાર પ્રધાન રાજાઓ તેમની પાછળ પાછળ હીંડે છે. સોળ હજાર દેવીઓનાં નયન-હૃદયને વહાલા લાગે છે. નાના પ્રકારના મણિ, સુવણ, રત્ન, મોતી, પ્રવાલ, ધન, ધાન્ય વગેરે ઋદ્ધિના સંગ્રહથી તેમના કોષાગાર ભરેલા છે. હજારો ઘોડા, હાથી, રથના સ્વામી છે. હજારો ગામ, આગર, આદિ ભયવર્જિત હોઈને સુખસમાધિ અને આનંદ ભોગવતાં વિવિધ લોકોથી ભરેલી પૃથ્વી, સરોવર, આદિથી નેત્રને આનંદ આપે છે. એવા અર્ધ ભરતના તે સ્વામી છે. વળી છ પ્રકારની ઋતુઓના ગુણકર્મથી તે યુક્ત છે. એવા અર્ધ ભારતના સ્વામી. ધૈર્યવત, કીર્તિવંત પુરુષ છે, અચ્છિન્ન બળશાળી છે, અતિ બલવંત છે, કોઈથી હણાય નહિ તેવા છે, અપરાજિત છે, શત્રનું મર્દન કરનાર છે, હજાર વેરીના માનનું મથન કરનાર છે, મત્સરરહિત છે, ચપળતારહિત છે, અચંડ-છે. મૃદુ-બોલનારા છે, હસમુખા છે, ગંભીર-મધુર વચન ઉચ્ચારનારા છે, જે આવે તેની પ્રત્યે વાત્સલ્યભાવ ધરનારા છે, શરણે આવેલાંને રાખનારા છે, સામુદ્રિક લક્ષણવ્યંજનાદિ ગુણથી સહિત છે, માનોન્માન પ્રમાણ સવિયવે સુંદર દેહ છે, ચંદ્રની પેઠે સૌમ્ય આકાર છે, કમનીય-મનોહર છે, પ્રિયંકર દર્શન છે, કાર્યને વિષે ઉદ્યમી છે, દુઃસાધ્યના સાધક છે, આજ્ઞા પ્રમાણે સૈન્યાદિને પ્રવતવનાર છે, ગંભીર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org