SearchBrowseAboutContactDonate
Page Preview
Page 378
Loading...
Download File
Download File
Page Text
________________ સૂત્ર-પ૫ ૩૭૫ ગયા પછી વચન યોગનો વિરોધ કરે છે, વચન યોગનો નિરોધ થયા પછી કાયયોગનો નિરોધ કરે છે. સમસ્ત યોગોનો વિરોધ કર્યા પછી અયોગી અવસ્થાને પ્રાપ્ત થયા પછી પાંચ હ્રસ્વ અક્ષરોના ઉચ્ચારણ કાલ પ્રમાણ અસંખ્યાત સમયના અન્તર્મુહૂર્તમાં શૈલેશી અવસ્થાને પ્રાપ્ત થાય છે. શૈલેશી અવસ્થાની પહેલા જે કર્મોની ગુણશ્રેણી રચી. હતી તેને શૈલેશી કાળમાં નષ્ટ કરતાં અસંખ્યાત ગુણશ્રેણિ દ્વારા અનંત કર્મના અંશોનો ક્ષય કરે છે. વેદનીય, આયુ, નામ, ગોત્ર એ ચાર કમીશોનો એક સાથે ક્ષય કરે છે. ક્ષય કર્યા પછી ઔદારિક, તૈજસ, કામણ એ શરીરનો સર્વથા ત્યાગ કરી દે છે. ત્યાગ કરીને જુશ્રેણિને પ્રાપ્ત કરી અંતરાલ પ્રદેશોને સ્પર્શ કર્યા વિના એક સમયમાં વિગ્રહ રહિત ગતિથી સાકારોપયોગમાં સિદ્ધ ગતિમાં બીરાજમાન થાય છે. તે જીવો ત્યાં સિદ્ધ થાય છે. તેઓ સાદિ અનંત, નિશ્ચલ, બધ્યમાન કમથી રહિત, નિર્મળ-પૂર્વબદ્ધકમાંથી મુક્ત, અજ્ઞાનરૂપ અંધકારથી રહિત, વિશદ્ધ, ભવિષ્યમાં શાશ્વત સિદ્ધાવસ્થાથી યુક્ત રહે છે. હે ભગવન્ત ! તેઓ સાદિ અપર્યવસિત છે એમ આપ શા કારણથી કહો છો ? હે ગૌતમ! જેમ અગ્નિથી બળેલ બીજથી ફરી અંકુર ઉત્પન્ન થતો નથી તેવીજ રીતે સિદ્ધ ભગવાનને કર્મરૂપી બીજ બળી જવાથી ફરીને જન્મની ઉત્પત્તિ થતી નથી. તેથી હે ભગવન્ત! જીવ સિદ્ધ થતાં કયા સંહનનથી સિદ્ધ થાય છે?હે ગૌતમી વ8ષભનારા સંતનનથી હે પૂજ્ય ! સિદ્ધ થતાં જીવો કયા સંસ્થાનથી સિદ્ધ થાય છે? કોઈ પણ સંસ્થાનથી હે પૂજ્ય ! સિદ્ધ થતાં જીવો કેટલી અવગાહનાથી સિદ્ધ થાય છે? હે ગૌતમ ! ઓછામાં ઓછી સાત હાથની અને ઉત્કૃષ્ટ પ૦૦ ધનુષ્યની હે પૂજ્ય ! સિદ્ધ થતાં જીવો કેટલા આયુષ્યમાં સિદ્ધ થાય છે ? હે ગૌતમ ! જઘન્ય આઠ વર્ષથી વધારે અને ઉત્કૃષ્ટ પૂર્વકોડની આયુષ્યવાળા હે પૂજ્ય! શું સિદ્ધ ભગવંતો રત્નપ્રભા પૃથ્વીની નીચે રહે છે? હે ગૌતમ! આ અર્થ સમર્થ નથી. હે પૂજ્ય ! શું સિદ્ધ ભગવાન સૌધર્મકલ્પની નીચે રહે છે? હે ગૌતમ ! આ અર્થ સમર્થ નથી. હે પૂજ્ય! શું સિદ્ધ ભગવનું ઈષત્રાગભાર પૃથ્વીની નીચે રહે છે? હે ગૌતમઆ અર્થ સમર્થ નથી. હે પૂજ્ય ! સિદ્ધો ક્યાં રહે છે? હે ગૌતમ ! આ રત્નપ્રભા પૃથ્વીના ઘણાં સુંદર રમણીય ભૂમિભાગથી ઉપર ચંદ્રમા, સૂર્ય ગ્રહ, નક્ષત્ર તેમજ તારા ઓનાં ભવનોથી ઘણા યોજન, ઘણાં સેંકડો યોજન, ઘણાં હજાર યોજન, ઘણાં લાખો યોજન, ઘણાં કરોડો યોજન તેમજ અનેક કોટાકોટી યોજના ઉપર જતાં સૌધર્મ, યાવતું અચ્ચત, રૈવેયક વિમાનોને પાર કર્યા પછી યાવતુ સર્વાર્થસિદ્ધ મહાવિમાનના શિખરના અગ્રભાગથી ૧૨ યોજન ઉપર જતા ઈષ~ાભારા પૃથ્વી છે. તે ૪૫ યોજનની લાંબી પહોળી, ૧ કરોડ ૪૨ લાખ ૩૦ હજાર ૨૪૯ યોજનથી કંઈક વધારે પરિધિવાળી છે. આ ઈષ–ાભાર પૃથ્વી વચ્ચોવચ આઠ યોજન જાડી છે. તે મધ્ય ભાગથી ક્રમશઃ ધીમે ધીમે ઓછી થતાં સર્વ ચરમ પ્રદેશોમાં માખીની પાંખથી પણ વધારે પાતળી છે. તે આંગુલના અસંખ્યાતમાં ભાગ જેટલી પાતળી છે. - આ ઈષત્રાગભાર પૃથ્વીના ૧૨ નામો છે. તે આ પ્રમાણે-ઈષતુ, ઇષ~ાભારા, તન, તનુતન, સિદ્ધિ, સિદ્ધાલય, મુક્તિ, મુક્તાલય, લોકાગ્ર, લોકાગ્રસ્તુપિકા, લોકાગ્રપતિબોધના, સર્વ પ્રાણ-ભૂત-જીવ સત્ત્વ સુખાવહા. ઈષત્નાભારા પૃથ્વી શંખના તળિયા જેવી ઉજ્જવલ, નિર્મળ શ્વેત પુષ્પ સમાન, કમળની મૃણાલ જેવી, પાણીના બિંદુ જેવી, બરફ જેવી, ગાયના દૂધ જેવી, હાર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005056
Book TitleAgam Deep Agam 06 to 13 Gujarati Anuvaad Part 3
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy