________________
શ્રતધ-૧, અધ્યયન-૩
306 પાપકર્મોના વિપાકોદયથી નરક તુલ્ય વેદનાનો પ્રયત્સ અનુભવ કરતો સમય વીતાવી રહ્યો છે. ભગવન્તાચોરસેનાપતિ અગ્નિસેન કાળ માસે કાળ કરીને ક્યાં જશે ગૌતમ ! ૨૭ વર્ષની પરમ આયુષ્યને ભોગવીને આજે જ દિવસનો ત્રીજો ભાગબાકી રહેશે, ત્યારે શૂળી પર ચઢાવ વાથી કાળ કરીને રત્નપ્રભા નામની પ્રથમ નરક ભૂમિમાં નારકરૂપે એક સાગરોપમની ઉત્કૃષ્ટ સ્થિતિએ ઉત્પન્ન થશે. સંસારભ્રમણ પ્રથમ અધ્યયનમાં કહેલા મૃગાપુત્રના સંસાર ભ્રમણની સમાન સમજી લેવો, ત્યાંથી નીકળીને વારાણસી નગરી માં ડુક્કર રૂપે ઉત્પન્ન થશે. ત્યાં હુક્કરના શિકારીઓ દ્વારા મરાઈને તે જ બનારસ નગરી ના શ્રેષ્ઠિ કુળમાં પુત્રરૂપે ઉત્પન્ન થશે. ત્યાં બાળપણનો ત્યાગ કરી યુવાવસ્થાને પ્રાપ્ત થતો, કાવત્ નિર્વાણપદને પ્રાપ્ત કરશે; જન્મ મરણનો અન્ત કરશે.
અધ્યયનઃ૩નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ !
(અધ્યયનઃ૪શકટકુમાર ૨૪] જંબૂ ! તે કાળ અને તે સમયમાં “સોહંજની' નામની સુન્દર ભવનાદિથી સુશોભિત, ધન્ય ધાન્યથી પરિપૂર્ણ તથા સ્વ-પરચક્રના ભયથી રહિત એક નગરી હતી. ઈશાન ખૂણામાં દેવરમણ’ ઉદ્યાન હતું. તે ઉદ્યાનમાં અમોઘ યક્ષનું એક યક્ષાયતન હતું. તે ઘણું જૂનું હતું. તે નગરીમાં મહાચન્દ્ર રાજા રાજ્ય કરતો હતો, તે હિમાલયાદિ પર્વતોની સમાન બીજા રાજાઓની અપેક્ષાએ મહાન તથા પ્રતાપી હતો. તે મહાચન્દ્ર રાજાને સુષેણ એક મંત્રી હતો, જે સામનીતિ, ભેદનીતિ અને દડનીતિના પ્રયોગને અને ન્યાયની વિધિઓને જાણનાર તથા નિગ્રહમાં ખૂબ જ કુશળ હતો. સુદર્શના વેશ્યા રહેતી હતી, તેના વૈભવનું વર્ણન કામધ્વજા વેશ્યાના વર્ણન સમાન જાણી લેવું
તે સોહંજની નગરીમાં સુભદ્ર નામનો એક સાર્થવાહ રહેતો હતો. તે સાર્થવાહ સમૃદ્ધયાવતુ કોઇથી પરાભવ ન પામનાર એવો હતો. તે સાર્થવાહની “ભદ્રા' નામની અન્યૂન તેમજ નિર્દોષ પાંચ ઇન્દ્રિયોથી યુક્ત શરીરવાળી પત્ની હતી. સુભદ્ર સાર્થવાહનો પુત્ર અને ભદ્રા માતાનો આત્મજ “શકટ' નામનો એક બાળક હતો, તે પણ અન્યૂન તેમજ નિર્દોષ પંચેન્દ્રિયવાળા શરીરથી યુક્ત હતો. તે કાળ અને તે સમયમાં સાહજની નગરીની બહાર દેવરમણ ઉદ્યાનમાં શ્રમણ ભગવાન મહાવીર સ્વામી પધાયાં. જનતા અને રાજા નીકળ્યા. ભગવાને તેમને ધર્મ દેશના આપી, ત્યાર બાદ ધર્મનું શ્રવણ કરી જનતા અને રાજા પાછા ચાલ્યા ગયા. ત્યારે શ્રમણ ભગવાન મહાવીર સ્વામીના જયેષ્ઠ શિષ્ય ગૌતમ સ્વામી યાવતું રાજમાર્ગમાં પધાર્યા, ત્યાં તેમણે હાથીઓ, ઘોડાઓ અને પુરુષોને જોયા. તે પુરુષોની વચ્ચે અવકોટક બંધનથી યુક્ત, કાન અને નાક કાપેલા, ઉદઘોષણા યુક્ત સ્ત્રી સહિત એક પુરુષને જોયો. જઈને ગૌતમ સ્વામીએ પૂર્વવત્ વિચાર કર્યો અને ભગવાન પાસે આવીને નિવેદન કર્યું.
હે ગૌતમ ! તે કાળ અને તે સમયમાં આ જંબુદ્વીપના ભારતવર્ષ નામક ક્ષેત્રમાં છગલપુર નામનું એક નગર હતું. ત્યાં સિંહગિરી નામનો રાજા રાજ્ય કરતો હતો, છણિક' નામનો એક છોગલિક હતો, કે જે ધનાઢય, અધર્મી યાવતુ બીજાઓને કષ્ટ આપવામાં આનન્દ માનનારો હતો. તે છણિક છાગ લિકની અનેક બકરીઓ, બકરાં ઓ, ભેડો, ગવયો, બળદો, સસલાઓ, વસકો, ડુક્કરો, સિંહો, હરણો, મયૂરો અને ભેંસો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org