________________
આશ્રવ, અધ્યયન-૧
૨૫૫ શ્વાસોશ્વાસ લેવા દો અને મારા પર રોષ ન કરો ! હું ક્ષણ માત્ર વિસામો લઈ શકું તે માટે મારું ગળાનું બંધન છોડો, નહિતર હું મરી જઈશ. મને બહુ તરસ લાગી છે, માટે મને પાણી પીવા આપો. તે વખતે પરમાધામી તે નારકીને કોમળ આમંત્રણ વડે “શીતળ અને નિર્મળ પાણી તું પી” એમ કહે છે કે અને તેને પકડીને પરમાધામી કથીરનો રસ કળશ માંથી રેડે છે; તે પાણી દેખીને નારકી ધ્રુજી ઉઠે છે અને આંસુ ગાળતાં કરુણાજનક સ્તરે કહે છે કે “મારી તરસ હવે છીપાઈ ગઈ છે, મારે હવે પાણી પીવું નથી” એમ બોલતાં નારકીઓ દિશાઓમાં દ્રષ્ટિ કરતા, રક્ષણરહિત, શરણરહિત, અનાથ, અબાંધવ, સ્વજ નાદિથી રહિતપણે ભય પામેલા મૃગોની પેઠે ઉતાવળા અને ભયથી ઉદ્વિગ્ન થઈ નાસે છે, તે નાસી જતા નારકીને નિર્દય પરમાધામીઓ બળાત્કારે પકડીને તેમનું મ્હોં લોહદંડ વડે ખુલ્લું કરીને કડકડતાં કથીરના રસને તેમાં રેડે છે. કોઈ પરમાધામીઓ તેમને દાઝતા જોઈને હસે છે. તે વખતે નારકીઓ પ્રલાપ કરે છે, ભયકારી અશુભ શબ્દ ઉચ્ચારે છે. રૌદ્ર શબ્દ કરે છે, કરુણ વચનો બોલે છે. પારેવાની પેઠે ગદ્ગદ્ સ્વરે કરે છે. એ રીતે પ્રલાપ કરતા, વિલાપ કરતા, દયામણે શબ્દ આઠંદ કરતા ત્યારે શબ્દો ઉચ્ચારે છે. કોપતા પરમાધામીઓ અવ્યક્ત ગર્જના કરીને તેને પકડે છે, બળ વાપરે છે. પ્રહાર કરે છે, છેદે છે, ભેદે છે, ભોંય પછાડે છે, આંખના ડોળા કાઢે છે, હાથ આદિ અંગ કાપે છે, છેદે છે, મારે છે, ગળું પકડી બહાર કાઢે છે, પાછો ધક્કલે છે, અને કહે છે “પાપી ! તારા પૂર્વનાં પાપકર્મને અને દુષ્કૃત્યોને સંભાર.” એવા શબ્દોથી જેવી રીતે નગરમાં આગ લાગવાથી કોલાહલ ને લોકોને ત્રાસ ઉપજે તેવી રીતે નરકમાં પડઘા પડે છે. નરકમાં પરમાધામી ઓથી પીડા પામી રહેલા નારકીઓ અનિષ્ટ શબ્દો ઉચ્ચાર્યા કરે છે. એટલે પરમાધામી ઓ તેમની તલવારની ધાર સરખાં પાંદડાંના વનમાં, દર્ભના વનમાં, અણ ઘડ- પત્થરના રણમાં અણીદાર શૂળોના જંગલમાં, ખારથી ભરેલી વાવમાં, ઉકળેલાં કથીરરસની વેતરણી નદીમાં, કદંબપુષ્પ સરખી ચળકતી રેતીમાં, પ્રજ્વલિત ગુફાકંદરામાં ફેંકે છે. તેથી તેઓ મહાપીડા પામે છે. અતિ તપ્ત કાંટાવાળા ધૂસરા સહિત રથે નારકીઓને જોડીને તપાવેલ લોહમાર્ગ ઉપર પરાણે પરમાધામીઓ ચલાવે છે અને ઉપરથી નાના પ્રકારનાં શસ્ત્ર કરીને તેમને માર મારે છે.
તે શસ્ત્રો કેવા છે ? મુદગર, મુસુંઢિ કરવત, ત્રિશુળ, હળ, ગદા, મુશલ, ચક્ર, ભાલો, બાણ, શૂળી, લાકડી, છરો, નાળ, ચામડામાં મઢેલા પત્થર, મુગરાકાર, મુષ્ઠિ, તલવાર, ખેડગ તીર,લોહનું બાણ, કળગ કાતરણી, વાંસલો, પરશું અણીદાર ટંક, એવાં. અતિ તીક્ષ્ણ, નિર્મલ, ચકચકાટ કરતાં અનેક પ્રકાર નાં ભયંકર શસ્ત્રો વિક્રેય બનાવીને સજ્જ કરીને પૂર્વ ભવના વૈરભાવથી નારકીઓ અંદરોઅંદર મહાન વેદના ઉપજાવે છે. સામા થઈને બીજાને મારે છે. મુદ્દગરના પ્રહારે એક બીજાને ચૂર્ણ કરેલ છે, સુંઢિએ કરીને ભાંગે છે, દેહને કચડી નાંખે છે, યંત્રે કરીને પીલે છે, તરફડતાં દેહને હથીયારે કરીને કાપે છે. ચામડી ઉતરડી નાંખે છે, કાન-હોઠ-નાક હાથ-પગ છેદી નાંખે છે, વાંસલેથી અંગ-ઉપાંગને છેદે છે, કડકડતા ઉના ક્ષાર સિંચીને ગાત્રને બાળે છે, ભાલાની અણીઓ ભોંકીને શરીરને જર્જરિત કરે છે, ભોંય ઉપર પાડીને રગદોળે છે, વળી નરકમાં નહાર, કૂતરા, શીયાળ, બિલાંડાં, અષ્ટાપદ, ચિત્તા, વાધ, સિંહ એવા મન્દોન્મત્ત જાનવરો જે સદા ભોજનરહિત હોઈ સુધાથી પીડા ઈને અતિ ધોર અને બહામણા શબ્દો કરે છે અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org